Bollywood / જાહન્વી બાદ બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે શ્રીદેવીની નાની દીકરી, આ અંગે કંઈક આવું વિચારે છે પિતા બોની કપૂર!

Khusi Kapoor Will Not Work In Modeling Industry Before Debut In Bollywood Movies

divyabhaskar.com

Jan 14, 2019, 05:13 PM IST

મુંબઈઃ બોની કપૂરની મોટી દીકરી જાહન્વી કપૂર બોલિવૂડમાં ગતવર્ષે ફિલ્મ ‘ધડક’થી ડેબ્યૂ કરી ચૂકી છે. હવે એવા અહેવાલ સામે આવી રહ્યાં છે કે ટૂંકસમયમાં સ્વ. શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. પિતા બોની કપૂરે નાની દીકરીના બોલિવૂડમાં આવવા અંગેની વાત તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહી હતી.

મૉડલિંગ બાદ બોલિવૂડમાં આવવા માગતી હતી ખુશી, જોકે હવે ડિરેક્ટ ફિલ્મ્સમાં કરશે એન્ટ્રી


- બોની કપૂરે ખુશી અંગે જણાવ્યું હતું કે,"ખુશી એક મૉડલ બનવા માગતી હતી અને તે મૉડલિંગ કરવા માગતી હતી. જોકે હવે તે એક એક્ટ્રેસ બનવા માગે છે. આમ કરવાનું કારણ મૉડલિંગ વર્લ્ડ અસ્થિર છે. જેના કારણે તેમને આ નિર્ણય લેવો પડ્યો હતો. જેના કારણે હવે ખુશી એક્ટ્રેસ બનશે. તેની માતા શ્રીદેવી એક પરફેક્શનિસ્ટ હતી અને ઘણી મહેનત કરતી હતી. શ્રીદેવીને લાગતું કે જાહન્વી અને ખુશીએ તમામ વસ્તુઓનો આનંદ લેવો જોઈએ. જેને તેમના માતા-પિતાએ મેળવ્યો છે."
- બોનીએ આગળ જણાવ્યું હતું કે,"મે તેને (ખુશીને) કહ્યું હતું કે, તેને જે કરવું હોય તે કરે. કારણ કે મને નહોતી ખબર કે અર્જુન કપૂરમાં અર્જુન કપૂર (એક્ટર તરીકે) બનવાના ગુણ છે. આ ટેલેન્ટ અંગે મને સલમાન ખાને જણાવ્યું હતું."

મહિલાઓ વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હાર્દિકે પોતાના પરિવારને શરમજનક સ્થિતિમાં મૂક્યોઃ અહાના કુમરા

X
Khusi Kapoor Will Not Work In Modeling Industry Before Debut In Bollywood Movies
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી