Bollywood / નિક-પ્રિયંકા ચોપરાના રિસેપ્શનમાં આ કારણે નહોતા પહોંચ્યા આમિર ખાન, શાહરૂખ ખાન અને અક્ષય કુમાર!

Aamir Sahrukh khan & Aamir Missing From Reception Of Priyanka Nick Jonas

divyabhaskar.com

Dec 22, 2018, 02:48 PM IST

મુંબઈઃ બોલિવૂડની ‘દેસીગર્લ’ પ્રિયંકા ચોપરા અને હોલિવૂડ સિંગર નિક જોનાસે 20 ડિસેમ્બરના રોજ બોલિવૂડ ફ્રેન્ડ્ઝ અને સેલેબ્સ માટે એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ રિસેપ્શનમાં બોલિવૂ઼ડના ઘણા મોટા સેલેબ્સ ડાન્સ કરતા જોવા મળ્યા હતા, બીજી તરફ આ રિસેપ્શનમાં બોલિવૂડના 3 મોટા સ્ટાર્સ ના આવતા આ અંગે સવાલો થવા લાગ્યા હતા. પ્રિયંકા અને શાહરૂખ ખાન વચ્ચે અફેર રહ્યું હોવાથી તે એક્સ-ગર્લફ્રેન્ડના લગ્નમાં જાણીજોઈને સામેલ ના થયો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. જ્યારે આમિર ખાન અને અક્ષય કુમારે પણ આ રિસેપ્શનમાં ના સામેલ થવાનો નિર્ણય કર્યો હોવાની ચર્ચા સોશ્યિલ મીડિયામાં ચાલી રહી છે. જોકે આ ત્રણેય સુપરસ્ટારનું નિક અને પ્રિયંકાના રિસેપ્શનમાં ના જવાનું કારણ કંઈક અલગ જ છે.

આ કારણે પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં સામેલ ના થયા દિગ્ગજ બોલિવૂડ સ્ટાર્સ


- અક્ષય કુમાર, આમિર ખાન અને શાહરૂખ ખાનના રિસેપ્શનમાં સામેલ ના થવાના કારણે એવા પણ સવાલો થયા હતા કે, આ સેલેબ્સ પોતે ના ગયા કે પ્રિયંકા ચોપરાએ જ તેમને બોલાવ્યા નહોતા. શા કારણે આ સેલેબ્સે પ્રિયંકાના રિસેપ્શનમાં હાજરી આપી નહીં.
- જોકે અમે તમારી સમક્ષ આ વાતનો ખુલાસો કરી રહ્યાં છીએ કે આ ત્રણેય સેલેબ્સના શા કારણે પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં ગયા નહોતા.
- આમિર ખાનની વાત કરીએ તો તે 20 તારીખના પોતાની બિગ બજેટ ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાન’ના પ્રમોશન માટે ચીનમાં હતો. આમિરની ફિલ્મ ભારતમાં ખાસ પ્રદર્શન ના કરી શકતા તે પોતાની ફિલ્મ ચીનમાં સારુ પ્રદર્શન કરે તે માટે પ્રમોશનમાં વધુ મહેનત કરી રહ્યો છે.
- બીજી તરફ શાહરૂખ ખાન મુંબઈમાં હોવા છતાં જાણી જોઈને પ્રિયંકાના રિસેપ્શનમાં ના ગયો તેવી વાતો થઈ રહી હતી. જોકે વાસ્તવમાં 21 તારીખે તેની ફિલ્મ ‘ઝીરો’ રીલિઝ થઈ રહી હોવાને કારણે તેણે 20 તારીખે ‘ઝીરો’ ટીમ માટે ખાસ પાર્ટી રાખી હતી અને ફિલ્મની સ્ક્રિનિંગ પણ હતી. આ સમયે તે અને તેનો પરિવાર મેજબાનીમાં વ્યસ્ત હોવાથી પ્રિયંકાના રિસેપ્શનમાં સામેલ થઈ શક્યા નહોતા. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ શાહરૂખ પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસને મળ્યો હતો.
- બોલિવૂડના ખિલાડી એટલે કે અક્ષય કુમાર હાલ પરિવાર સાથે વિદેશમાં હોલિડે માણી રહ્યો છે, તેથી તે પ્રિયંકા ચોપરાના રિસેપ્શનમાં સામેલ થયો નહોતો. ખિલાડી કુમાર દરવખતે પોતાની ફિલ્મ રીલિઝ થતા પહેલા વિદેશમાં હોલિડે માણવા પહોંચી જાય છે. તેની રજનીકાંત સાથેની ફિલ્મ ‘2.0’ બોક્સ ઓફિસ પર ઘણી સફળ રહી છે. હિન્દી વર્ઝન સહિતના તમામ વર્ઝનમાં ફિલ્મે કુલ 700 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

રિસેપ્શનમાં આવ્યા આ સેલેબ્સઃ


પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં સલમાન ખાન, દીપિકા-રણવિર, કેટરિના કૈફ, અનુષ્કા શર્મા, સ્વરા ભાસ્કર, પરિણીતી ચોપરા, રાજકુમાર રાવ-પત્રલેખા, અનિલ કપૂર-જાહન્વી કપૂર-અંશુલા કપૂર, સારા અલી ખાન, કરન જોહર, કિયારા અડવાણી, યામી ગૌતમ, નવાઝ, ડાયેના પેન્ટી, દિયા મિર્ઝા, સૌફી ચૌધરી, રવિના ટંડન, અમિષા પટેલ, હરમન બાવેજા, કાર્તિક આર્યન, સંજય લીલા ભણશાલી, જેકી ભગનાની, ડિનો મોરિયા, તનિષા મુખર્જી, આશાતાઈ, કાજોલ-તનિષા મુખર્જી, ગોવિંદા, અનુપમ ખેર, સતિશ કૌશિક, બોબી દેઓલ, પૂજા હેગડે, ઓમાંગ કુમાર, તમનન્ના ભાટિયા, વિવેક ઓબેરોય, ઝાયરા વસીમ, રણધિર કપૂર, કંગના રનૌત, વિદ્યા બાલન, રેખા, અનુરાગ કશ્યપ સહિતના મહેમાનો હાજર રહ્યાં હતાં.

1-2 ડિસેમ્બરે કર્યાં હતાં લગ્નઃ


પ્રિયંકા-નિકે જોધપુરના ઉમેદ પેલેસમાં પહેલી ડિસેમ્બરે ક્રિશ્ચિયન તથા બીજી ડિસેમ્બરે હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. ચાર ડિસેમ્બરના રોજ દિલ્હીમાં રિસેપ્શન આપવામાં આવ્યું હતું. 19 ડિસેમ્બરે મુંબઈમાં મીડિયા તથા પ્રિયંકાના બિઝનેસ સર્કલ માટે ખાસ રિસેપ્શન યોજ્યું હતું.

21 વર્ષીય યુટ્યૂબર દાનિશના સ્વૈગથી સારા અલી ખાન થઈ હતી ઈમ્પ્રેસ, નિધનના 2 દિવસ બાદ વાઈરલ થયો અંતિમ શોનો વીડિયો

X
Aamir Sahrukh khan & Aamir Missing From Reception Of Priyanka Nick Jonas
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી