Home » Bollywood » Gossip » મુંબઈ બ્લાસ્ટ બાદ સંજુબાબાએ પિતા સુનિલ દત્તને કહ્યુ હતુ, ''મારી નસોમાં મુસ્લિમ....'',sanjay dutt involved in 1993 mumbai blast case

મુંબઈ બ્લાસ્ટ બાદ સંજુબાબાએ પિતા સુનિલ દત્તને કહ્યુ હતુ, ''મારી નસોમાં મુસ્લિમ....''

Divyabhaskar.com | Updated - Jun 10, 2018, 07:38 PM

અસલમાં સંજય દત્તનું નામ બ્લાસ્ટ કેસમાં આવ્યું ત્યારે તેનું રિએક્શન શું હતું

  • મુંબઈ બ્લાસ્ટ બાદ સંજુબાબાએ પિતા સુનિલ દત્તને કહ્યુ હતુ, ''મારી નસોમાં મુસ્લિમ....'',sanjay dutt involved in 1993 mumbai blast case
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    સંજય દત્ત તથા સુનિલ દત્ત

    મુંબઈઃ 'સંજુ'ને લઈ ચાહકોમાં ઘણી જ ઉત્સુકતા જોવા મળે છે. ફિલ્મમાં 1993 મુંબઈ બ્લાસ્ટમાં સંજય દત્તની પૂછપરછ પોલીસ કરતી હોય છે, તેવો એક સીન બતાવવામાં આવ્યો છે. જોકે, ઘણાં ઓછા ચાહકોને ખ્યાલ હશે કે જ્યારે અસલમાં સંજય દત્તનું નામ બ્લાસ્ટ કેસમાં આવ્યું ત્યારે તેનું રિએક્શન શું હતું. જ્યારે આ અંગે પિતા સુનિલ દત્તને ખબર પડી ત્યારે તેમને ઘેરો આઘાત લાગ્યો હતો. યાસિર ઉસ્માનની બુક 'ધ ક્રેઝી અનટોલ્ડ સ્ટોરી ઓફ બોલિવૂડ બેડ બોય સંજય દત્ત'માં આ અંગેની વાત કરવામાં આવી છે. સુનિલ દત્તે જ્યારે દીકરાને પૂછ્યું કે તેણે હથિયારો કેમ લીધા ત્યારે સંજય દત્તે જવાબ આપ્યો હતો કે તેનામાં મુસ્લિમનું લોહી વહી રહ્યુ છે.


    પોલીસ મુંબઈ બ્લાસ્ટના ષડયંત્રોની કરતી હતી શોધઃ
    મુંબઈ બ્લાસ્ટ થયા બાદ પોલીસ આ ષડયંત્ર કોણે રચ્યું તેની શોધમાં લાગી હતી. પોલીસને જ્યારે જાણ થઈ કે આમાં બોલિવૂડના પણ કેટલાંક લોકો સામેલ છે, ત્યારે તેણે શકના આધારે પ્રોડ્યુસર હનિફ કડાવાલા તથા સમીર હિંગોરાને પૂછપરછ માટે માહિમ પોલીસ સ્ટેશન બોલાવ્યા હતાં. તે સમયે આ બંને સંજય દત્તની ફિલ્મ 'સનમ' પ્રોડ્યુસ કરી રહ્યા હતાં.


    શરૂઆતમાં બંને બચતા રહ્યાં:
    પોલીસ પૂછપરછમાં શરૂઆતમાં હનિફ કોઈ પણ જવાબ આપવાથી બચતો હતો. જોકે, પોલીસ સામે તેનું કંઈ બહુ ચાલ્યું નહીં અને અંતે તેણે કહ્યુ હતુ કે પોલીસ હંમેશા તેના જેવી નાની માછલીઓને જ પરેશાન કરે છે, જ્યારે મોટા લોકો આમ જ ફરતા રહે છે. આ મોટા લોકો અન્ય કોઈ નહીં પણ સંજય દત્ત હતો.

    વાંચો રણબિરે કેવી રીતે બનાવી સંજુબાબા જેવી બોડી?


    પત્રકાર પરિષદમાં સંજયનું નામ ઉછળ્યું:
    મુંબઈ બ્લાસ્ટ બાદ પોલીસે એક પત્રકાર પરિષદ બોલાવી હતી, જેમાં સંદિગ્ધ આરોપીઓના નામ આપવાના હતાં. પોલીસે જેવું હનિફ તથા સમીરનું નામ લીધું એટલે એક રિપોર્ટરે સંજય દત્તનું નામ લીધું હતું. આ માત્ર એક તુક્કો હતો. તે સમયે સંજય દત્ત, હનિફ-સમીરની પ્રોડ્યુસ કરેલી ફિલ્મમાં કામ કરતો હતો. જોકે, રિપોર્ટરે સવાલ કર્યો હતો કે સંજય દત્ત પણ આમાં સામેલ છે કે નહીં, તેનો જવાબ પોલીસ આપી શકી નહીં. અલબત્ત, તે સમયે મીડિયાને ખ્યાલ આવી ગયો હતો કે આમાં સંજય દત્ત પણ સંડોવાયેલો છે.

    (વાંચો, બીજા દિવસે અખબારના પહેલા પાને આવ્યા સંજય દત્તના ન્યૂઝ...)

  • મુંબઈ બ્લાસ્ટ બાદ સંજુબાબાએ પિતા સુનિલ દત્તને કહ્યુ હતુ, ''મારી નસોમાં મુસ્લિમ....'',sanjay dutt involved in 1993 mumbai blast case
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    જેલમાંથી બહાર નીકળતો સંજય દત્ત

    બીજા દિવસે સંજય દત્તને લઈ છપાયા આ સમાચારઃ
    પત્રકાર પરિષદના બીજા દિવસે તમામ અખબારોના પહેલા પેજ પર આ સમાચાર હતા કે સંજય દત્ત પણ મુંબઈ બ્લાસ્ટમાં સંડોવાયેલો છે. આ સમયે સંજય દત્ત મોરેશિયસમાં 'આતિશ' ફિલ્મનું શૂટિંગ કરતો હતો. શૂટિંગ પૂર્ણ કરીને સંજય દત્ત જ્યારે મુંબઈ પરત આવ્યો ત્યારે 100 પોલીસવાળા એરપોર્ટ પર હતાં અને સંજયને એરપોર્ટથી સીધો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યો હતો.

  • મુંબઈ બ્લાસ્ટ બાદ સંજુબાબાએ પિતા સુનિલ દત્તને કહ્યુ હતુ, ''મારી નસોમાં મુસ્લિમ....'',sanjay dutt involved in 1993 mumbai blast case
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    જેલમાંથી બહાર નીકળતો સંજય દત્ત

     શરૂઆતમાં તમામ આરોપોનું કર્યું ખંડનઃ
    સંજય દત્તે પોલીસ આગળ શરૂઆતમાં તમામ આરોપોનું ખંડન કર્યું હતું. જોકે, જ્યારે સંજયની સામે હનિફ-સમીરને લાવીને ઉભા કરી દેવામાં આવ્યા તો એક્ટર ખોટું બોલી શક્યો નહીં. તેણે કબૂલ કરવું પડ્યું કે તેની પાસે એકે 56 છે. સંજય દત્ત પર ટાડા એક્ટ હેઠળ કેસ ચાલ્યો. સંજય દત્ત સમજી ચૂક્યો હતો કે તે બ્લાસ્ટ કેસમાં પૂરી રીતે ફસાઈ ચૂક્યો છે.

     

  • મુંબઈ બ્લાસ્ટ બાદ સંજુબાબાએ પિતા સુનિલ દત્તને કહ્યુ હતુ, ''મારી નસોમાં મુસ્લિમ....'',sanjay dutt involved in 1993 mumbai blast case
    સંજય દત્ત તથા સુનીલ દત્ત

    સુનિલ દત્તને લાગ્યો આઘાતઃ
    પિતા સુનિલ દત્ત દીકરાની આ કરતૂતથી આઘાતમાં આવી ગયા હતાં. તેમને પહેલા તો વિશ્વાસ જ ના થયો કે સંજય આવું કંઈ કરી શકે છે. પોલીસે તમામ વાતો સુનિલ દત્તને કહી દીધી હતી. જોકે, સુનિલ દત્ત આ બધું જ પોતાના દીકરાના મોંએથી સાંભળવા માંગતા હતાં. સુનિલ દત્તે જ્યારે દીકરાને પૂછ્યું કે તેણે હથિયાર કેમ લીધા, તો સંજયનો જવાબ સાંભળીને તેઓ પોતાની જાત પર વિશ્વાસ કરી શક્યા નહીં. સંજય દત્તે જવાબ આપ્યો હતો, ''મારી નસોમાં મુસ્લિમનું લોહી દોડી રહ્યું છે...મુંબઈમાં જે પમ થયું તે મારાથી સહન થયું નહીં...'' ઉલ્લેખનીય છે કે સુનિલ દત્ત હિંદુ તથા માતા નરગિસ મુસ્લિમ હતી. જોકે, દત્ત પરિવારમાં ક્યારેય હિંદુ-મુસ્લિમ જેવું વાતાવરણ હતું નહીં પરંતુ સંજય દત્તના આ જવાબથી સુનિલ દત્તને પોતાની જાત પર શરમ આવવા લાગી હતી.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ