​બેગમ કરિનાએ બાજરી ઘી ગોળ ખાઈ ઉતાર્યું 18 KG વજન, આ છે Fitness Secret

પ્રેગ્નન્સી બાદના થોડાં અઠવાડિયા પછી તરત જ કરિનાએ યોગા તથા વર્કઆઉટ કરવાની શરૂઆત કરી દીધી હતી.

divyabhaskar.com | Updated - Apr 01, 2018, 03:51 PM
kareena kapoor eaten ghee and bajara rotla in her diet

મુંબઈઃ હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ કરિનાનાં ફિગરની ઘણી જ ચર્ચા છે. બોલિવૂડ એક્ટ્રેસે 20 ડિસેમ્બર, 2016માં પુત્ર તૈમુરને જન્મ આપ્યો હતો. પ્રેગ્નન્સી બાદના થોડાં અઠવાડિયા પછી તરત જ કરિનાએ યોગા તથા વર્કઆઉટ કરવાની શરૂઆત કરી દીધી હતી. કરિનાએ છ મહિનામાં લગભગ 16 કિલો જેટલું વજન ઉતાર્યું છે. કરિનાએ તૈમુરના જન્મના ત્રણ મહિના બાદ કામ કરવાની શરૂઆત કરી દીધી હતી.

ક્યારેક જીમ તો ક્યારેક યોગ ક્લાસની બહાર જોવા મળી કરિનાઃ
કરિના કપૂર ઘણીવાર બાંદ્રા જીમની બહાર પોતાની ફ્રેન્ડ્સ અમૃતા તથા મલાઈકા અરોરા સાથે જોવા મળે છે. આ સાથે જ યોગ ક્લાસિસની બહાર પણ જોવા મળે છે. કરિના પોતાની ટ્રેનરની દેખરેખમાં સતત ડાયટ તથા વર્ક આઉટ પર ધ્યાન આપી રહી છે.

હાલમાં જ ઘટાડ્યું 3 કિલો વજનઃ
હાલમાં જ કરિના કપૂર એક્ટર તુષાર કપૂરના પુત્ર લક્ષ્યની બર્થડે પાર્ટીમાં આવી હતી. આ સમયે કરિના ઘણી જ પાતળી લાગતી હતી. આટલું જ નહીં કરિના હજી ત્રણ કિલો વજન ઘટાડવાની છે.

ઓગસ્ટમાં શરૂ કરશે શૂટિંગઃ
કરિના કપૂર ફિલ્મ 'વીરે દી વેડિંગ'નું ઓગસ્ટ મહિનામાં શૂટિંગ શરૂ કરશે.

(વાંચો, દિવસની શરૂઆત કેવી રીતે કરે છે કરિના કપૂર....)

kareena kapoor eaten ghee and bajara rotla in her diet

પ્રેગ્નન્સી બાદ આમ ઉતાર્યું વજનઃ
કરિના કપૂરે કહ્યું હતું કે પ્રેગ્નન્સી બાદ તે તરત જ વજન ઉતારવા માંગતી હતી. તેના માટે રૂજુતાએ તેને બધું ખાવાનું કહ્યું છે પરંતુ તે યોગ્ય પોર્શનમાં ફૂડ લે છે. વજન ઉતારવાની પાછળ સાયન્સ છે અને રૂજુતાની મદદથી તેણે વજન ઉતાર્યું છે.

kareena kapoor eaten ghee and bajara rotla in her diet

દિવસની શરૂઆત કરે છે આમઃ
કરિના કપૂરે કહ્યું હતું કે તે દિવસની શરૂઆત ફ્રૂટ કે પછી ગરમ પાણીથી દિવસની શરૂઆત કરે છે. દર બેથી ત્રણ કલાકે થોડું થોડું જમવાનું લે છે. તે બપોરે લંચમાં બાજરાનો રોટલો, બાઉલ ભરીને શાક, પરોઠા, ઘી-ગોળ, એક ચમચી ઘી નાખેલાં ભાત, દહીં લે છે. રાતે કરિના કપૂર ખિચડી ખાય છે. આજે પણ કરિનાને ખિચડી બહુ જ ભાવે છે અને તે બાઉલ ભરીને ખિચડી ખાય છે. 

kareena kapoor eaten ghee and bajara rotla in her diet

દોઢ કલાક ચાલે છે ટ્રેડમિલ પરઃ
30 મિનિટ ચાલવાને બદલે કરિના કપૂર દોઢ કલાક સુધી ટ્રેડમિલ પર ચાલે છે. જેને કારણે તેનું વજન ઝડપથી ઉતર્યું છે. કરિનાને મોડે સુધી જાગવાની ટેવ હતી અને તે રાતના મોડી સૂતી હતી. જોકે, રૂજુતાએ તેને વહેલા સૂવાનું કહ્યું છે. રૂજુતા રોજ રાત્રે 10 વાગે ફોન કરીને સૂવાનું કહે છે. આને કારણે સૈફ તેને ઘણીવાર કહે છે કે હવે જીવન થોડું કંટાળાજનક થઈ ગયું છે.

kareena kapoor eaten ghee and bajara rotla in her diet

વજન નહીં ડાર્ક સર્કલની હતી ચિંતાઃ
કરિના કપૂરને પ્રેગ્નન્સી બાદ પોતાના વધેલા વજનની નહીં પરંતુ ડાર્કસર્કલ્સની ચિંતા હતી. રૂજુતાએ તેને વિટામિન બી12 તથા આર્યન લેવાનું કહ્યું હતું. તેના માટે કરિના તલનાં લાડું ખાય છે. આ સિવાય હૅરફોલ થતો હોવાને કારણે કરિના કાજુ પણ ખાય છે. 

kareena kapoor eaten ghee and bajara rotla in her diet

દારૂ પીવો હોય તો ડાયટમાં કરે છે ફેરફારઃ
કરિનાએ કહ્યું હતું કે જો તેણે ડ્રિંક કરવું હોય તો તે ત્રણ દિવસ પહેલાં રૂજુતાને ઈન્ફોર્મ કરે છે અને તે ડાયટમાં ફેરફાર કરીને તેને દારૂ પીવાની હા પાડે છે. રાતના સૂતા પહેલાં ટીવી જોતા સમયે કરિના કપૂર એક મોટો ગ્લાસ દૂધ પીવે છે. 

kareena kapoor eaten ghee and bajara rotla in her diet

તૈમુર નથી બેસવા દેતોઃ
કરિનાએ કહ્યું હતું કે તેના દિકરા તૈમુરને સતત તેડીને રાખવો પડે છે. જો તેને સૂવાડી દેવામાં આવે તો તે તરત જ રડવા લાગે છે. એટલે તે ઘરમાં તૈમુરને તેડીને આમથી તેમ ચાલતી રહે છે.

kareena kapoor eaten ghee and bajara rotla in her diet

પ્રેગ્નન્સી સમયને કર્યો હતો એન્જોયઃ
કરિના કપૂરે કહ્યું હતું કે પ્રેગ્નન્સી દરમિયાન તે જાડી થઈ ગઈ હતી. જોકે, તે ફેશન શો તથા પબ્લિક ઈવેન્ટમાં હાજરી આપતી હતી. આ નવ મહિનાને તેણે ભરપૂર એન્જોય કર્યાં હતાં. આ જીવનનો એક તબક્કો છે અને મહિલાઓએ આનાથી શરમાવવાની જરૂર નથી. પ્રેગ્નન્સી દરમિયાન તેણે ઘીના પરોઠા તથા પિત્ઝા બહુ જ ખાધા હતાં.

X
kareena kapoor eaten ghee and bajara rotla in her diet
kareena kapoor eaten ghee and bajara rotla in her diet
kareena kapoor eaten ghee and bajara rotla in her diet
kareena kapoor eaten ghee and bajara rotla in her diet
kareena kapoor eaten ghee and bajara rotla in her diet
kareena kapoor eaten ghee and bajara rotla in her diet
kareena kapoor eaten ghee and bajara rotla in her diet
kareena kapoor eaten ghee and bajara rotla in her diet
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App