તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Salman Khan To Tiger Shroff And Amitabh Bachchan, Bollywood Celebs Travelled In Local Train Or Auto

સલમાન ખાનથી અમિતાભ બચ્ચન સુધી, લક્ઝૂરિયસ કાર્સ મૂકીને મુંબઈ લોકલ અને રિક્ષામાં કરે છે સફર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ તાજેતરમાં જ બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ 'સત્યમેવ જયતે'ના સ્ક્રિનિંગમાં ઓટો-રિક્ષાથી આવ્યો હતો. જોકે, જ્હોન સિવાય પણ બોલિવૂડમાં એવા ઘણાં સેલેબ્સ છે, જે પોતાની લક્ઝૂરિયસ કાર્સને બદલે લોકલ ટ્રેન અને ઓટોમાં સફર કરી ચૂક્યા છે.


ટાઈગર શ્રોફ
ટાઈગર શ્રોફ અનેકવાર લોકલ ટ્રેનમાં સફર કરી ચૂક્યો છે. ચાહકોથી બચવા માટે ટાઈગર ઘણીવાર ચહેરા પર રૂમાલ, માસ્ક તથા હૂડ કેપ પહેરીને ટ્રાવલ કરે છે. જેથી તેને કોઈ ઓળખી ના જાય.


સલમાન ખાન
સલમાન ખાન અનેકવાર ઓટોમાં બેસીને સફર કરે છે. આટલું જ નહીં સલમાન ખાન મુંબઈના રસ્તાઓ પર સાઈકલ પણ ચલાવતો જોવા મળે છે. એકવાર સલમાન ખાને રિક્ષા ડ્રાઈવરને ભાડા તરીકે 1000 રૂપિયા આપી દીધા હતાં.


અમિતાભ બચ્ચનઃ
અમિતાભ બચ્ચને પોતાના ચાહક સૌરભ નિંબકર માટે લોકલ ટ્રેનમાં સફર કરી હતી. સૌરભ ટ્રેનમાં ગીતો ગાઈને કેન્સર પીડિત લોકોને મદદ કરવા માટે પૈસા ભેગા કરતો હતો. ત્યારે અમિતાભ બચ્ચને સૌરભ સાથે લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ સમયે અમિતાભના બોડીગાર્ડ્સ સાથે હતાં.

 

મંદિરની બહાર જ કેસેટ કિંગ ગુલશન કુમારની થઈ હતી નિર્મમ હત્યા, મા અંબાનાં ચરણોમાં લીધા હતાં છેલ્લાં શ્વાસ