કોઈના પાર્ટનરનું થયું મૌત તો કોઈને નડ્યા આડાસંબંધ, રેખા સહિતના બોલિવૂડ સેલેબ્સના લગ્ન 2 વર્ષ પણ ન ટક્યા

લગ્નના 7 મહિના બાદ 2 ઓક્ટોબર 1990ના મુકેશે રેખાના દુપટ્ટા વડે ફાંસો ખાઈ લીધો હતો.

divyabhaskar.com | Updated - Aug 26, 2018, 06:30 PM
લગ્નના બે મહિના બાદ જ રેખાએ મુંબઈથી દિલ્હી જવાનું ઘટાડી દીધું હતું.
લગ્નના બે મહિના બાદ જ રેખાએ મુંબઈથી દિલ્હી જવાનું ઘટાડી દીધું હતું.

મુંબઈઃ ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તાએ પ્રોડ્યૂસર પતિ મધુ મંટેનાથી અલગ થવાનો નિર્ણય કર્યો હોવાની જાહેરાત કરી હતી. તેમણે 3 વર્ષ પહેલા 2015માં લગ્ન કર્યા હતા. આ બોલિવૂડના પ્રથમ લગ્ન નથી જે આટલા ઓછા સમયમાં તૂટ્યા હોય. યાસિર ઉસ્માનના પુસ્તક ‘રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરી’માં જણાવવામાં આવ્યું હતું કે, 4 માર્ચ 1990માં રેખાએ દિલ્હી સ્થિત મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા અને 7 મહિના બાદ 2 ઓક્ટોબર 1990ના મુકેશે રેખાના દુપટ્ટા વડે ફાંસો ખાઈ લીધો હતો. બોલિવૂડમાં ઘણા લગ્ન જીવનનો અંત લાઈફ પાર્ટનરના નિધન અથવા તેના આડાસંબંધોનો કારણે થયો છે.

એક અઠવાડિયામાં જ રેખાને થઈ ગયો હતો એહસાસ, સાવ અલગ છે મુકેશ


- યાસિર ઉસ્માને તેના પુસ્તકમાં જણાવ્યું હતું કે, લગ્નના એક અઠવાડિયા બાદ જ રેખાને પતિ સાવ અલગ હોવાનો એહસાસ થઈ ગયો હતો. તે અને મુકેશ ઘણા અલગ હતા. છતાં બંને 3 મહિના સુધી લગ્નજીવનને જેમતેમ આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો.
- જોકે આર્થિક સમસ્યાને કારણે મુકેશને બિઝનેસમાં ઘણું નુકસાન થયું. અહીંથી તેના લગ્ન જીવનમાં સમસ્યાઓનો પ્રારંભ થયો હતો.
- લગ્નના બે મહિના બાદ જ રેખાએ મુંબઈથી દિલ્હી જવાનું ઘટાડી દીધું હતું. પુસ્તકમાં જણાવ્યાં અનુસાર, લાંબા સમય સુધી રેખાની ગેરહાજરીને મુકેશ સહન કરી શક્યા નહોતા.

(આગળની સ્લાઈડ્સમાં જાણો અન્ય બોલિવૂડ સેલેબ્સના લગ્ન જીવન વિશે જે 2 વર્ષથી ઓછા સમયમાં તૂટી ગયા....)

‘ચિડિયા ઘર’ની ‘મયૂરી’ દોઢ મહિનામાં ઘટાડ્યું 13 Kg વજન, કહ્યું,‘24ની વયે જ ઘરડી લાગી રહી હતી’

દિવ્યા ભારતી-સાજીદ નડિયાદવાલા
દિવ્યા ભારતી-સાજીદ નડિયાદવાલા

- 18 વર્ષની વયે દિવ્યા ભારતીએ 20 મે 1992ના રોજ ફિલ્મમેકર સાજીદ નડિયાદવાલા સાથે ધર્માંતર કરી નિકાહ કર્યા હતા. નિકાહના માત્ર 11 મહિના બાદ બિલ્ડિંગના ટેરેસ પરથી કુદવાને કારણે તેનું મોત થયું હતું.

મનિષા કોઈરાલા અને સમ્રાટ દહલ
મનિષા કોઈરાલા અને સમ્રાટ દહલ

- મનિષાના લગ્ન નેપાળના બિઝનેસમેન સમ્રાટ બહલ સાથે 19 જૂન 2010ના રોજ થયા હતા. સમ્રાટ મનિષાથી 7 વર્ષ નાના હતા. લગ્નના 2 વર્ષ બાદ 2012માં તેમણે ડિવોર્સ લઈ લીધા. ડિવોર્સના 5 વર્ષ બાદ મનિષાએ લગ્નજીવનના અંત પાછળ પોતાને જવાબદાર ઠેરવી હતી.

કરણ સિંહ ગ્રોવર અને શ્રદ્ધા નિગમ
કરણ સિંહ ગ્રોવર અને શ્રદ્ધા નિગમ

- કરણ સિંહ ગ્રોવર અને શ્રદ્ધા નિગમે 2008માં લગ્ન કર્યા હતા. લગ્નના 10 મહિના બાદ જ બંને અલગ થઈ ગયા હતા. ડિસેમ્બર 2012માં શ્રદ્ધાએ મંયક આનંદ સાથે લગ્ન કર્યા. જ્યારે શ્રદ્ધા બાદ કરણે પહેલા જેનિફર વિંગટ સાથે લગ્ન કર્યા પરંતુ આ સંબંધ પણ વધુ ચાલ્યો નહીં. જે પછી કરણે 30 એપ્રિલ 2016ના રોજ બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ સાછે લગ્ન કરી લીધા હતા.

મલ્લિકા શેરાવત અને કરણસિંહ ગિલ
મલ્લિકા શેરાવત અને કરણસિંહ ગિલ

- મલ્લિકા પોતાને હવે સિંગલ ગણાવે છે. તેના લગ્ન વર્ષ 2000માં કરણસિંહ ગિલ સાથે થયા હતા. આ લગ્ન એક વર્ષ સુધી જ ટક્યા હતા.

રાહુલ મહાજન-શ્વેતા સિંહ
રાહુલ મહાજન-શ્વેતા સિંહ

- ઓગસ્ટ 2006માં બંનેના લગ્ન થયા અને ડિસેમ્બર 2007માં રાહુલ અને શ્વેતા અલગ થઈ ગયા હતા. આ લગ્ન માત્ર 1 વર્ષ 3 મહિના જ ટકી શક્યા. જે પછી રાહુલે 2010માં ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન કર્યા. જોકે 2015માં તેના અને ડિમ્પીના સંબંધો પણ બગડ્યા હતા. બંને પૂર્વ પત્નીઓએ રાહુલ પર ઘરેલું હિંસાના આરોપ લગાવ્યા હતા.

X
લગ્નના બે મહિના બાદ જ રેખાએ મુંબઈથી દિલ્હી જવાનું ઘટાડી દીધું હતું.લગ્નના બે મહિના બાદ જ રેખાએ મુંબઈથી દિલ્હી જવાનું ઘટાડી દીધું હતું.
દિવ્યા ભારતી-સાજીદ નડિયાદવાલાદિવ્યા ભારતી-સાજીદ નડિયાદવાલા
મનિષા કોઈરાલા અને સમ્રાટ દહલમનિષા કોઈરાલા અને સમ્રાટ દહલ
કરણ સિંહ ગ્રોવર અને શ્રદ્ધા નિગમકરણ સિંહ ગ્રોવર અને શ્રદ્ધા નિગમ
મલ્લિકા શેરાવત અને કરણસિંહ ગિલમલ્લિકા શેરાવત અને કરણસિંહ ગિલ
રાહુલ મહાજન-શ્વેતા સિંહરાહુલ મહાજન-શ્વેતા સિંહ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App