14 વાર ફેલ થઈ'તી કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહની પ્રેગ્નેન્સી, સલમાને આપેલી સલાહથી બની બે બાળકોની માતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ કોમેડિયન અને એક્ટર કૃષ્ણા અભિષેકે જણાવ્યું હતું કે, સલમાન ખાને તેને અને કાશ્મીરાને સરોગેસીની સલાહ આપી હતી. કૃષ્ણાએ પોતાની લેટેસ્ટ ફિલ્મ ‘તેરી ભાભી હૈ પગલે’ના એક પ્રમોશનલ ઈન્ટરવ્યૂમાં આ વાત કરી હતી. કૃષ્ણાએ કહ્યું હતું કે,‘સલમાને અમને સરોગેસી પ્રત્યે વિશ્વાસ અપાવ્યો હતો. તે અમારો ફેમિલી મેમ્બર નથી, પરંતુ સુપરસ્ટાર હૈ. તેમછતાં અમને ફેમિલીની જેમ ટ્રિટ કરે છે. લોકોને લાગશે કે હું તેના ખોટા વખાણ કરી રહ્યો છું, જોકે ક્યારેય આ વાત અન્ય સેલેબ્સ માટે નહી કહી શકું. સલમાન પરફેક્ટ બીઈંગ હ્યૂમનનું ઉદાહરણ છે. પરંતુ જ્યારે કોઈ તેમને આ વાત જણાવે છે તો શરમ અનુભવે છે.’

 

14 વખત કાશ્મીરાની પ્રેગ્નન્સી થઈ ફેલ, લોકો ફિગર અંગે મારતા ટોણાં


- કૃષ્ણા અને કાશ્મીરાના લગ્ન 2013માં થયા હતા અને તેઓ મે 2017માં સરોગેસી થકી જોડિયા બાળકોના માતા-પિતા બન્યા હતા. 
- બાળકોના જન્મના એક વર્ષ બાદ કાશ્મીરાએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,‘મે ફેમિલી પ્લાનિંગ માટે મારા કામથી અંતર કરી લીધુ હતું અને છેલ્લા 3 વર્ષથી કંસીવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એમ થયું નહીં. જ્યારે નેચરલી કંસીવ નથી કરી શકતા ત્યારે ઘણી મુશ્કેલી થાય છે. જેના કારણે મારી હેલ્થ ડાઉન થવા લાગી. મે બાળકો માટે આઈવીએફ ટેકનોલોજીની મદદ લીધી. તમે નહીં માનો 14 વખત મારા પ્રેગ્નન્સી અટેમ્પટ ફેલ રહ્યાં. આઈવીએફ ઈન્જેકશનની મદદ લેવાના કારણે મારું વજન ઘણું વધી ગયું હતું. મારી કમર 24 થી 32 ઈંચ થઈ ગઈ હતી. આ મારા માટે ઘણો જ પીડાદાયક સમય હતો. જોકે મે હિંમત ન હારી. લોકો ટોણાં મારતા કે હું ફિગરના ચક્કરમાં પ્રેગ્નન્ટ થવા નથી માગતી, પરંતુ આમ નથી. મે પ્રેગ્નન્ટ થવા ઘણા પ્રયાસ કર્યા. હું તે સરોગેટ મધરનો સાચા દિલથી આભાર માનું છું જેણે મારા બાળકોને જન્મ આપ્યો અને આટલી પીડા સહન કરી.’
- કૃષ્ણા અને કાશ્મીરાએ પોતાના બાળકોના નામ રિયાન અને કૃશંક રાખ્યા છે.

 

કાશ્મીરાને છે દીકરીની ઈચ્છા


- એપ્રિલમાં કાશ્મીરાએ કહ્યું હતું કે, તે અને કૃષ્ણા એક દીકરી ઈચ્છે છે. 
- કાશ્મીરાએ કહ્યું હતું કે, ‘અમે દીકરીને દત્તક પણ લઈ શકીએ છીએ અને એવું પણ બને કે હું પ્રેગ્નન્ટ થઈ જાઉં. અમે પોતાના ઘરે એક દીકરીને લાવવા ઈચ્છીએ છીએ. ભગવાનની ઈચ્છા હશે તો હું પ્રેગ્નન્ટ થઈશ નહીં તો સરોગેસીની મદદ પણ લઈ શકીએ છીએ. આમ ન થાય તો અમે દીકરી દત્તક લેશું.’

 

આંખ મારનાર પ્રિયા પ્રકાશ બની ગ્લેમરસ, કિસ્મત ચમકતા જાહેરાત માટે મળી 1 કરોડ રૂ.ની ઓફર!