Home » Bollywood » Gossip » Big Bollywood Celebrities Not Seen This Time Diwali Party Of Ekta Kapoor

એકતા કપૂરના ઘરે થઈ દિવાળી પાર્ટી, પતિ રાજ કુન્દ્રા સાથે પહોંચી શિલ્પા શેટ્ટી જ્યારે ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા સાથે આવ્યો અરબાઝઃ Pics

Divyabhaskar.com | Updated - Nov 07, 2018, 11:44 AM

બોલિવૂડના મોટા સ્ટાર્સ ના જોવા મળ્યા એકતાની પાર્ટીમાં, શું આ કારણે રહ્યાં દૂર!

 • Big Bollywood Celebrities Not Seen This Time Diwali Party Of Ekta Kapoor
  +11બીજી સ્લાઈડ્સ જુઓ
  શિલ્પા શેટ્ટી અને તેનો પતિ રાજ કુન્દ્રા (ડાબે), એકતા કપૂર, અરબાઝ ખાન અને તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જીયા એન્ડ્રિયાની.

  મુંબઈઃ બોલિવૂડમાં દિવાળીની ધૂમ જોવા મળી રહી છે. મંગળવારે એકતા કપૂરના ઘરે દિવાળી પાર્ટીમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યાં હતા. ટીવી અને બોલિવૂડ સાથે ખાસ સંબંધ ધરાવતી એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ પહેલા શાહરૂખ ખાન અને શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં પણ સેલેબ્સ ધમાલ મચાવી હતી. એકતા કપૂર પોતાની પાર્ટી દરમિયાન ઘણી ઉત્સાહિત જોવા મળી હતી. તેનો આનંદ તસવીરોમાં સ્પષ્ટ જોવા મળે છે. ટીવી ક્વિન એકતા કપૂર આઉટફિટમાં ઘણી ગ્લેમરસ લાગી રહી હતી. એકતાની આ પાર્ટીમાં તેના ભાઈ તુષાર કપૂર ઉપરાંત કરન જોહરની પણ ખાસ એન્ટ્રી રહી હતી.

  એકતાની દિવાળી પાર્ટીમાં આવ્યા આ સેલેબ્સ...

  - એકતાની દિવાળી પાર્ટીમાં શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુન્દ્રા સાથે આવી હતી. આ પહેલા એકતા શિલ્પાની પાર્ટીમાં જોવા મળી હતી.
  - નીલમથી લઈ નેહા ધૂપિયા સુધી આ પાર્ટીમાં જોવા મળ્યા હતા. શ્રદ્ધા કપૂર પણ આ પ્રસંગે ખાસ અંદાજમાં જોવા મળી હતી.
  - એકતા કપૂરની સીરિયલ્સમાં ઓળખ બનાવી હવે બોલિવૂડમાં આગળ વઘી રહેલી મૌની રૉય પણ પાર્ટીમાં સામેલ થઈ હતી.
  - એક્ટ્રેસ દિશા પટની રેડ ડ્રેસમાં ઘણી સુંર લાગી રહી હતી. સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન પણ દિવાળી પાર્ટીમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે પહોંચ્યો હતો. હાલ તે મૉડલ ફ્રેન્ડ જ્યોર્જિયાને ડેટ કરી રહ્યો છે. તે ઘણો સમય પોતાની ગર્લફ્રેન્ડ સાથે જ જોવા મળતો રહે છે. તે આ વર્ષના અંતે અથવા આવતા વર્ષે તેની સાથે લગ્ન કરે તેવી પણ શક્યતા છે. બીજી તરફ તેની પૂર્વ પત્ની મલાઈકા પણ અર્જુન સાથે આવતાવર્ષે લગ્ન કરી શકે છે.
  - આ પાર્ટીમાં કરન જોહર, કૃતિ સેનન, ડેવિડ ધવન, શ્રદ્ધા કપૂર, નુસરત ભરુચા અને નેહા ધૂપિયા જોવા મળ્યા હતા.

  બોલિવૂડના મોટા સેલેબ્સ રહ્યાં પાર્ટીથી દૂર

  - એકતાની આ પાર્ટીમાં મોટા સ્ટાર્સ જોવા મળ્યા નહોતા, જે ગતવર્ષે જોવા મળ્યા હતા.
  - જયા બચ્ચન, સોનમ કપૂર, રીષિ કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, આલિયા ભટ્ટ, અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના, સંજય દત્ત અને તેની પત્ની માન્યતા સહિતના ઘણા મોટા બોલિવૂડ સ્ટાર્સ ગતવર્ષની એકતાની દિવાળી પાર્ટીમાં સામેલ રહ્યાં હતા. જોકે આ વર્ષે કોઈપણ દેખાયું નહીં.
  - એક અહેવાલ અનુસાર, એકતાએ જ પાર્ટીને નાના સ્તરની રાખી હતી. તેના પરિવારમાં ઘણા સભ્યોની હેલ્થ ખરાબ હોવાને કારણે એકતાએ આ નિર્ણય લેવાનો વારો આવ્યો હતો. તેણે માત્ર પોતાના નિકટના લોકોને જ પાર્ટીમાં ઈનવાઈટ કર્યા હતા.

  (આગળની સ્લાઈડ્સમાં જુઓ, ટીવી ક્વિન એકતા કપૂરની પાર્ટીમાં સામેલ થયેલા બોલિવૂડ સેલેબ્સની તસવીરો.......)

 • Big Bollywood Celebrities Not Seen This Time Diwali Party Of Ekta Kapoor
  +10બીજી સ્લાઈડ્સ જુઓ
  મોના સિંહ, ક્રિસ્ટવ ડિસૂઝા અને શબાના આઝમી.
 • Big Bollywood Celebrities Not Seen This Time Diwali Party Of Ekta Kapoor
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  તુષાર કપૂર, પત્ની સાથે ડેવિડ ધવન અને સોફી ચૌઘરી.
 • Big Bollywood Celebrities Not Seen This Time Diwali Party Of Ekta Kapoor
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  દિવ્યાંકા ત્રિપાઠી પતિ વિવેક દહિયા સાથે, નેહા કક્કડ બોયફ્રેન્ડ હિમાંશ કોહલી સાથે, કરિશ્મા તન્ના.
 • Big Bollywood Celebrities Not Seen This Time Diwali Party Of Ekta Kapoor
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  પતિ અંગદ બેદી સાથે નેહા ધૂપિયા, પ્રોડ્યૂસર રમેશ તૌરાની અને ટીવી હોસ્ટ રીત્વિક ધનજાની.
 • Big Bollywood Celebrities Not Seen This Time Diwali Party Of Ekta Kapoor
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  કૃતિ સેનન, કરન કુન્દ્રા ગર્લફ્રેન્ડ અનુષા દાંડેકર સાથે અને એક્ટ્રેસ ઉર્વશી ઢોલકિયા.
 • Big Bollywood Celebrities Not Seen This Time Diwali Party Of Ekta Kapoor
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  શ્રદ્ધા કપૂર, ચંકી પાંડે પત્ની ભાવના સાથે, પત્ની કાંચી કૌલ સાથે શબ્બીર આહલુવાલિયા.
 • Big Bollywood Celebrities Not Seen This Time Diwali Party Of Ekta Kapoor
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  પતિ પ્રવીણ ડબાસ સાથે પ્રીતિ ઝંગિયાની અને મૌની રૉય.
 • Big Bollywood Celebrities Not Seen This Time Diwali Party Of Ekta Kapoor
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  અનિતા હસનંદાની પતિ રોહિત રેડ્ડી સાથે, જેકી ભગનાની અને મનીષા કોઈરાલા.
 • Big Bollywood Celebrities Not Seen This Time Diwali Party Of Ekta Kapoor
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  નીલમ સોની, ફેમિલી મેમ્બર સાથે સની દીવાન અને અનુ દીવાન, એક્ટ્રેસ કિયારા અડવાણી સાથે કરન જોહર.
 • Big Bollywood Celebrities Not Seen This Time Diwali Party Of Ekta Kapoor
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પતિ મનિષ મુનૌત સાથે સોશ્યિલાઈટ શાઈના એનસી, પત્ની માનસી જોશી સાથે રોહિત રૉય અને ડિઝાઈનર મનિષ મલ્હોત્રા.
 • Big Bollywood Celebrities Not Seen This Time Diwali Party Of Ekta Kapoor
  કરણ પટેલી પત્ની અંકિતા ભાર્ગવ સાથે, કલર્સના સીઈઓ રાજ નાયક અને એક્ટ્રેસ નુસરત ભરૂચા.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ