દીપિકાએ લગ્નમાં પહેરી પ્રિયંકાથી બેગણી મોંઘી વિંટી, અનુષ્કાથી સોનમ સુધી, 8 બોલિવૂડ એક્ટ્રેસિસની એન્ગેજમેન્ટ રિંગઃ Photo અને કિંમત

ના શિલ્પા, ના ઐશ્વર્યા- માત્ર 5 ફિલ્મ્સમાં કામ કરનારી એક્ટ્રેસને મળી સૌથી મોંઘી રિંગ

divyabhaskar.com | Updated - Dec 05, 2018, 04:03 PM
બોલિવૂડ એક્ટ્રેસિસની એન્ગેજમેન્ટ રિંગની કિંમત લાખો-કરોડોમાં રહી છે.
બોલિવૂડ એક્ટ્રેસિસની એન્ગેજમેન્ટ રિંગની કિંમત લાખો-કરોડોમાં રહી છે.

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના લગ્ન થઈ ગયા છે. અમેરિકન સિંગર અને પ્રિયંકાનો મંગેતર નિક જોનાસ તેનો પતિ બની ગયો છે. પ્રિયંકા-નિકે ક્રિશ્ચિયન અને હિંદુ વિધિથી 1-2 ડિસેમ્બરના રોજ જોધપુરના ઉમેદ ભવનમાં લગ્ન કરી લીધા હતા. સબ્યસાચીએ જણાવ્યું કે પ્રિયંકાએ હિંદુ વિધિથી થયેલા લગ્નમાં જે ઘરેણાં પહેર્યા હતા તેમાં 22 કેરેટ ગોલ્ડની અંદર જાપાનથી આવેલા મોતી અને અનકટ હીરા હતા. આ પહેલા પ્રિયંકાને નિકે સગાઈમાં મોટી ડાયમંડ રિંગ આપી હતી, જેની કિંમ 2 લાખ ડૉલર (આશરે 1.40 કરોડ રૂપિયા) છે. નિકે પ્રિયંકાને ડાયમંડ રિંગ આપી તે ઘણી સુંદર છે. આમ તો પ્રિયંકા એકલી એક્ટ્રેસ નથી જેને આટલી મોંઘી એન્ગેજમેન્ટ રિંહ મળી હોય. તેની પહેલા પણ ઘણી એક્ટ્રેસિસે મોંઘી રિંગ પહેરી છે.

જાણો એક્ટ્રેસિસની વેડિંગ રિંગ વિશે...

દીપિકા પાદુકોણ


- 14-15 નવેમ્બરના દીપિકાએ રણવિર સાથે ઈટાલીમાં લગ્ન કર્યા હતા. દીપિકાએ સગાઈમાં જે ડાયમંડ રિંગ પહેરી હતી તેની કિંમત 2.7 કરોડ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, તે સિંગલ સોલિટેયર સ્ક્વેર ડાયમંડ રિંગ છે.

અનુષ્કા શર્મા


- 11 ડિસેમ્બર 2017ના ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કરનારી અનુષ્કાએ અંદાજે 1 કરોડ રૂપિયાની ડાયમંડ રિંગ પહેરી હતી. આ વેડિંગ રિંગ વિરાટ કોહલીએ જ પત્ની માટે સિલેક્ટ કરી હતી. રિંગ સિલેક્ટ કરવામાં વિરાટ કોહલીએ 3 મહિના જેટલો સમય લીધો હતો.

(આગળની સ્લાઈડ્સમાં જાણો અન્ય બોલિવૂડ એક્ટ્રેસિસની એન્ગેજમેન્ટ રિંગ અને તેની કિંમત વિશે..)

મુકેશ અંબાણીની લાડલીના લગ્નની તડામાર તૈયારી શરૂ, ઉદેપુરમાં બુક કરવામાં આવી તમામ મોટી હોટલ્સ

સોનમ કપૂર
સોનમ કપૂર

- આ વર્ષે મે મહિનામાં સોન કપૂરે બિઝનેસમેન આનંદ આહૂજા સાથે લગ્ન કર્યા છે. આનંદે સોનમને જે એન્ગેજમેન્ટ રિંગ આપી તેની કિંમત 90 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું હતું. આ એક ડાયમંડ રિંગ હતી.

ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય

- ઐશ્વર્યાએ પોતાના લગ્નમાં અંદાજે 50 લાખ રૂપિયાની રિંગ પહેરી હતી જે એક્ટર પતિ અભિષેક બચ્ચને આપી હતી. આ 53 કેરેટની સોલિટેયર રિંગ હતી. બંનેના લગ્ન 2007માં થયા હતા.

શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી

- લંડન બેઝડ બિઝનેસમેન રાજ કુન્દ્રાએ 2009માં લગ્ન કરનારી શિલ્પાને સગાઈમાં 20 કેરેટની સોલિટેર રિંગ આપી હતી અને તેની કિંમત 3 કરોડ રૂપિયા હતી.

વિદ્યા બાલન
વિદ્યા બાલન

- વિદ્યા એન્ટિક વસ્તુઓ પાછળ ક્રેઝી છે તેથી પ્રોડ્યૂસર પતિ સિદ્ધાર્થ રૉય કપૂરે તેને લગ્નમાં એન્ટિક ગોલ્ડ રિંગ ગિફ્ટમાં આપી હતી જેની વચ્ચે રૂબી સ્ટોન લાગેલો હતો. તેની કિંમત અંદાજે 75 લાખ રૂપિયા હતી. બંનેના લગ્ન 2012માં થયા હતા.

અસિન
અસિન

- 2016માં બિઝનેસમેન રાહુલ શર્મા સાથે લગ્ન કરનારી અસિને પોતાના લગ્નમાં 6 કરોડ રૂપિયાની રિંગ પહેરી હતી. આ 20 કેરેટની સોલિટેર રિંગ અસિનને પતિએ આફી હતી જેની પર ‘AR’ લખ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અસિને બોલિવૂડમાં માત્ર 5-6 ફિલ્મ્સ જ કરી છે.

X
બોલિવૂડ એક્ટ્રેસિસની એન્ગેજમેન્ટ રિંગની કિંમત લાખો-કરોડોમાં રહી છે.બોલિવૂડ એક્ટ્રેસિસની એન્ગેજમેન્ટ રિંગની કિંમત લાખો-કરોડોમાં રહી છે.
સોનમ કપૂરસોનમ કપૂર
ઐશ્વર્યા રાયઐશ્વર્યા રાય
શિલ્પા શેટ્ટીશિલ્પા શેટ્ટી
વિદ્યા બાલનવિદ્યા બાલન
અસિનઅસિન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App