મુંબઈઃ શ્રીદેવીની દીકરી જાહન્વી કપૂરની મચ અવેટેડ ફિલ્મ ‘ધડક’નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. ટ્રેલર રીલિઝ થયાની અમુક જ મિનિટોમાં જ તે વાયરલ બન્યું હતું. આ ફિલ્મ 20 જુલાઈના રોજ રીલિઝ થશે. ફિલ્મના ટ્રેલરમાં 5 એવી વાતો જોવા મળી, જે આ ફિલ્મને બ્લૉકબસ્ટર બનાવી શકે છે.
આ પાંચ કારણોને લીધે બ્લોકબસ્ટર ફિલ્મ બનશે ‘ધડક’
- 3 મિનિટ 3 સેકન્ડના ટ્રેલરમાં જાહન્વી અને ઈશાન ખટ્ટરની કેમિસ્ટ્રી શાનદાર લાગી રહી છે. ચાહકોના દિલો દિમાગમાં આ બંનેનો ઈનોસન્સ પ્રેમ છવાઈ જશે, તે નક્કી છે.
- આ ફિલ્મમાં રાજસ્થાનની ખુશ્બુ જોવા મળશે. ફિલ્મમાં ડાયલૉગથી લઈ ફિલ્મના લોકેશન તથા ડ્રેસિંગમાં રાજસ્થાની રંગ જોવા મળ્યો છે.
- એક્ટિંગની વાત કરીએ જાહન્વી જબરદસ્ત છે, તો સામે ઈશાન પણ બરોબરની ટક્કર આપી રહ્યો છે.
- ફિલ્મના અમુક ડાયલૉગ શાનદાર છે, જે તમને હસવા મજબૂર કરી દેશે. ઈશાન ફિલ્મના એક સીનમાં જાહન્વીને કહે છે કે "મને એક પપ્પી જોઈએ છે" આ સમયે જાહન્વી જવાબમાં કહે છે કે "પપ્પી..એટલે ગલૂડિયું"
- ટ્રેલરના અનેક સીન્સમાં જાહન્વી પોતાની માતા શ્રીદેવી જેવી લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.