Home » Bollywood » Gossip » BF રણવિર છે શૂટિંગમાં વ્યસ્ત, દીપિકા કરી રહી છે મોમ સાથે લગ્નનું શોપિંગ, deepika padukone bought jewellery

BF રણવિર છે શૂટિંગમાં વ્યસ્ત, દીપિકા કરી રહી છે મોમ સાથે લગ્નનું શોપિંગ, લીધા ઘરેણાં

Divyabhaskar.com | Updated - Jun 07, 2018, 04:16 PM

આ વરસાદી માહોલ બરોબર જામે તે પહેલાં જ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પોતાનું શોપિંગ ઝડપભેર પૂરું કરવા માંગે છે

  • BF રણવિર છે શૂટિંગમાં વ્યસ્ત, દીપિકા કરી રહી છે મોમ સાથે લગ્નનું શોપિંગ, deepika padukone bought jewellery
    ડાબે, 'સિમ્બા'ના શૂટિંગ દરમિયાન રણવિર-સારા, દીપિકા મોમ ઉજ્જલા સાથે

    મુંબઈઃ મુંબઈમાં વરસાદની સિઝન શરૂ થઈ ચૂકી છે. આ વરસાદી માહોલ બરોબર જામે તે પહેલાં જ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પોતાનું શોપિંગ ઝડપભેર પૂરું કરવા માંગે છે. હાલમાં જ દીપિકા મોમ ઉજ્જલા સાથે શોપિંગ કરતી જોવા મળી હતી.


    નવેમ્બરમાં લગ્નઃ
    સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાલમાં પાદુકોણ પરિવાર શોપિંગમાં ઘણો જ વ્યસ્ત છે. માનવામાં આવે છે કે આ વર્ષે નવેમ્બરમાં દીપિકા-રણવિરના લગ્ન છે. લગ્ન પહેલાં જ દીપિકા તથા તેનો પરિવાર તમામ ખરીદી કરી લેવા માંગે છે. દીપિકાની મોમ હાલમાં મુંબઈ આવ્યા છે અને દીપિકા પણ શૂટિંગમાં વ્યસ્ત નથી. તેથી બંનેએ જ્વેલરી શોપિંગ કરવાનો નિર્ણય લીધો હતો.


    પહેલેથી જ સ્ટોરમાં કહી હતી આ વાતઃ
    દીપિકાએ જ્વેલરી શોપમાંથી શું ખરીદ્યું તે હજી જાણી શકાયું નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપિકાએ જ્વેલરી શોપને પહેલેથી જ સૂચના આપી દીધી હતી કે તે મોમ સાથે ખરીદી કરવા આવશે અને તેને શું લેવું છે. દીપિકા અને તેની મોમ જ્વેલરી શોપમાં આવીને તરત જ પોતાની મનગમતી ડિઝાઈન્સની વસ્તુઓ લઈને નીકળી ગયા હતાં.


    રણવિર શૂટિંગમાં વ્યસ્તઃ
    રણવિર સિંહે હાલમાં જ ધર્મા પ્રોડક્શનની ફિલ્મ 'સિમ્બા'નું શૂટિંગ શરૂ કર્યું. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં રણવિરની સાથે સારા અલી ખાન છે. રણવિરે નવેમ્બર તથા ડિસેમ્બર મહિનામાં કોઈ જ પ્રોજેક્ટ્સ રાખ્યા નથી. આ બંને મહિના ફ્રી છે.


    મુંબઈમાં થશે લગ્નઃ
    રણવિર તથા દીપિકા 19 નવેમ્બરે મુંબઈમાં જ લગ્ન કરે તેવી શક્યતા છે. લગ્નમાં માત્ર ક્લોઝ ફેમિલી મેમ્બર્સ તથા ફ્રેન્ડ્સ રહેશે. જ્યારે ગ્રાન્ડ રિસેપ્શનમાં બોલિવૂડની અનેક દિગ્ગજ હસ્તીઓ સામેલ રહેશે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ