તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માત્ર 17 વર્ષની ઉંમરમાં પ્રિયંકા ચોપરાએ કરાવ્યું હતું પહેલું ફોટોશૂટ, ઓળખી નહીં શકો એ નક્કી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ પ્રિયંકા ચોપરાએ 11 વર્ષ નાના અમેરિકન સિંગર નિક જોનાસ સાથે સગાઈ કરી લીધી છે. 18 ઓગસ્ટના રોજ બંનેની સગાઈ તથા પાર્ટી હતી. સોશ્યિલ મીડિયામાં આ પાર્ટી તથા સગાઈની તસવીરો વાયરલ બની છે. 18 વર્ષ પહેલાં પ્રિયંકાએ મિસ વર્લ્ડ ટાઈટલ જીત્યું હતું. આ ટાઈટલ જીત્યા બાદ પ્રિયંકાની ફિલ્મી કરિયર શરૂ થઈ હતી. જોકે, આ ટાઈટલ જીત્યા પહેલાં પ્રિયંકાએ 17 વર્ષની ઉંમરમાં એક ફોટોશૂટ કરાવ્યું હતું. તે સમયે પ્રિયંકા બરેલીમાં રહેતી હતી. તે સમયની પ્રિયંકાને ઓળખી પણ શકાય નહીં.


લુકમાં આવ્યો જબરજસ્ત બદલાવઃ
પ્રિયંકાએ બરેલીમાં માત્ર 17 વર્ષની ઉંમરમાં ફોટોશૂટ કરાવ્યું હતું. પ્રિયંકા હવે 36 વર્ષની છે. એટલે કે આ 19 વર્ષમાં પ્રિયંકાના લુકમાં જબરજસ્ત પરિવર્તન આવ્યું છે. પહેલાં ફોટોશૂટમાં પ્રિયંકા એકદમ સિમ્પલ જોવા મળે છે.


પિતાએ જીન્સ અને ટી-શર્ટ પહેરવાની પાડી હતી નાઃ
એક ઈન્ટરવ્યૂમાં પ્રિયંકાએ કહ્યું હતું કે 16 વર્ષની ઉંમરમાં જ્યારે તે અમેરિકાના બોસ્ટન ભણવા આવી ત્યારે તેના પિતા સ્વ. ડૉ અશોક ચોપરાએ તેને જીન્સ અને ટી-શર્ટ પહરેવાની ના પાડી હતી. પિતાએ તેને સલવાર-સૂટ પહેરવાનું કહ્યું હતું.


પરિણીતીના પિતા થયા હતાં ગુસ્સેઃ
પ્રિયંકાએ કહ્યું હતું જ્યારે તેને ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી ત્યારે તેના કાકા પવન ચોપરાએ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સારા ઘરની છોકરીઓ આવા બધા કામ કરતી નથી. નોંધનીય છે કે પરિણીતીના પિતા પવન ચોપરા છે.

 

 

પ્રિયંકા ચોપરાની ભાવિ સાસુમા ડેનિસ સુંદરતામાં નથી કોઈનાથી ઓછી, 52ની ઉંમરમાં પણ લાગે છે મનમોહક