મુંબઈઃ રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘સિમ્બા’માં રણવીર સિંહનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે. ફર્સ્ટ લુકની તસવીર રણવીર સિંહે જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કરી હતી. ફિલ્મમાં રણવીર સિંહ પોલીસ ઓફિસર સંગ્રામ ભાલેરાવ ઉર્ફ સિમ્બાના રોલમાં જોવા મળશે. સિમ્બાના લુકમાં આ રણવીરની પ્રથમ તસવીર છે, જે સામે આવ્યાના 3 કલાકમાં 4 લાખથી વધુ લોકોએ લાઈક કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન રણવીર સિંહ સાથે લીડ રોલમાં જોવા મળશે.
સિંઘમ જેવા લુકમાં જોવા મળ્યો રણવીર, પરંતુ આમ અલગ હશે રોલ
- સિમ્બાની પ્રથમ તસવીર શેર કરતા રણવીરે કેપ્શનમાં લખ્યું "રોહિત શેટ્ટી કા હીરો. CAPS LOCK મેં."
- બુધવારે જ કરન જોહર, રોહિત શેટ્ટી, સારા અલી ખાન અને રણવીર સિંહે સિમ્બાના પ્રોડક્શનની શરુઆત થયાની સત્તાવાર જાહેરાત કરી હતી. જે પછી હવે ફિલ્મમાં રણવીરના ફર્સ્ટ લુકને પણ જાહેર કરવામાં આવ્યો હતો.
- સિમ્બામાં રણવીરનો લુક રોહિત શેટ્ટીની જ ફિલ્મ ‘સિંઘમ’માં જેવો જ લાગે છે. પરંતુ આ ફિલ્મમાં રણવીર સિંઘમથી ઘણા હળવા અને રમૂજી અંદાજમાં જોવા મળશે.
સિમ્બા પણ છે તામિલ ફિલ્મની રિમેક
- રોહિત શેટ્ટી તામિલની ઘણી ફિલ્મ્સની રીમેક બનાવતો આવ્યો છે. સિમ્બા પણ 2015માં આવેલી તામિલ ફિલ્મની રીમેક છે.
- તામિલ ફિલ્મનું નામ ‘ટેંપર’ હતું અને આ ફિલ્મને પુરી જગન્નાથે ડિરેક્ટ કરી હતી. ટેંપરમાં જૂનિયર એનટીઆરએ લીડ રોલ પ્લે કર્યો હતો.
- ફિલ્મની સ્ટોરી એવા ભ્રષ્ટ પોલીસ ઓફિસર પર આધારિત છે, જે એક સ્મગલરથી પ્રેરિત હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.