• Gujarati News
  • National
  • દીપિકા પાદુકોણનો ખુલાસો, Deepika Padukone Opens Up Metoo Campaign

દીપિકા પાદુકોણે કહ્યું, ''બોલિવૂડના લોકો તેને બ્રેસ્ટ સર્જરીની આપતા હતા સલાહો''

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ આજના સમયની સૌથી સફળ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે એક મોટો ખુલાસો કર્યો છે. દીપિકાનાં મતે, શરૂઆતના દિવસોમાં બોલિવૂડમાં તેને પણ એક મહિના હોવાને કારણે ભેદભાવનો ભોગ બનવું પડ્યું હતું. દીપિકાએ કહ્યું હતું કે તેને બોલિવૂડમાં એમ કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ ડિરેક્ટર્સનું ધ્યાન તેના પર ત્યારે જ જશે જ્યારે તે બ્રેસ્ટ સર્જરી કરાવશે. દીપિકાએ આ ખુલાસો ઈન્ટરનેશનલ મેગેઝિન ઈવનિંગ સ્ટાન્ડર્ડને આપેલા ઈન્ટરવ્યૂમાં કર્યો છે. મેગેઝીનના જૂન અંકના કવર પેજ પર દીપિકા જોવા મળી છે. આ વાતચીત #MeToo કેમ્પેઈન હેઠળ જ કરવામાં આવી છે. દીપિકાએ એમ પણ કહ્યું હતું કે ભારતમાં પણ હવે આની પર વાત થઈ રહી છે. તેઓ બધા આમાં સાથે છે.

 

આ વાંચવાનું ભુલશો નહીંઃ- લગ્ન બાદ મુંબઈ આવેલાં કપલનું, સાસુએ નહીં રૂબીનાના ફેન્ડની માતાએ કરાવ્યું ગૃહપ્રવેશ

 

શું છે #MeToo કેમ્પેઈન?


વિશ્વભરની મહિલાઓ પોતાના વિરૂદ્ધ થયેલા ભેદભાવ તથા યૌન ઉત્પીડનની સામે અવાજ ઉઠાવી રહી છે. આને જ #MeToo કેમ્પેઈન નામ આપવામાં આવ્યું છે. પાંચ ઓક્ટોબર, 2017ના રોજ હોલિવૂડ એક્ટ્રેસ રોજ મેકગોવેન અને એશ્લે જુડે સૌ પહેલાં ડિરેક્ટર હાર્વે વિંસ્ટિનની સામે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદ આરોપોનું પૂર આવી ગયું હતું. હોલિવૂડની અનેક એક્ટ્રેસિસે વિંસ્ટિન પર રેપ તથા યૌન શોષણના આરોપ લગાવ્યા હતાં. એન્જેલિના જોલી તથા સલમા હાયક જેવી બિગ એક્ટ્રેસિસે પણ હાર્વે પર આરોપો લગાવ્યા હતાં. અત્યાર સુધી #MeToo કેમ્પેઈન સાથે લાખો મહિલાઓ જોડાઈ ચૂકી છે. કેમ્પેઈનમાં ભારતમાંથી પણ અનેક સેલેબ્ક જોડાયા છે. જેમાં પ્રિયંકા ચોપરા, મલ્લિકા દુઆનાં નામ સામેલ છે. 

 

25 મેએ વિંસ્ટિને કર્યું હતું સરેન્ડરઃ


31 મે, 2018ના રોજ મેનહટ્ટન ગ્રેન્ડ જૂરીએ રેપ તથા યૌન અપરાધોના આરોપ નક્કી કર્યાં હતાં. મેનહટ્ટન જિલા એટર્ની સાઈરસ વાન્સે કહ્યું હતું કે આરોપ નક્કી થયા બાદ કેસનું મીડિયા ટ્રાયલ થશે નહીં અને પ્રત્યક્ષ રીતે અદાલતમાં જ સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે હાર્વેએ 25મેએ સરેન્ડર કર્યું હતું. ત્યારબાદ પોતાનો પાસપોર્ટ જમા કરાવી દીધો હતો અને ત્યારબાદ 10 લાખ ડોલરની જામીન પર છૂટો થયો હતો.