Divya Bhaskar

Home » Bollywood » Gossip » બોલિવૂડના રિયલ લાઈફ ભાઈ-ભાઈ I Bollywood Celebs Respects Each other As Brother

આમ કહેવાય કટ્ટર પણ Realમાં ભાઈની જેમ રહે અક્કી-સુનિલ શેટ્ટી સહિતના સ્ટાર્સ

Divyabhaskar.com | Updated - Jun 14, 2018, 12:01 PM

બોબી દેઓલને બોલિવૂડમાં કોઈ કામ મળતું નહોતું અને આવા સમયે સલમાને બોબીને કરિયરમાં મદદ કરી

  • બોલિવૂડના રિયલ લાઈફ ભાઈ-ભાઈ I Bollywood Celebs Respects Each other As Brother
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    સલમાન ખાન-સંજય દત્ત, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી.

    મુંબઈઃ સલમાન ખાનની ફિલ્મ 'રેસ 3' ઈદ પર રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મને લઈ ચાહકોને ઘણી જ આશા છે. સલમાન ખાને પોતાના ખાસ ફ્રેન્ડ બોબી દેઓલને આ ફિલ્મમાં લીધો છે. બોબી દેઓલને બોલિવૂડમાં કોઈ કામ મળતું નહોતું અને આવા સમયે સલમાને બોબીને કરિયરમાં મદદ કરી છે. સલમાન અને બોબી વચ્ચે ઘણી જ સારી મિત્રતા છે. જોકે, સલમાન-બોબી જ નહીં બોલિવૂડમાં એવા સેલેબ્સ છે, જેઓ રિયલ લાઈફમાં ભાઈની જેમ રહે છે.

    અમિતાભ બચ્ચન-ધર્મેન્દ્ર


    - બોલિવૂડમાં જય-વીરૂની જોડીથી ફેમસ થયેલા ધર્મેન્દ્ર અને અમિતાભનો સંબંધ ઘણો જૂનો છે. ચાહકો સ્ક્રિન પર આ જોડીને સાથે જોવાનું ઘણું પસંદ કરે છે. બંને વચ્ચે ભાઈઓથી પણ વધુ પ્રેમ જોવા મળે છે.
    - બોલિવૂડમાં અમિતાભ-ધર્મેન્દ્રની જોડીને સૌથી જૂની માનવામાં આવે છે. તેમની વચ્ચે પ્રેમની સાથે-સાથે વિશ્વાસ પણ જોવા મળે છે. અમિતાભ ધર્મેન્દ્રથી ઉંમરમાં નાના છે પરંતુ હંમેશા ભાઈની જેમ રહ્યાં છે. ધર્મેન્દ્ર-હેમાની બંને દીકરીઓ એશા તથા આહનાના લગ્ન તથા રિસેપ્શનમાં જયા બચ્ચન તથા અમિતાભ ખાસ હાજર રહ્યાં હતાં.

    પહેલાંથી નક્કી નહોતો સલમાન-બોબીનો શર્ટલેસ સીન, પછી બન્યો Talk Of The Town

    (વાંચો, બોલિવૂડના અન્ય સેલેબ્સ વિશે જે રહે છે ભાઈ-ભાઈ...)

  • બોલિવૂડના રિયલ લાઈફ ભાઈ-ભાઈ I Bollywood Celebs Respects Each other As Brother
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    અક્ષય કુમાર- સુનીલ શેટ્ટી


    - બોલિવૂડના ખિલાડી કુમાર અક્ષયે સુનીલ શેટ્ટી સાથે ઘણી ફિલ્મ્સ કરી છે. જેમાં ‘મોહરા’, ‘વક્ત હમારા હૈ’, ‘હેરા ફેરી’ જેવી હિટ ફિલ્મ્સ સામેલ છે. આટલી બધી ફિલ્મ્સમાં સાથે કામ કરવાને કારણે તેઓ એકબીજાને ભાઈ જેવું માન આપે છે.
    - અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી હંમેશા એકબીજાના સારા-ખરાબ સમયમાં સાથ આપતા જોવા મળે છે.

  • બોલિવૂડના રિયલ લાઈફ ભાઈ-ભાઈ I Bollywood Celebs Respects Each other As Brother
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    સલમાન ખાન અને સંજય દત્ત


    - બોલિવૂડની આ જોડીમાં પણ ઘણો પ્રેમ જોવા મળે છે. સલમાન અને સંજય દત્તે ‘ચલ મેરે ભાઈ’માં સાથે કામ કર્યું હતું. સલમાન ખાન સંજય દત્તને મોટા ભાઈની જેમ માન આપે છે. બંને ઘણીવાર એકબીજાના ઘરે પાર્ટી માણતા જોવા મળે છે. 
    - સલમાને જ પહેલીવાર સંજય દત્તને ‘બાબા’ના કહી બોલાવ્યો હતો. જે પછીથી સંજય દત્તને સંજુબાબા તરીકે ઓળખવામાં આવે છે. બંનેએ સાથે 'બિગ બોસ'ની સિઝન પણ હોસ્ટ કરી હતી.

  • બોલિવૂડના રિયલ લાઈફ ભાઈ-ભાઈ I Bollywood Celebs Respects Each other As Brother

    રણવિર સિંહ-અર્જુન કપૂર


    - બોલિવૂડના નવા સ્ટાર્સમાં રણવિર સિંહ તથા અર્જુન કપૂરની જોડી માત્ર ચાહકોને જ પસંદ છે, એવું નથી. રિયલ લાઈફમાં બંને વચ્ચે ભાઈ જેવો સંબંધ છે. આમ તો બોલિવૂડમાં બંને એકબીજાના સ્પર્ધક કહેવાય પરંતુ તેઓ આ વાતની સહેજ પણ પરવા કરતાં નથી. બંનેએ ફિલ્મ ‘ગુંડે’માં સાથે કામ કર્યું હતું. બંનેએ સોનમ કપૂરના વેડિંગ રિસેપ્શનમાં શાનદાર ડાન્સ પણ કર્યો હતો.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending