• Gujarati News
  • National
  • પત્ની શ્રીની યાદમાં ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો બોની કપૂર, Kapoor Family Got Emotional After Received National Award

પત્ની શ્રીની યાદમાં ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો બોની કપૂર, દીકરીઓની આંખો પણ થઈ ભીની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 65માં નેશનલ એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સાંજે સાડા પાંચ વાગે આ એવોર્ડ વિતરણ કર્યું હતું. શ્રીદેવી, વિનોદ ખન્ના સહિત માત્ર 11 વિનર્સને જ રાષ્ટ્રપતિએ પોતાના હસ્તે એવોર્ડ આપ્યો હતો. આ પહેલાં માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની તથા રાજ્યવર્ધન સિંહ રાઠોડે આ એવોર્ડ આપ્યા હતાં. બોની કપૂર પત્નીને યાદ કરીને રડી પડ્યો હતો.


પરિવાર ઈમોશનલઃ
શ્રીદેવીને નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે સ્ટેજ પર પતિ બોની કપૂર, દીકરીઓ જાહન્વી તથા ખુશી ગઈ હતી. એવોર્ડ સમયે પરિવાર ભાવુક જોવા મળ્યાં હતો. એવોર્ડ રીસિવ કરીને આવ્યા બાદ બોની કપૂર રડી પડ્યો હતો.


(જુઓ, વિજ્ઞાન ભવન ખાતે કપૂર પરિવાર...)