તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માત્ર એકતા કપૂર જ નહીં બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર-સલમાન સહિતના સેલેબ્સને છે અંધશ્રદ્ધામાં આસ્થા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ TV ક્વિન એકતા કપૂરે ‘લૈલા-મજનૂ’ માટે ઈમ્તિયાઝ અલી સાથે હાથ મેળવ્યો છે. અગાઉની ફિલ્મ્સની નિષ્ફળતામાં પાઠ લેતા એક્તા કપૂર ફિલ્મ નિર્માણમાં ઘણું ધ્યાન આપી આગળ વધી રહી છે. એકતા કપૂર માટે એવુ કહેવામાં આવે છે કે, તે ટીવી સીરિયલના નામ અને તેના એક્ટર્સની કાસ્ટિંગ પહેલા તેમની કુંડળી જોતી હોય છે. ‘લુટેરા’, ‘દોબારા’, ‘અઝહર’ અને ‘હાફ ગર્લફ્રેન્ડ’ જેવી ફિલ્મ્સને સફળતા ન મળ્યા બાદ એકતાએ ‘લૈલા-મજનૂ’ની સ્ટારકાસ્ટનું સિલેક્શન કુંડળી જોઈને કર્યું છે. એકતાના કામ સાથે ‘લૈલા-મજનૂ’ની જોડીની કુંડળી એટલી સારી રીતે મળી કે તેણે કાસ્ટ સાથે 3 ફિલ્મ્સનો કરાર કરી લીધો છે.

 

7 સપ્ટેમ્બરે રીલિઝ થશે ‘લૈલા-મજનૂ’


- ફિલ્મની વાત કરીએ તો ટ્રેલરથી સ્પષ્ટ થાય છે કે, ફિલ્મમાં તે બધી જ વસ્તુઓ જોવા મળશે જેની માટે ઈમ્તિયાઝ અલી ફેમસ છે. 
- પ્રેમ માટે તમામ હદો પાર કરવાની કહાણી છે ‘લૈલા-મજનૂ’. આ પહેલા તમે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ્સમાં લવ સ્ટોરી જોઈ હશે પરંતુ પ્રેમમાં પાગલ કેવી રીતે થવું તે આ ફિલ્મમાં જોવા મળશે.
- આ ફિલ્મ 7 સપ્ટેમ્બરના રીલિઝ થઈ રહી છે. ફિલ્મથી ઈમ્તિયાઝ અલીનો ભાઈ સાજીદ ડિરેક્શનનો પ્રારંભ કરી રહ્યો છે.

 

બોલિવૂડના સેલેબ્સ અને અંધશ્રદ્ધા વચ્ચે ખાસ કનેક્શન

 

સલમાન ખાન


- બોલિવૂડનો દબંગ ખાન પણ અંધશ્રદ્ધામાં આસ્થા રાખે છે.
- સલમાન ખાનની અંધશ્રદ્ધા તેના બ્રેસલેટ સાથે જોડાયેલી છે. જે તે ઘણી ફિલ્મમાં પહેરતો જોવા મળે છે. સલમાન આ બ્રેસલેટ સાથેની ફિલ્મ સફળ રહેતી હોવાનું માને છે.

 

અક્ષય કુમાર


- અક્ષય કુમાર માને છે કે તે પોતે જ પોતાની ફિલ્મ્સ માટે બેડ લક સાબિત થાય છે, આ જ કારણે જ્યારે તેની ફિલ્મ્સ રીલિઝ થવા જઈ રહી હોય છે ત્યારે જ અક્ષય કુમાર વિદેશ જતો રહે છે. 
- આ ઉપરાંત અક્ષય કુમાર કોઈપણ કાગળ પર કંઈપણ લખવાની શરૂઆત કરતા પહેલા તેની પર ‘ઓમ’ લખે છે.

 

(આગળની સ્લાઈડ્સમાં જાણો બોલિવૂડના અન્ય સેલેબ્સ વિશે જેઓ અંધશ્રદ્ધામાં આસ્થા રાખે છે...)

 

 

અભિષેક બચ્ચન-કરિશ્માથી લઈ સલમાન ખાન-સંગીતા સુધી, આ સેલેબ્સે સગાઈ તો કરી નાખી પણ ના કર્યાં લગ્ન