પ્રથમવાર સાવકા ભાઈ અર્જુન કપૂરના ઘરે ગઈ જ્હાનવી, કેમેરો જોઈ ભડકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ શ્રીદેવીની દીકરીઓ જ્હાનવી અને ખુશી કપૂર પ્રથમવાર સાવકા ભાઈ અર્જુન કપૂરના ઘરે પહોંચી હતી. તેમની સાથે પિતા બોની કપૂર પણ હતા. આ ઉપરાંત મોહિત મારવાહ પત્ની અંતરા માલી સાથે જોવા મળ્યો હતો. હાલ અર્જુન કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ ‘નમસ્તે લંડન’ની શૂટિંગમાં વ્યસ્ત છે. તે શૂટિંગમાંથી સમય કાઢી તાજેતરમાં જ મુંબઈ પહોંચ્યો હતો. અર્જુનના ઘરે પહોંચવાના સમાચાર મળ્યા બાદ પિતા બોની બંને દીકરીઓ સાથે તેને મળવા પહોંચ્યા હતા. અહીં કેમેરા સાથે ઘણા ફોટોગ્રાફર્સ જોવા મળતાની સાથે જ જ્હાનવી રોષે ભરાઈ હતી.

 
શ્રીદેવીના નિધન બાદ સાવકી બહેનોને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો અર્જુન....
 
- શ્રીદેવીના નિધનના સમાચાર મળ્યા બાદ અર્જુન કપૂર તમામ જૂની બાબતોને ભૂલી પોતાની સાવકી બહેનોને સંભાળતો જોવા મળ્યો હતો. આટલું જ નહીં સાવકી માતા શ્રીદેવીના નિધનના સમાચાર મળતા જ તે શૂટિંગ છોડી મુંબઈ પહોંચ્યો હતો. આ દુઃખના સમયમાં તેણે જ્હાન્વી અને ખુશીને સાથ આપ્યો. અર્જુન જ નહીં પણ તેની બહેન અંશુલા પણ આ દુઃખના સમયમાં પિતા અને સાવકી બહેનોના સપોર્ટમાં ઉભી રહી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.....)
અન્ય સમાચારો પણ છે...