મુંબઈઃ 'સંજુ'ને લઈ ચાહકોમાં ઘણી જ ઉત્સુકતા જોવા મળે છે. ફિલ્મમાં 1993 મુંબઈ બ્લાસ્ટમાં સંજય દત્તની પૂછપરછ પોલીસ કરતી હોય છે, તેવો એક સીન બતાવવામાં આવ્યો છે. જોકે, ઘણાં ઓછા ચાહકોને ખ્યાલ હશે કે જ્યારે અસલમાં સંજય દત્તનું નામ બ્લાસ્ટ કેસમાં આવ્યું ત્યારે તેનું રિએક્શન શું હતું. જ્યારે આ અંગે પિતા સુનિલ દત્તને ખબર પડી ત્યારે તેમને ઘેરો આઘાત લાગ્યો હતો. યાસિર ઉસ્માનની બુક 'ધ ક્રેઝી અનટોલ્ડ સ્ટોરી ઓફ બોલિવૂડ બેડ બોય સંજય દત્ત'માં આ અંગેની વાત કરવામાં આવી છે. સુનિલ દત્તે જ્યારે દીકરાને પૂછ્યું કે તેણે હથિયારો કેમ લીધા ત્યારે સંજય દત્તે જવાબ આપ્યો હતો કે તેનામાં મુસ્લિમનું લોહી વહી રહ્યુ છે.
પોલીસ મુંબઈ બ્લાસ્ટના ષડયંત્રોની કરતી હતી શોધઃ
મુંબઈ બ્લાસ્ટ થયા બાદ પોલીસ આ ષડયંત્ર કોણે રચ્યું તેની શોધમાં લાગી હતી. પોલીસને જ્યારે જાણ થઈ કે આમાં બોલિવૂડના પણ કેટલાંક લોકો સામેલ છે, ત્યારે તેણે શકના આધારે પ્રોડ્યુસર હનિફ કડાવાલા તથા સમીર હિંગોરાને પૂછપરછ માટે માહિમ પોલીસ સ્ટેશન બોલાવ્યા હતાં. તે સમયે આ બંને સંજય દત્તની ફિલ્મ 'સનમ' પ્રોડ્યુસ કરી રહ્યા હતાં.
શરૂઆતમાં બંને બચતા રહ્યાં:
પોલીસ પૂછપરછમાં શરૂઆતમાં હનિફ કોઈ પણ જવાબ આપવાથી બચતો હતો. જોકે, પોલીસ સામે તેનું કંઈ બહુ ચાલ્યું નહીં અને અંતે તેણે કહ્યુ હતુ કે પોલીસ હંમેશા તેના જેવી નાની માછલીઓને જ પરેશાન કરે છે, જ્યારે મોટા લોકો આમ જ ફરતા રહે છે. આ મોટા લોકો અન્ય કોઈ નહીં પણ સંજય દત્ત હતો.
વાંચો રણબિરે કેવી રીતે બનાવી સંજુબાબા જેવી બોડી?
પત્રકાર પરિષદમાં સંજયનું નામ ઉછળ્યું:
મુંબઈ બ્લાસ્ટ બાદ પોલીસે એક પત્રકાર પરિષદ બોલાવી હતી, જેમાં સંદિગ્ધ આરોપીઓના નામ આપવાના હતાં. પોલીસે જેવું હનિફ તથા સમીરનું નામ લીધું એટલે એક રિપોર્ટરે સંજય દત્તનું નામ લીધું હતું. આ માત્ર એક તુક્કો હતો. તે સમયે સંજય દત્ત, હનિફ-સમીરની પ્રોડ્યુસ કરેલી ફિલ્મમાં કામ કરતો હતો. જોકે, રિપોર્ટરે સવાલ કર્યો હતો કે સંજય દત્ત પણ આમાં સામેલ છે કે નહીં, તેનો જવાબ પોલીસ આપી શકી નહીં. અલબત્ત, તે સમયે મીડિયાને ખ્યાલ આવી ગયો હતો કે આમાં સંજય દત્ત પણ સંડોવાયેલો છે.
(વાંચો, બીજા દિવસે અખબારના પહેલા પાને આવ્યા સંજય દત્તના ન્યૂઝ...)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.