સલમાન ખાન અને કપિલ શર્મા તોડી ચૂક્યા ટ્રાફિક Rules, હજુસુધી નથી ભરી દંડની રકમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ સેલિબ્રિટી હોવાના ફાયદા ઉપરાંત નુકસાન પણ છે. સેલિબ્રિટી હોવાના કારણે મળતી લોકપ્રિયતા અને ફાયદા વિશે બધા જ જાણે છે. હાલ ગુજરાતમાં અમદાવાદ સહિતના મુખ્ય શહેરોમાં ટ્રાફિક અંગે મોટું અભિયાન ચાલી રહ્યું છે. આ સમયે ટ્રાફિક અને પાર્કિંગના નિયમોનો ભંગ કરનારને મોટા પ્રમાણમાં દંડ ફટકારવામાં આવે છે. એવામાં મુંબઈ જેવા મોટા શહેરમાં ટ્રાફિક નિયમન માટે પોલીસ પહેલાથી જ ઘણું કડક વલણ ધરાવે છે. તેઓ બોલિવૂડ અને બિઝનેસ વર્લ્ડના જાણીતા સેલેબ્સને પણ દંડ ફટકારવામાં પીછેહટ કરતા નથી. જોકે ચોંકાવનારી વાત એ છે કે, સલમાન ખાન, અર્જુન કપૂર અને કપિલ શર્મા જેવા સેલેબ્સે ટ્રાફિક રૂલ્સ તોડ્યા બાદ પણ હજુસુધી દંડની રકમ ભરી નથી.

 

સલમાને હજીસુધી નથી ભર્યો 4 હજાર રૂપિયાનો દંડ


- સલમાન ખાનની એક કાર તેના ભાઈ અરબાઝ ખાનની ફિલ્મ કંપનીના નામે રજીસ્ટર્ડ છે. આ કારે ટ્રાફિક રુલ તોડતા પોલીસે 4000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જે હજુસુધી ભરવામાં આવ્યો નથી.
- સલમાનના પરિવારજનોએ જણાવ્યું હતું કે, આ અંગે તેમને કોઈ જાણકારી આપવામાં આવી નથી નહીંતર આ દંડ ક્યારનો ભરી દેવામાં આવ્યો હોત.
- એક્ટર અર્જુન કપૂર પણ આ લિસ્ટમાં સામેલ છે. અર્જુનની કારે સ્પીડ લિમિટ તોડતા તેને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જે હજુસુધી ભરવામાં આવ્યો નથી.
- જાણીતો કોમેડિયન કપિલ શર્મા હાલ ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર છે. કપલિ શર્માને ટ્રાફિક નિયમ તોડવા પર 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જે હજુસુધી ભરવામાં આવ્યો નથી.

 

ફિલ્મ ઉપરાંત કરોડો રૂપિયાની કમાણી કરે છે કિંગ ખાનથી દીપિકા-સલમાન સહિતના સેલેબ્સ, જાણો તેમના સાઈડ બિઝનેસ વિશે