• Home
  • Bollywood
  • Gossip
  • 82 વર્ષના ધરમપાજી એક્ટિંગથી દૂર તબેલામાં ગાયોને નાખે છે ચારો, ઉંચકે છે તગારા, dharm paaji busy in his farmhouse

82 વર્ષના ધરમપાજી એક્ટિંગથી દૂર તબેલામાં ગાયોને નાખે છે ચારો, ઉંચકે છે તગારા

હાલમાં ધર્મેન્દ્રે પોતાના સોશ્યિલ મીડિયામાં ફાર્મ હાઉસમાં તબેલામાં ગાયોને ચારો નાખતા હોય તેવો એક વીડિયો મૂક્યો હતો.

divyabhaskar.com | Updated - Jun 03, 2018, 03:08 PM
82 વર્ષના ધરમપાજી એક્ટિંગથી દૂર તબેલામાં ગાયોને નાખે છે ચારો, ઉંચકે છે તગારા, dharm paaji busy in his farmhouse

મુંબઈઃ હાલમાં ધર્મેન્દ્રે પોતાના સોશ્યિલ મીડિયામાં ફાર્મ હાઉસમાં તબેલામાં ગાયોને ચારો નાખતા હોય તેવો એક વીડિયો મૂક્યો હતો. આ સિવાય માથે તગારું ઉપાડ્યું હોય તેવી એક તસવીર પણ પોસ્ટ કરી હતી. ફાર્મ હાઉસમાં ધર્મેન્દ્ર પોતાના હાથે ઉગાડેલાં આંબાની ઝાડની કેરી સાથે જોવા મળે છે. આ વીડિયો હાલમાં ઘણો જ વાયરલ બન્યો છે. આ વીડિયોમાં ધર્મેન્દ્ર કહે છે, "આ મારા બગીચાની કેરી છે. આ આંબાનું ઝાડ મેં જાતે મારા હાથે લગાવ્યું હતું અને હવે તેમાં ફળ આવવા લાગ્યા. તમને કેવા લાગે છે?" વીડિયોમાં તેમની સાથે એક વ્યક્તિ છે. જે બગીચામાં કામ કરે છે. જોકે, ધર્મેન્દ્ર તેને પોતાનો દીકરો ગણાવે છે.

સલમાન-બોબી સાથે જોવા મળ્યાં હતાં ધર્મેન્દ્રઃ
ફાર્મ હાઉસની તસવીરો તથા વીડિયો વાયરલ થયા બાદ એક તસીવર સામે આવી છે, જેમાં સલમાન ખાન તથા બોબી દેઓલ જોવા મળે છે. બોબીની કરિયરને પાછી પાટે ચડાવવા માટે સલમાને તેને 'રેસ 3'માં કામ આપ્યું છે. આ ફિલ્મ ઈદ પર રીલિઝ થઈ રહી છે.


ધર્મેન્દ્ર ફાર્મ હાઉસ પર વિતાવે છે મોટા ભાગનો સમયઃ
એક ઈન્ટરવ્યૂમાં ધર્મેન્દ્રે કહ્યુ હતુ, ''હું જાટ છું અને જાટ જમીન તથા પોતાના ખેતરોને પ્રેમ કરે છે. મારો મોટા ભાગનો સમય લોનાવાલા સ્થિત પોતાના ફાર્મ હાઉસ પર જ વીતે છે. અમારું ફોકસ ઓર્ગેનિક ખેતી પર છે અને અમે ચોખા ઉગાડીએ છીએ. ફાર્મ હાઉસમાં મારી અમુક ભેંસો પણ છે.''


છેલ્લે 'સેકન્ડ હેન્ડ હસબન્ડ'માં જોવા મળ્યા હતા ધરમઃ
ધર્મેન્દ્રે પોતાની કરિયરમાં 'શોલે', 'માં', 'ચાચા ભતીજા', 'ધરમ વીર', 'રાજ તિલક', 'સલ્તનત' અને 'યકીન' જેવી અનેક પોપ્યુલર ફિલ્મ્સમાં કામ કર્યું છે. 82 વર્ષના થઈ ચૂકેલા ધર્મેન્દ્ર છેલ્લે 2015માં 'સેકન્ડ હેન્ડ હસબન્ડ'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મથી ગોવિંદાની દીકરી ટીનાએ ડેબ્યૂ કર્યું હતું.


(ધરમપાજી ફાર્મ હાઉસમાં સમય પસાર કરતા....)

ધરમપાજી પોતાના તબેલામાં ગાયોનો નીર નાખતા
ધરમપાજી પોતાના તબેલામાં ગાયોનો નીર નાખતા
પોતાના ફાર્મની કેરી સાથે ધરમપાજી
પોતાના ફાર્મની કેરી સાથે ધરમપાજી
પોતાના ખેતરમાં ધરમપાજી
પોતાના ખેતરમાં ધરમપાજી
દીકરા બોબી દેઓલ તથા સલમાન ખાન સાથે ધર્મેન્દ્ર
દીકરા બોબી દેઓલ તથા સલમાન ખાન સાથે ધર્મેન્દ્ર
X
82 વર્ષના ધરમપાજી એક્ટિંગથી દૂર તબેલામાં ગાયોને નાખે છે ચારો, ઉંચકે છે તગારા, dharm paaji busy in his farmhouse
ધરમપાજી પોતાના તબેલામાં ગાયોનો નીર નાખતાધરમપાજી પોતાના તબેલામાં ગાયોનો નીર નાખતા
પોતાના ફાર્મની કેરી સાથે ધરમપાજીપોતાના ફાર્મની કેરી સાથે ધરમપાજી
પોતાના ખેતરમાં ધરમપાજીપોતાના ખેતરમાં ધરમપાજી
દીકરા બોબી દેઓલ તથા સલમાન ખાન સાથે ધર્મેન્દ્રદીકરા બોબી દેઓલ તથા સલમાન ખાન સાથે ધર્મેન્દ્ર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App