68ની ઉંમરમાં પણ એટલી જ સુંદર લાગે છે ઝિન્નત અમાન, લાંબા સમય બાદ મળી જોવા

at the age of 68 zeenat aman looked a beautiful

divyabhaskar.com

Sep 12, 2018, 11:03 AM IST

મુંબઈઃ 70 અને 80ના દાયકાની બોલિવૂડની ટોપ એક્ટ્રેસિસ ઝિન્નત અમાન લાંબા સમય બાદ જોવા મળી હતી. આ સમયે તેણે બ્લૂ તથા વ્હાઈટ રંગનો કૂર્તો તથા બ્લેક પેન્ટ પહેર્યું હતું. 68 વર્ષની ઉંમરમાં પણ ઝિન્નતની સુંદરતા અંકબંધ છે. 1970માં તે મિસ એશિયા પેસિફિકની વિનર બની હતી. પ્રોફેશનલ લાઈફમાં સક્સેસફૂલ રહેલી ઝિન્નતનું અંગત જીવન એટલું જ વિવાદાસ્પદ રહ્યું છે. બોયફ્રેન્ડ જ નહીં પતિ પણ માર મારતો હતો.


બોયફ્રેન્ડે માર્યો હતો મારઃ
ઝિન્નત તથા સંજય ખાન વચ્ચે એક સમયે અફેર હતું. બંનેએ 'અબ્દુલ્લા'ના શૂટિંગ સમયે લગ્ન પણ કરી લીધા હતાં. કહેવાય છે કે સંજય ખાન અનેક વાર ઝિન્નતને માર મારતો હતો. એકવાર તેણે જાહેરમાં ઝિન્નતને ફટકારી હતી. જ્યારે બંનેના સંબંધોની જાણ સંજય ખાનની પત્ની ઝરિનને ખબર પડી ત્યારે હંગામો થયો હતો. અંતે, આ બંનેના સંબંધો પૂરા થયા અને ઝિન્નતના જીવનમાં મઝહર ખાન આવ્યો હતો.


માતાની વિરૂદ્ધમાં જઈને કર્યાં લગ્નઃ
મઝહર સાથે મુલાકાત થયા બાદ ઝિન્નતને લાગ્યું કે તેને તેનો પ્રેમ મળી ગયો અને લગ્ન કરવાનું વિચાર્યું હતું. જોકે, ઝિન્નતની માતા આ લગ્ન માટે તૈયાર નહોતી. માતાની વિરૂદ્ધ જઈને ઝિન્નતે મઝહર સાથે લગ્ન 11 ઓક્ટોબર, 1985માં લગ્ન કર્યાં હતાં. લગ્નના થોડો સમય બાદ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા અને મઝહર ઝિન્નતને માર મારતો હતો. બંનેને બે દીકરા ઝહાન તથા અઝાન છે. લગ્નના થોડા સમય બાદ મઝહરને કિડની ઈન્ફેક્શન થઈ ગયું હતું. 1998માં કિડની ફેઈલ થવાને કારણે તેનું નિધન થયું હતું. સૂત્રોના મતે, ઝિન્નત પતિથી અલગ થવા માંગતી હતી અને તેણે ડિવોર્સની અરજી પણ ફાઈલ કરી હતી પરંતુ તે પહેલાં જ મઝહરનું અવસાન થયું હતું.


પાકિસ્તાની ક્રિકેટર સાથે જોડાયું છે નામઃ
70ના દાયકામાં ઝિન્નત દરેક મેગેઝિન કવરપેજ પર જોવા મળતી હતી. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઈમરાન ખાન સાથે પણ ઝિન્નતનું નામ જોડાઈ ચૂક્યું છે.

15 વર્ષ પહેલાં ગુમ થયો હતો બોલિવૂડ એક્ટર, મોતના સમાચાર આવ્યા બાદ રીષિએ શોધ્યો તો અંતે મળ્યો હતો પાગલખાનામાંથી

X
at the age of 68 zeenat aman looked a beautiful
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી