તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Shahrukh Khan To Aamir Khan, Celebs Entered In Bollywood Post Marriage & Became Super Star

સલમાનના જીજાની જેમ શાહરૂખ-આમિર ખાન સહિત 8 સેલેબ્સે કર્યું લગ્ન પછી બોલિવૂડ ડેબ્યૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાહરૂખ અને આમિર પણ લગ્ન પછી જ બોલિવૂડમાં આવ્યા અને સ્ટાર બન્યા. - Divya Bhaskar
શાહરૂખ અને આમિર પણ લગ્ન પછી જ બોલિવૂડમાં આવ્યા અને સ્ટાર બન્યા.

મુંબઈઃ સલમાન ખાનના જીજા આયુષ શર્મા અને એક્ટ્રેસ વરીના હુસૈન સ્ટારર ‘લવયાત્રી’ રીલિઝ થઈ ચૂકી છે. આયુષ 32 વર્ષનો છે અને તેણે સલમાન ખાનની બહેન અર્પિતા સાથે લગ્ન કર્યા છે. આ બંનેને એક દીકરો આહિલ પણ છે. પહેલા બોલિવૂડમાં સ્ટાર્સના લગ્ન બાદ તેમના કરિયરનો અંત આવ્યો હોવાનું મનાતું હતું. પરંતુ હવે નથી. હવે એક્ટર હોય એક્ટ્રેસ લગ્ન પછી પણ ફિલ્મ્સમાં સફળ થઈ રહ્યાં છે.

 

લગ્ન પછી બોલિવૂડમાં ડેબ્યૂ કરી બન્યા સ્ટાર

 

શાહરૂખ ખાન


- બોલિવૂડમાં કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરૂખે ગૌરી ખાન સાથે 1991માં લગ્ન કર્યા હતા. જ્યારે તેણે ડેબ્યૂ ફિલ્મ ‘દીવાના’ (1992)થી કર્યું હતું.
- તેના પરિણીત હોવાની અસર કરિયર પર ક્યારેય પડી નથી. તેની ફેન ફોલોઈંગ એટલી વધારે છે કે અન્ય સ્ટાર્સને પણ તેનાથી ઈર્ષા થાય છે.

 

આમિર ખાન


- ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ‘યાદોં કી બારાત’માં કામ કરી ચૂકેલા આમિર ખાને 1988માં આવેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’થી ડેબ્યૂ કર્યું હતું.
- ડેબ્યૂ ફિલ્મના 2 વર્ષ પહેલા જ 1986માં આમિરે રીના દત્તા સાથે લગ્ન કરી લીધા હતા. જોકે તેમણે પછીથી ડિવોર્સ લીધા હતા. 
- આમિર અને રીનાને બે બાળકો (જુનૈદ અને ઈરા) છે, આમિરના બીજા લગ્ન કિરણ રાવ સાથે થયા હતા અને બંનેને એક દીકરો આઝાદ છે.

 

(આગળની સ્લાઈડ્સમાં જાણો, લગ્ન પછી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અન્ય બોલિવૂડ સ્ટાર વિશે.)

 

 

લાંબાવાળ અને વધેલા વજન સાથે જોવા મળ્યો યો-યો હની સિંહ, પોતાના લક્ઝૂરિયસ આઉટહાઉસ સ્ટૂડિયોમાં બેસીને બનાવતો હતો ગીતોની ધૂન