બહેનના સોગંદને કારણે ધરમપાજીએ છોડી દીધી હતી સુપરહિટ ફિલ્મ ‘જંજીર’, આજે પણ પસ્તાઈ રહ્યાં છે

ફિલ્મના રાઈટ્સ ધર્મેન્દ્ર પાસે હતા અને જે તેમણે 17.5 હજાર રૂપિયામાં સલીમ ખાન પાસેથી ખરીદ્યા હતા.

divyabhaskar.com | Updated - Aug 14, 2018, 03:00 PM
Dharmendra Left Movie As Her Cousin Sister Denied To Work With Prakash mehra

મુંબઈઃ 1973માં રીલિઝ થયેલી ‘જંજીર’ ફિલ્મે જ અમિતાભ બચ્ચનને રાતોરાત સુપરસ્ટાર અને એંગ્રી યંગમેન બનાવી દીધા હતા. જોકે રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મના રાઈટ્સ ધર્મેન્દ્ર પાસે હતા અને જે તેમણે 17.5 હજાર રૂપિયામાં સલીમ ખાન પાસેથી ખરીદ્યા હતા. આ ફિલ્મ લાંબા સમય સુધી તેમની પાસે પડી રહી અને જ્યારે પ્રકાશ મેહરાએ તેની ડિમાન્ડ કરી તો ધરમપાજીએ ફિલ્મની સ્ક્રિપ્ટ તેમને આપી દીધી હતી. આ વાતનો ખુલાસો ધર્મેન્દ્રએ જાતે જ ફિલ્મની રીલિઝના 45 વર્ષ બાદ કર્યો છે. તેઓ પોતાની અપકમિંગ ફિલ્મ ‘યમલા પગલા દીવાના ફિર સે’ની પ્રમોશનલ ઈવેન્ટમાં બોલી રહ્યાં હતા.

બહેનના સોગંદને કારણે ધર્મેન્દ્ર ના કરી શક્યા ફિલ્મ


- ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે, તેમણે પ્રકાશ મેહરાને ફિલ્મની સ્ક્રિપ્ટ એટલે આપી દીધી કારણ કે તેમની સાથે સારા સંબંધ હતા અને તેઓ બંને પહેલા ‘સમાધિ’ ફિલ્મ સાથે કરી ચૂક્યા હતા.
- ધર્મેન્દ્રએ જાતે જ ‘જંજીર’ ફિલ્મમાં પ્રકાશ મેહરા સાથે કામ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આવુ તેમણે બહેને આપેલી કસમને કારણે કર્યું હતું.
- ધરમપાજીની પિતરાઈ બહેને પ્રકાશ મેહરાને એક ફિલ્મ બનાવવા મામલે વિનંતી કરી હતી. જોકે તેઓ માન્યા નહોતા. જે પછી પિતરાઈ બહેને ધરમપાજીને ફરી ક્યારેય પ્રકાશ મેહરા સાથે ફિલ્મમાં કામ ન કરવાના સોગંદ આપ્યા હતા.
- ધર્મેન્દ્રએ આ વાતનું સમ્માન કરતા ‘જંજીર’ છોડી હતી, જોકે આ વાતનો આજેય ધરમપાજીને પસ્તાવો છે.
- ઉલ્લેખનીય છે કે, દીકરા બોબી અને સની દેઓલ સાથેની ધરમપાજીની ફિલ્મ ‘યમલા પગલા દીવાના ફિર સે’ 31 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ રહી છે.

શમ્મી કપૂરની અર્થીને અમિતાભ બચ્ચનને આપી હતી કાંધ, ભાઈ શશિ કપૂર વ્હીલચેરમાં બેસીને આવ્યા હતા સ્મશાન

X
Dharmendra Left Movie As Her Cousin Sister Denied To Work With Prakash mehra
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App