ફિલ્મ સ્ટારકાસ્ટ / ‘83’ની સ્ક્રિપ્ટ વાંચીને ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો પંકજ ત્રિપાઠી, ફિલ્મમાં પ્લેયર નહીં ટીમના ખાસ વ્યક્તિનો કરશે રોલ

Actor Pankaj Tripathi Will Be Seen In Role Of Team India Manager Role

divyabhaskar.com

Feb 08, 2019, 12:49 PM IST

મુંબઈઃ ક્રિકેટ વિશ્વકપ 1983ની જીત પર બની રહેલી ફિલ્મ ‘83’ની સ્ટાર કાસ્ટ પરથી ધીમે-ધીમે પડદો ઉંચકાતો હોવાનું જોવા મળી રહ્યું છે. પંકજ ત્રિપાઠી પણ હવે આ ફિલ્મનો મુખ્ય હિસ્સો બની ગયા છે. પંકજ આ ફિલ્મમાં કોઈ પ્લેયરનો નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના મેનેજર રહેલા પીઆર માન સિંહનો રોલ કરશે. પંકજે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ફિલ્મની સ્ક્રિપ્ટના અમુક પોઈન્ટ્સ પર તે ધ્રસકે-ધ્રૂસકે રડવા મજબૂર થયો હતો. પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, તેઓ બોલિંગ તથા ફિલ્ડિંગમાં તો પહેલાથી જ સારા પ્લેયર હતા, જોકે ફિલ્મની તૈયારીઓ સાથે તેઓ બેટિંગમાં પણ સુધારો કરી લેશે.

પંકજના ફેવરિટ ડિરેક્ટર છે કબીર ખાન


- બોલિવૂ઼ડ એક્ટર પંકજ ત્રિપાઠી પોતાના રોલ અને ડિરેક્ટર કબીર ખાન અંગે કહ્યું હતું કે,કબીરની ફિલ્મ્સ હંમેશા તેને પ્રેરિત કરે છે અને તેમની પર અસર છોડતી હોય છે.
- પંકજે કહ્યું હતું કે,"કબીર મારા ફેવરિટ ડિરેક્ટર્સમાંથી એક છે અને અમે ઘણીવાર મુલાકાત કરી છે. જોકે ક્યારેય સાથે કામ કરવાની તક મળી નતી. જે પછી તેમણે મને એકવાર ‘83’ની સ્ક્રિપ્ટ સાંભળવા બોલાવ્યો અને અમુક પ્રસંગે, સ્ટોરીએ મને અંદરથી હલાવી દીધો અને રડવા પર મજબૂર કર્યો હતો."

નહોતી જોઈ વર્લ્ડકપ ફાઈનલ


- પંકજે જણાવ્યું હતું કે, તેમણે વર્લ્ડકપની ફાઈનલ મેચ નહોતી જોઈ જેમાં ભારતે વિન્ડીઝને લોર્ડ્સના મેદાન પર 43 રનથી હરાવ્યા હતા. પંકજના ઘરે તે સમયે ટીવી નહોતું.
- પકંજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે,"તે સમયે મારી વય લગભગ 8-9 વર્ષ રહી હશે. પરંતુ મે અખબારોમાં જીત વિશે વાંચ્યું હતું. આ એક પ્રેરણાદાયક સ્ટોરી છે અને હું ફિલ્મનો ભાગ બનીને ઉત્સાહિત છું."
- રિલાયન્સ એન્ટરટેનમેન્ટ અને મધુ મંટેના ફિલ્મનું પ્રોડક્શન કરી રહ્યાં છે. જ્યારે કબીર ખાન ફિલ્મનું ડિરેક્શન કરશે. રણવિર સિંહ લીડ રોલમાં એટલે કે કપિલ દેવનો રોલ કરશે. સૈયદ કરિમાનીના રોલમાં યુટ્યૂબર સાહિલ ખટ્ટર કરશે. એક્ટર ચિરાગ પાટિલ પોતાના ક્રિકેટર પિતા સંદીપ પાટિલનો રોલ કરશે, જીવા કે શ્રીકાંતનો રોલ કરશે અને એમી વિર્ક બલવિંદર સિંહ સંધૂનો રોલ કરતો જોવા મળશે.

બોલિવૂડ એક્ટર રણવિર સિંહ જેટલી ફી નથી લેવા માગતી આલિયા ભટ્ટ, એક્ટ્રેસે પોતે જણાવ્યું તેનું કારણ

X
Actor Pankaj Tripathi Will Be Seen In Role Of Team India Manager Role
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી