82 વર્ષીય ધરમપાજી હવે લાગે છે એકદમ અશક્ત, ટ્રાફિકની વચ્ચે પોતાની કાર સુધી પહોંચવામાં પણ પડી તકલીફ, એક અજાણ્યા વ્યક્તિએ કરી મદદ

82 વર્ષીય ધર્મેન્દ્રનો એક વીડિયો હાલમાં સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો છે.

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 06:46 PM
at the age of 82, dharemendra looked week

મુંબઈઃ 82 વર્ષીય ધર્મેન્દ્રનો એક વીડિયો હાલમાં સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં ધર્મેન્દ્ર ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળે છે. વીડિયોમાં ધર્મેન્દ્ર ઘણાં જ નબળા જોવા મળે છે. આ જ કારણથી ટ્રાફિકની વચ્ચે ફસાયેલા ધર્મેન્દ્રને પોતાની કાર સુધી પહોંચવામાં ઘણી જ તકલીફ પડી હતી. ગાડી સુધી પહોંચવા માટે તે મુશ્કેલીમાં જોવા મળ્યાં હતાં. તેમને હેરાન-પરેશાન જોઈને એક વ્યક્તિ મદદે આવ્યો હતો અને તેમને ગાડી સુધી મૂકી આવ્યો હતો.


ચાહકોએ ક્લિક કરવા લાગ્યા સેલ્ફીઃ
રસ્તા વચ્ચે પોતાના ફેવરિટ સ્ટાર ધર્મેન્દ્રને જોતા જ ચાહકોની ભીડ જમા થઈ ગઈ હતી અને તેઓ સેલ્ફી ક્લિક કરવા લાગ્યા હતાં. એક વ્યક્તિએ તો ગાડીમાં બેઠા બાદ ધર્મેન્દ્રને ગળે લગાવ્યા હતાં.


ફિલ્મ ગઈ ફ્લોપઃ
2015માં 'સેકન્ડ હેન્ડ હસબન્ડ બાદ હાલમાં જ રીલિઝ થયેલી 'યમલા પગલા દિવાના ફિર સે' ધર્મેન્દ્ર બંને દીકરાઓ સની તથા બોબી દેઓલ સાથે જોવા મળ્યાં હતાં. જોકે, આ ફિલ્મ બોક્સ-ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી.


છ બાળકોના પિતાઃ
ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર લાઈમ-લાઈટથી દૂર રહે છે. 1954માં 19ની ઉંમરે ધર્મેન્દ્રે પ્રકાશ કૌર સાથે એરેન્જ મેરેજ કર્યાં હતાં. તેમને ચાર સંતાનો છે. અજય સિંહ(સની), વિજય સિંહ(બોબી), વિજેતા તથા અજેતા. 1980માં ધર્મેન્દ્રે હેમા સાથે બીજા લગ્ન કર્યાં હતાં. તેમને બે દીકરીઓ એશા તથા આહના દેઓલ છે.


ફાર્મ હાઉસ પર વિતાવે છે મોટા ભાગનો સમયઃ
એક ઈન્ટરવ્યૂમાં ધર્મેન્દ્રે કહ્યુ હતુ, ''હું જાટ છું અને જાટ જમીન તથા પોતાના ખેતરોને પ્રેમ કરે છે. મારો મોટા ભાગનો સમય લોનાવાલા સ્થિત પોતાના ફાર્મ હાઉસ પર જ વીતે છે. અમારું ફોકસ ઓર્ગેનિક ખેતી પર છે અને અમે ચોખા ઉગાડીએ છીએ. ફાર્મ હાઉસમાં મારી અમુક ભેંસો પણ છે.'' ધર્મેન્દ્ર પોતાના ખેતરમાં ઉગાડેલું અનાજ, શાકભાજી તથા તબેલાની ગાય-ભેંસોનું દૂધ પીવે છે. આ જ કારણ છે કે 82ની ઉંમરમાં પણ તે ફિટ દેખાય છે.

બોબી દેઓલે સેલિબ્રેટ કર્યો મોમ પ્રકાશ કૌરનો જન્મદિવસ, ફોટો શૅર કરીને લખ્યું, ''મોમ મારો પ્રેમ અને મારું જીવન છે...''

X
at the age of 82, dharemendra looked week
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App