કરિનાની દાદીના અંતિમ સંસ્કારમાં હસતી રહી રાની મુખર્જી, કરન જોહર-આમિર ખાન પણ જોવા મળ્યાં મજાકના મૂડમાં, સોશ્યિલ મીડિયાએ આપ્યો ઠપકો

Rani Mukerji, Karan Johar And Aamir Khan Gets Trolled For Laughing At The Funeral

divyabhaskar.com

Oct 03, 2018, 11:36 AM IST

મુંબઈઃ કરિના કપૂરના દાદી કૃષ્ણા રાજ કપૂરના અંતિમ સંસ્કારનો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં રાની મુખર્જી હસતા-હસતા કરન જોહર અને આમિર ખાન સાથે વાત કરી રહી છે. કરન અને આમિર પણ મજાકના મૂડમાં જોવા મળી રહ્યાં છે. જ્યારે તેમની સાથે ઉભેલી આલિયા ભટ્ટના ચેહરા પર ગંભીરતા અને ઉદાસી છવાયેલી જોવા મળી રહી છે. અંતિમ સંસ્કારમાં હસવાના કારણે રાની, કરન અને આમિરને સોશ્યિલ મીડિયા યૂઝર્સની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સોશ્યિલ મીડિયા યૂઝર્સે આપ્યા સેલેબ્સને ઠપકો


- સોશ્યિલ મીડિયા યૂઝર્સ કરન જોહર, આમિર ખાન અને રાની મુખર્જીની ટીકા કરી રહ્યાં છે.
- એક યૂઝરે લખ્યું હતું કે,‘મય્યત(અંતિમ સંસ્કાર)માં ગયા છો કે પાર્ટીમાં’ જ્યારે બીજા યૂઝરે લખ્યું કે,‘લાનત છે કરન જોહર પર...હંમેશા દાંત બહાર નીકળેલા રહે છે. લાગે છે કોઈ પાર્ટીમાં આવ્યો હોય...અફસોસ માટે નહીં.’
- એક યૂઝરે લખ્યું કે,‘હે ભગવાન...આ હસી રહ્યાં છે..આ કોઈ કોમેડી શો નથી. મૃતક માટે કંઈક તો માન હોવું જોઈએ.’

25 Unseen Photos: દીકરા રીષિ સાથે ડાન્સ તો પૌત્ર રણબીર સાથે દર રવિવારે ડિનર કરતા કૃષ્ણા, મરતા પહેલા જોયા પ્રપૌત્રથી પ્રપૌત્રી સુધીના ચેહરા

X
Rani Mukerji, Karan Johar And Aamir Khan Gets Trolled For Laughing At The Funeral
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી