Bollywood / ઈમરાન હાશ્મીના દીકરાએ જીતી કેન્સરની લડાઈ, 5 વર્ષ લાંબી સારવાર અને રાહ જોયા બાદ મળ્યા આ સારા સમાચાર

માત્ર ચાર વર્ષની ઉંમરમાં ઈમરાનના દીકરાને થઈ હતી કેન્સર જેવી ગંભીર બીમારી

divyabhaskar.com | Updated - Jan 14, 2019, 03:17 PM
Bollywood Actor Shared Cute Pics Of Him & Son With This Good News

મુંબઈઃ બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મીનો દીકરો હવે કેન્સરની બીમારી વિરુદ્ધની લડત જીતી ચૂક્યો છે. ઈમરાન હાશ્મીએ આ સારા સમાચાર પોતે જ ટ્વિટ કરી ફેન્સ સાથે શેર કર્યા હતા. ઈમરાને દીકરા સાથેની અમુક તસવીરો શેર કરવાની સાથે ફેન્સનો પ્રાર્થનાઓ કરવા બદલ આભાર માન્યો હતો. 9 વર્ષના અયાને 5 વર્ષની સારવાર બાદ અંતે કેન્સરને માત આપી હતી. ઈમરાન હાશ્મી અને પરવીન સહાનીના ફેબ્રુઆરી 2010માં જન્મેલા પ્રથમ સંતાન એવા અયાનને માત્ર 4 વર્ષની વયે કેન્સર થયું હોવાની વાત સામે આવી હતી. વર્ષ 2014ના પ્રારંભ જ્યારે ઈમરાનને દીકરાના કેન્સર પીડિત હોવાની જાણ થઈ ત્યારે તે આઘાતમાં હતો અને પોતાની જાતને જવાબદાર માનતા ક્યાં ખામી રહી ગઈ હોવાનું વિચારતો. જોકે બીમારી અંગેની વિસ્તૃત જાણકારી અને જાગૃતિના કારણે તે આ મામલે મજબૂત મન સાથે આગળ વધ્યો અને પોતાના અનુભવોને એક પુસ્તકનું સ્વરૂપ આપ્યું જેને ‘The Kiss of Life: How A Superhero and My Son Defeated Cancer’ નામ આપ્યું હતું.

ઈમરાન હાશ્મીએ ટ્વિટ કરી આપી માહિતી..


- દીકરા સાથેની ક્યૂટ તસવીરો શેર કરતા ઈમરાને લખ્યું હતું કે,"આજે 5 વર્ષ બાદ અયાન કેન્સર ફ્રી જાહેર કરવામાં આવ્યો છે. આ એક મુસાફરી જેવું રહ્યું છે. તમારા બધાની દુઆઓ અને પ્રાર્થનાઓ માટે આભાર. કેન્સર વિરુદ્ધની લડાઈ માટે તમારો પ્રેમ અને પ્રાર્થના કામ આવી. આશા કરું છું અને વિશ્વાસ છે કે આગળ ઘણું કરવાનું છે. તુ (દીકરો) આ લડાઈને જીતી શકે છે." આ ટ્વિટમાં ઈમરાને હેશટેગ #thekissoflife પણ વાપર્યો હતો.
- ઈમરાનની ટ્વિટ થકી આ સમાચાર મળ્યા બાદ ફેન્સ ઈમરાનને શુભકામનાઓ પાઠવી રહ્યાં છે તથા તેના દીકરાને આશીર્વાદ આપી રહ્યાં છે.
- વર્કફ્રન્ટની વાત કરીએ તો ઈમરાન હાશ્મીની અપકમિંગ ફિલ્મ ‘વાય ચીટ ઈન્ડિયા’ છે, જે પહેલા ‘ચીટ ઈન્ડિયા’ ટાઈટલ સાથે રીલિઝ થવાની હતી પરંતુ સેન્સર બોર્ડના નામ બદલવાની જીદને કારણે મેકર્સે ટાઈટલની આગળ ‘Why’ લગાવ્યું હતું. ઈમરાને સેન્સર બોર્ડની જીદનો વિરોધ કર્યો હતો. આ સાથે જ તેણે પોતાના ટ્વિટર હેન્ડલને ‘Why Emraan Hashmi’ કરી લીધું છે.
- ફિલ્મ 18 જાન્યુઆરીના રોજ રીલિઝ થઈ રહી છે, એવામાં ઈમરાન હાશ્મી માટે આના કરતા મોટી વાત કોઈ ના હોઈ શકે કે તેની ફિલ્મ રીલિઝ પહેલા જ તેને આટલા સારા સમાચાર મળ્યા છે. તાજેતરમાં જ રીતિક રોશનના પિતા અને એક્ટર-ડિરેક્ટર રાકેશ રોશનને પણ થ્રોટ કેન્સર હોવાનું સામે આવ્યું હતું, જે પછી તેમણે આ માટેની સારવાર શરૂ કરતા સર્જરી કરાવી હતી.

બિગ બીના ખાટલાના જવાબમાં ધરમપાજીએ 55 વર્ષ જૂની તસવીર પોસ્ટ કરીને લખ્યું, "જાટને ખાટલા પર જ ઊંઘ આવતી હતી"

X
Bollywood Actor Shared Cute Pics Of Him & Son With This Good News
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App