Home » Bollywood » Gossip » સફળ બિઝનેસવુમન બનેલી એક્ટ્રેસિસ I Actresses Turned Business Woman

‘યે છોરિયાં છોરો સે કમ હૈ કે’, એક્ટિંગમાં જ નહીં બિઝનેસમાં પણ સફળ થઈ છે બોલિવૂડની એક્ટ્રેસિસ

Divyabhaskar.com | Updated - Jun 11, 2018, 06:15 PM

એક્ટિંગ ફિલ્ડની કમાણીથી ઘણી એક્ટ્રેસિસે પોતાના સાઈડ બિઝનેસ શરૂ કર્યા અને સફળ પણ થઈ

  • સફળ બિઝનેસવુમન બનેલી એક્ટ્રેસિસ I Actresses Turned Business Woman
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    બોલિવૂડ એક્ટ્રેસિસ બની સક્સેસફુલ બિઝનેસ વુમન.

    મુંબઈઃ આમિર ખાનની ફિલ્મ 'દંગલ'માં એક શાનદાર ડાયલૉગ હતો ‘મારી છોરિયાં છોરો સે કમ હૈ કે’. આ ડાયલૉગ દીકરીઓની શક્તિને ઓછી ના આંકવા સહિતની ઘણી વાતો કહી જાય છે. જોકે, આ લાઈન માત્ર ફિલ્મમાં જ નહીં રિયલ લાઈફમાં પણ બોલિવૂડ એક્ટ્રેસિસને એટલી જ લાગુ પડે છે.


    માત્ર એક્ટિંગ જ નહીં બિઝનેસમાં પણ આગળ છે એક્ટ્રેસિસ


    બોલિવૂડની ઘણી એક્ટ્રેસિસે પોતાને માત્ર એક્ટિંગ ફિલ્ડમાં જ નહીં પરંતુ સાથે એક સફળ બિઝનેસ વુમનના રોલમાં પણ સાબિત કરી બતાવી છે.

    ટ્વિંકલ ખન્નાઃ
    ટ્વિંકલ ખન્નાનું ફિલ્મી કરિયર ખાસ સફળ રહ્યું નથી. ટ્વિંકલે છેલ્લે 2001માં આવેલી ફિલ્મ ‘લવ કે લિયે કુછ ભી કરેગા’માં કામ કર્યું હતું. એક સારી એક્ટ્રેસિસ તરીકે તો નહીં પરંતુ એક સક્સેસફૂલ બિઝનેસવુમન તરીકે ટ્વિંકલે પોતાને સાબિત કરી છે. ટ્વિંકલ ફિલ્મ્સથી દૂર થયા બાદ રાઈટર બની અને તેણે લખેલા પુસ્તક ‘મિસેઝ ફનીબોન્સ’ અને ‘લિજેન્ડ ઓફ લક્ષ્મીપ્રસાદ’ ઘણા લોકપ્રિય થયા.

    (આગળની સ્લાઈડ્સમાં જાણો, બોલિવૂડની અન્ય બિઝનેસવુમન એક્ટ્રેસિસ વિશે......)

  • સફળ બિઝનેસવુમન બનેલી એક્ટ્રેસિસ I Actresses Turned Business Woman
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    શિલ્પા શેટ્ટી


    - શિલ્પાના એક્ટિંગ કરિયર પર ભલે હાલ પૂરતું પૂર્ણવિરામ લાગી ગયું હોય પરંતુ બિઝનેસના મામલે તે ઘણી આગળ છે. પોતાના યોગ બુક્સ અને હેલ્ધી ફૂ઼ડની યુટ્યૂબ ચેનલને તે સારી રીતે મેનેજ કરી આગળ વધી રહી છે.

  • સફળ બિઝનેસવુમન બનેલી એક્ટ્રેસિસ I Actresses Turned Business Woman
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    મલાઈકા અરોરા અને બિપાશા બાસુ


    - બોલિવૂડની બે એક્ટ્રેસિસ એક સાથે ભાગ્યે જ જોવા મળે છે અને સાથે હોય ત્યારે ધમાલ મચાવે છે. આવુ જ બિપાશા અને મલાઈકા કરી રહી છે. સુઝાન ખાન સાથે મળી આ બંને એક્ટ્રેસિસ લાઈફસ્ટાઈલ અને ફેશન બ્રાન્ડ ચલાવી રહી છે, જે ઘણી લોકપ્રિય છે.

  • સફળ બિઝનેસવુમન બનેલી એક્ટ્રેસિસ I Actresses Turned Business Woman
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    સુસ્મિતા સેન


    - સિલ્વર સ્ક્રિન પર સુસ્મિતા લાંબા સમયથી ગાયબ છે. જોકે, સુસ્મિતાએ મુંબઈમાં પોતાની બંગાળી રેસ્ટોરન્ટ ખોલી છે. જે મુંબઈમાં ઘણી જ લોકપ્રિય છે. 

  • સફળ બિઝનેસવુમન બનેલી એક્ટ્રેસિસ I Actresses Turned Business Woman
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    પ્રિટી ઝિન્ટા


    - પ્રિટીનું બિઝનેસ કરિયર ઘણું સક્સેસફુલ છે. આઈપીએલ ટીમ કિંગ્સ ઈલેવન પંજાબની કો-ઓનર રહેલી પ્રિટીના આ બિઝનેસમાં ભાગ્યે જ મંદીનો સામનો કરવો પડે છે. ફિલ્મ્સથી દૂર છે પરંતુ પ્રિટી આ લિસ્ટમાં છે પર્ફેક્ટ બિઝનેસ વુમન!

  • સફળ બિઝનેસવુમન બનેલી એક્ટ્રેસિસ I Actresses Turned Business Woman
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    જૂહી ચાવલા


    - પ્રિટી બાદ આઈપીએલમાં વધુ એક એક્ટ્રેસની ટીમ છે અને તે છે જુહી ચાવલાની. કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાં શાહરૂખ ખાન સાથે જૂહી ચાવલા ટીમની કો-ઓનર છે. જૂહી હાલ સિલેક્ટેડ ફિલ્મ્સ કરે છે. જૂહી આ સિવાય ફાર્મિંગ પણ કરે છે.

  • સફળ બિઝનેસવુમન બનેલી એક્ટ્રેસિસ I Actresses Turned Business Woman
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    માધુરી દીક્ષિત


    - વર્ષ 2014માં જૂહી ચાવલાની સાથે ફિલ્મ ‘ગુલાબ ગેંગ’માં જોવા મળેલી માધુરી હજુપણ એક્ટિંગ ફિલ્ડમાં એક્ટિવ છે. તે ઘણા ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે પણ જોવા મળી છે. આ ઉપરાંત એક બિઝનેસ વુમન તરીકે પણ તે કમાલ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, માધુરીની ઓનલાઈન ડાન્સ ક્લાસની વેબસાઈટ છે. આ સાથે જ માધુરીએ પોતાની લાઈફસ્ટાઈલ અને ફેશન બ્રાન્ડ પણ લોન્ચ કરી છે.

  • સફળ બિઝનેસવુમન બનેલી એક્ટ્રેસિસ I Actresses Turned Business Woman
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    સોનમ કપૂર


    - બોલિવૂડની ટોચની એક્ટ્રેસ એવી સોનમ કપૂરે તાજેતરમાં સફળ બિઝનેસમેન એવા આનંદ આહૂજા સાથે લગ્ન કર્યા છે. સોનમનું એક્ટિંગ કરિયર પણ હાલ ટોચ પર ચાલી રહ્યું છે. આ સાથે જ તે એક સફળ બિઝનેસ વુમન તરીકે પણ આગળ વધી રહી છે. તેણે પોતાની બહેન રેહા કપૂર સાથે મળી પોતાની બ્રાન્ડ લોન્ચ કરી હતી, જેમાં સોનમ અને રેહાના સ્ટાઈલિશ કપડાંઓનું કલેક્શન છે.

  • સફળ બિઝનેસવુમન બનેલી એક્ટ્રેસિસ I Actresses Turned Business Woman
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    દીપિકા પાદુકોણ


    - ફેશન અને લાઈફસ્ટાઈલમાં પોતાની બ્રાન્ડ ખોલવી દીપિકા પાદુકોણ માટે પણ સારો વિકલ્પ સાબિત થયો. ભલે તે હાલ બોલિવૂ઼ડમાં ટોચની એક્ટ્રેસિસમાંથી એક હોય પરંતુ તેણે પોતાની ફેશન અને લાઈફસ્ટાઈલ બ્રાન્ડ લોન્ચ કરી પોતાનો સાઈડ બિઝનેસ સેટ કરી લીધો છે. દીપિકા ઘણીવાર પોતાની જ બ્રાન્ડના કપડામાં જોવા મળતી હોય છે.

  • સફળ બિઝનેસવુમન બનેલી એક્ટ્રેસિસ I Actresses Turned Business Woman

    આલિયા ભટ્ટ


    - નાની વયે જ બોલિવૂડની ટોચની એક્ટ્રેસિસમાં સ્થાન મેળવનારી આલિયાએ બોલિવૂડની સક્સેસફુલ બિઝનેસવુમનના લિસ્ટમાં પણ પોતાનું નામ સામેલ કરી લીધું છે. આલિયાએ પણ ઓનલાઈન પોર્ટલ સાથે પોતાની ફેશન બ્રાન્ડને લોન્ચ કરી છે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ