Divya Bhaskar

Home » Bollywood » Gossip » anant ambani and radhika clicked mumbai restaurant

મુકેશ અંબાણીનો દીકરો અનંત મુંબઈમાં કથિત પ્રેમિકા રાધિકા મર્ચન્ટ સાથે રેસ્ટોરન્ટની બહાર મળ્યો જોવા

Divyabhaskar.com | Updated - Aug 06, 2018, 03:28 PM

અનંત અંબાણી હાલમાં જ મુંબઈના બાંદ્રાની બાસ્ટિન રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યો હતો

  • anant ambani and radhika clicked mumbai restaurant

    મુંબઈઃ બિઝનેસ ટાઈકૂન મુકેશ અંબાણી તથા નીતા અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી હાલમાં જ મુંબઈના બાંદ્રાની બાસ્ટિન રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યો હતો. અનંત અંબાણી જે સમયે રેસ્ટોરન્ટમાં એન્ટર થયો તે જ સમયે તેની કથિત પ્રેમિકા રાધિકા મર્ચન્ટ પણ રેસ્ટોરન્ટમાં આવી હતી. જોકે, મર્ચન્ટ કે અંબાણી પરિવારમાંથી કોઈએ પણ હજી સુધી આ સંબંધોની પૃષ્ટિ કરી નથી.


    જાણીતા ઉદ્યોગપતિની દીકરીઃ
    રાધિકા જાણીતા ઉદ્યોગપતિ ઘરાણા મર્ચન્ટ પરિવારની છે. તેના પિતા વિરેન મર્ચન્ટ એન્કર હેલ્થકેર, એન્કર પોલિમર, હેલસ્યોન લેબ્ઝ જેવી કંપનીઓ ધરાવે છે.
    કચ્છી ભાટિયા કુટુંબના વિરેન મર્ચન્ટના પિતા અજીતકુમાર ગોરધનદાસ મર્ચન્ટ (ખટાઉ) પણ ધીરુભાઈ અંબાણીની માફક સાધારણ ટ્રેડરમાંથી અગ્રણી ઉદ્યોગપતિ બન્યા હતા.


    ન્યૂયોર્કમાં કર્યો છે અભ્યાસઃ
    રાધિકા મર્ચન્ટ ન્યૂયોર્કમાં એજ્યુકેશન લીધા બાદ ભારત પરત ફરી છે. અહીં પરત ફર્યા પછી તે ઈસ્પ્રાવાની ટીમ સેલ્સ એક્ઝીક્યૂટીવ તરીકે જોડાઈ. અહીંયા તેનું મુખ્ય કામ કંપનીના દરેક ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને બજારના રિસ્પોન્સ સાથે કંપનીની પ્રોડક્ટને જોડવાનું છે.


    ઈશા-આકાશની સગાઈમાં જોવા મળી હતી રાધિકાઃ
    ઈશા અંબાણીની સગાઈની પાર્ટીમાં રાધિકા ખાસ હાજર રહી હતી. જ્યારે આકાશની સગાઈમાં પણ રાધિકાની હાજરી સૂચક હતી.

    મોટા બિઝનેસમેન હોવા છતાંય અંબાણી પરિવાર નથી ભૂલ્યું ગુજરાતી વિધિ, વહુની કરી ચાંદલાવિધિ

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending