ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અક્ષય કુમારની '2.0', બજેટ એટલું કે 'વિકી ડોનર' જેવી 100 ફિલ્મ્સ બની જાય

અક્ષય કુમાર તથા રજનીકાંતની મોસ્ટઅવેટેડ ફિલ્મ '2.0'નું ટિઝર 13 સપ્ટેમ્બરે આવી રહ્યું છે

divyabhaskar.com | Updated - Sep 09, 2018, 01:57 PM
in 2point0 akshy kumar negative role seen, first time rajini and akki work together

મુંબઈઃ અક્ષય કુમાર તથા રજનીકાંતની મોસ્ટઅવેટેડ ફિલ્મ '2.0'નું ટિઝર 13 સપ્ટેમ્બરે આવી રહ્યું છે. આ ફિલ્મ પોતાના ભવ્ય બજેટને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા છે. આ ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મના બજેટમાંથી 'વિકી ડોનર' જેવી 100 ફિલ્મ્સ બનાવી શકાય. આટલું જ નહીં 'બાહુબલી 2' 250 કરોડમાં તો પ્રભાસની આગામી ફિલ્મ 'સાહો' 300 કરોડમાં બની હતી.


'2.0'નું આ કારણે વધ્યું બજેટઃ
'2.0'ના બજેટને લઈ બોલિવૂડ પ્રોડ્યુસર્સને પણ નવાઈ લાગી છે. ટ્રેડ એનાલિસ્ટ્સ મુજબ, આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મ એટલા માટે છે કારણ કે આમાં સૌથી મોંઘા VFXનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એકદમ એડવાન્સ્ડ છે. સારી ટેક્નિક તથા શાનદાર VFXને કારણે આ ફિલ્મ આગળ હોલિવૂડની અનેક ફિલ્મ્સ ફિક્કી જોવા મળી શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે, આ ફિલ્મનું બજેટ પહેલાં 400 કરોડ રૂપિયા હતું. જોકે, ફિલ્મ લેટ થવાને કારણે અને મોંઘવારીને કારણે બજેટ 100 કરોડ રૂપિયા વધી ગયું. આ સિવાય પોસ્ટ પ્રોડક્શનમાં ઘણાં પૈસા ખર્ચ કરવામાં આવ્યા હતાં. એક ફિલ્મ માટે 45 કરોડ રૂપિયા ફી લેતા અક્ષયે પણ બજેટમાં વધારો કર્યો છે.


અક્ષય બન્યો છે કાગડોઃ
સ્ટંટ સીન માટે અનેક ઈન્ટરનેશનલ એક્શન ડિરેક્ટર તથા એક્સપર્ટને લેવામાં આવ્યા હતાં. ફિલ્મના ક્લાઈમેક્સમાં રજનીકાંત-અક્ષય વચ્ચેનો ફાઈટ સીન 20 કરોડ રૂપિયામાં પડ્યો છે. અક્ષય કુમારને મેક-અપમાં ત્રણ કલાકનો સમય લાગતો અને મેક-અપ ઉતારવામાં એક કલાક થતો હતો. જેનો ખર્ચ ચાર કરોડ રૂપિયા છે. અક્ષય ફિલ્મમાં ડૉ. રિચાર્ડની ભૂમિકામાં છે. તે ખોટા એક્સપરિમેન્ટને કારણે કાગડો બની જાય છે. તેનું ડ્રાસ્ટિક મેક-ઓવર હોલિવૂડ મેક-અપ આર્ટિસ્ટ સીન ફૂટે કર્યું છે. પ્રમોશન માટે 50 કરોડ ફાળવવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે આ ફિલ્મ 29 નવેમ્બર, 2018ના રોજ રીલિઝ થશે.

મામાની સાથે બિયર પાર્ટી કરતો જોવા મળ્યો અક્ષય કુમારનો દીકરો આરવ, પહેલી જ વાર બાંધી પાઘડી

X
in 2point0 akshy kumar negative role seen, first time rajini and akki work together
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App