તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકિસ્તાનીઓનો સલમાનન ખાન કરે છે સપોર્ટ, જ્યારે પાકિસ્તાન મારી રહ્યું છે આપણાં સૈનિકોનેઃ અભિજીત ભટ્ટાચાર્ય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ હાલમાં જ બોલિવૂડ સિંગર અભિજીત ભટ્ટાચાર્યે શાહરૂખ ખાનને આડે હાથ લીધો હતો. હવે તેના નિશાના પર સલમાન ખાન છે. એક ઈવેન્ટમાં અભિજીતે કહ્યું હતું કે સલમાન પોતાની ફિલ્મ્સથી સતત પાકિસ્તાની સિંગર્સ જેમ કે રાહત ફતેહ અલી ખાન તથા આતિમ અસલમ પાસે ગીતો ગવડાવી રહ્યો છે. આ જ કારણ છે કે ભારતીય સિંગર્સને બોલિવૂડમાં કામ મળતું નથી.


પાકિસ્તાની સિંગર્સની ફેવર કરે છે સલમાનઃ
અભિજીતે કહ્યું હતું કે સલમાન ખાન પાકિસ્તાની સિંગર્સની ફેવર કરે છે અને ધીમે ધીમે આ બોલિવૂડનો ટ્રેન્ડ બની ગયું છે. અભિજીતે સવાલ ઉઠાવ્યો હતો કે શું હવે ઈન્ડિયન સિંગર બોલિવૂડમાં પ્લેબેક સિંગિંગ માટે લાયક નથી કે પાકિસ્તાની સિંગર્સને તક આપવામાં આવી રહી છે. આટલું જ નહીં અભિજીતે ભારતમાં પાકિસ્તાની સિંગર્સના ગીત પર બૅન મૂકવાની વાત કરી હતી. એક તરફ પાકિસ્તાન ભારતીય સૈનિકોને મારી રહ્યું છે તો બીજી બાજુ સલમાન જેવા લોકો પાકિસ્તાનીઓને ગીત ગાવાની તક આપે છે.


પહેલાં પણ કર્યો છે વિરોધઃ
2015માં શિવસેનાના વિરોધને કારણે મુંબઈ તથા પૂનામાં ગુલામ અલીની કોન્સર્ટ કેન્સલ કરવામાં આવી હતી. આ વાતનું સમર્થન કરતાં અભિજીતે પાકિસ્તાની કલાકારો તથા ગુલામ અલી પર નિશાન સાધ્યું હતું.


શાહરૂખ પર ભડક્યો હતોઃ
સલમાન પહેલાં અભિજીતે શાહરૂખ ખાનને આડે હાથ લીધો હતો. અભિજીતે કહ્યું હતું કે તેણે તેના અવાજથી શાહરૂખ ખાનને રોક-સ્ટાર બનાવ્યો અને એકથી ચઢિયાતા એક સોંગ્સ ગાયા. તેણે શાહરૂખ માટે ગાવાનું બંધ કર્યું તો તે 'લુંગી ડાન્સ' કરવા લાગ્યો. 'મૈં હૂ ના' સ્પોટબોયથી લઈ તમામ સ્ટાર્સને બતાવવામાં આવી પરંતુ સિંગર માટે એક શો પણ ઓર્ગેનાઈઝ ના કર્યો. આ બાબત 'ઓમ શાંતિ ઓમ'માં થઈ હતી. આ ફિલ્મમાં તેણે 'ધૂમ તાના..' ગીત ગાયું હતું પરંતુ તેનું નામ પણ ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યું નહોતું.


નથી કોઈ કામઃ
અભિજીત પાસે હાલમાં બોલિવૂડમાં કોઈ જ કામ નથી. 2013માં 'બેશરમ'માં ગીત ગાયું હતું. ત્યારબાદ તે બંગાળી તથા સાઉથ ફિલ્મ્સમાં ગીતો ગાય છે. અભિજીતે 'વાદા રહા સનમ'(ખિલાડી), 'બડી મુશ્કિલ હૈં ખોયા મેરા દિલ..'(અંજામ), 'જરા સા ઝૂમ લૂ મેં...'(દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે) સહિતના સોંગ્સ ગાયા છે.

 

સલમાન ખાન ભલે ના હોય સૌથી મોંઘો એક્ટર, ભાઈજાન પાસે છે કરોડોની સપંત્તિ