Home » Bollywood » Gossip » Shahrukh khan To katrina kaif And Salman khan To deepika padukone monthly electricity bill in lakhs

સલમાન-દીપિકાથી કરિના કપૂરના પતિ સૈફ સુધી, કોઈ 43 તો કોઈ ચૂકવે છે 30 લાખનું લાઈટ બિલ, દરમહિને લાખોનું ઈલેક્ટ્રિસિટી બિલ ભરે છે આ 7 બોલિવૂડ સ્ટાર્સ

Divyabhaskar.com | Updated - Nov 08, 2018, 05:04 PM

કેટરીના કૈફ યુઝ કરે છે લિમિટેડ લાઈટ્સ, સૌથી ઓછું છે તેનું બિલ

  • Shahrukh khan To katrina kaif And Salman khan To deepika padukone monthly electricity bill in lakhs
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    સલમાન ખાન અને સૈફ અલી ખાન પણ ભરે લાખોનું બિલ.

    મુંબઈઃ દિવાળીના પ્રસંગે બોલિવૂડ સ્ટાર્સે પોતાના ઘરને કલરફુલ લાઈટ્સથી ડેકોરેટ કરી રાખી છે. શાહરૂખ-સલમાનથી લઈ અમિતાભ બચ્ચન સુધીના સેલેબ્સ ઘરને ડેકોરેટ કરવા લાખો રૂપિયા ખર્ચ કરે છે. હવે શાહરૂખની જ વાત કરીએ તો તેની પાસે મુંબઈ, દુબઈ અને લંડનમાં 3 વૈભવી ઘર છે. આ સાથે જ મુંબઈ પાસેના અલીબાગમાં ફાર્મહાઉસ પણ છે. આ બંગલાઓમાંથી ‘મન્નત’માં શાહરૂખ ખાન રહે છે, આ ઘરનું લાઈટ બિલ 43 લાખ રૂપિયા આવે છે. આમ તો માત્ર શાહરૂખ જ નહીં અન્ય બોલિવૂડ સ્ટાર્સ પણ છે જેમનું લાઈટ બિલ લાખોમાં આવે છે.

    સલમાન ખાન


    - બોલિવૂડના દબંગ ખાન તરીકે ઓળખાતા સલમાન ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પોતાના સંપૂર્ણ પરિવાર સાથે રહે છે.
    - એક અહેવાલ અનુસાર, સલમાનના ઘરનું મહિને 23 લાખ રૂપિયા લાઈટ બિલ આવે છે.
    - સલમાનની અપકમિંગ ફિલ્મ્સમાં ‘ભારત’, ‘વોન્ટેડ-2’ અને ‘દબંગ-3’ જોવા મળશે.

    સૈફ અલી ખાન


    - સૈફ અલી ખાન પોતાની કેબિનનું જ મહિને લાઈટ બિલ 30 લાખ રૂપિયા ભરે છે. જેની પરથી સંપૂર્ણ બંગલાનું લાઈટ બિલ કેટલું હશે તેનો અંદાજ લગાવી શકાય છે.
    - છેલ્લે સૈફ ‘બાજાર’ ફિલ્મમાં જોવા મળ્યો હતો, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.


    (આગળની સ્લાઈડ્સમાં જાણો અન્ય બોલિવૂડ સેલેબ્સના ઘરના લાઈટ બિલ વિશે....)

    કમલ હસને બૉડીગાર્ડ બની બચાવ્યો હતો રાજેશ ખન્નાનો જીવ, કાકાનો શર્ટ સુદ્ધા ફાટી ગયો હતો છતાંય બાળકોની જેમ કરતાં હતાં વર્તન

  • Shahrukh khan To katrina kaif And Salman khan To deepika padukone monthly electricity bill in lakhs
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    દીપિકા પાદુકોણ

    - નવેમ્બર 14-15ના રોજ બોયફ્રેન્ડ અને એક્ટર રણવીર સિંહ સાથે લગ્ન કરવા જઈ રહેલી દીપિકા મહિને 13 લાખ રૂપિયા લાઈટ બિલના ભરે છે. 
    - ઉલ્લેખનીય છે કે, હાલ લગ્નના કારણે દીપિકાએ કોઈ ફિલ્મ સાઈન કરી નથી.

  • Shahrukh khan To katrina kaif And Salman khan To deepika padukone monthly electricity bill in lakhs
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    અમિતાભ બચ્ચન

    - અમિતાભ સંપૂર્ણ પરિવાર સાથે જુહૂ સ્થિત બંગલો ‘જલસા’માં રહે છે જેનું મહિને 22 લાખ રૂપિયા જેટલું બિલ આવે છે. 
    - બિગ બીની ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’ ગુરુવારે રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં અમિતાભે જબરદસ્ત એક્ટિંગ અને એક્શન સીન કર્યા છે.

  • Shahrukh khan To katrina kaif And Salman khan To deepika padukone monthly electricity bill in lakhs
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આમિર ખાન

    - આમિર પોતાના બાન્દ્રા સ્થિત એપાર્ટમેન્ટનું જ મહિને 22 લાખ રૂપિયા બિલ ભરે છે. આમિર અને અમિતાભ બચ્ચન પ્રથમવાર ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’ થકી સાથે કામ કરતા જોવા મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, 4 નવેમ્બરથી આમિર ફરીવાર ટીવી શો ‘સત્યમેન જયતે’ને હોસ્ટ કરતો જોવા મળશે.

  • Shahrukh khan To katrina kaif And Salman khan To deepika padukone monthly electricity bill in lakhs
    કેટરીના કૈફ

    - કેટરીના પોતાના મુંબઈ સ્થિત ઘરનું દરમહિને 10 લાખ રૂપિયા લાઈટ બિલ ભરે છે. આ લિસ્ટમાં તે સૌથી ઓછી વિજળી વાપરનારી સેલિબ્રિટી છે. ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’માં અમિતાભ બચ્ચન અને આમિર ખાનની સાથે કેટરીના પણ જોવા મળી રહી છે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ