દીકરાને દૂધ પીવડાવતા-પીવડાવતા સની લિયોને કરી બાપ્પાની પૂજા, દીકરીએ પછી કર્યો મોમ સની અને પાપા ડેનિયલને ચાંદલો

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોને પોતાના નવા ઘરમાં ગણેશની સ્થાપના કરી છે.

divyabhaskar.com | Updated - Sep 16, 2018, 12:41 PM
sunny leone purchased new house in mumbai and shift on ganesh chaturthi

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોને પોતાના નવા ઘરમાં ગણેશની સ્થાપના કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામમાં પતિ ડેનિયલ તથા દીકરી નિશા સાથે બાપ્પાની પૂજા કરતી એક ફેમિલી ફોટો પણ શૅર કર્યો છે. ફોટોમાં સની દીકરાને દૂધ પીવડાવે છે અને બાપ્પાની પૂજા કરતી જોવા મળે છે. પછી દીકરી નિશા કૌર પાપા ડેનિયલને ચાંદલો કરે છે. સનીએ આ ફોટો સાથે કેપ્શન આપ્યું હતું, ''દીકરી નિશાને કારણે જ ભગવાનમાં વિશ્વાસ છે. દીકરીનો ખોળો મળવો ભગવાનના આશીર્વાદ છે. નિશાને સ્વર્ગમાંથી મોકલાયેલી ઈશ્વરની ભેટ છે'' ઉલ્લેખનીય છે કે સનીએ 2017માં મહારાષ્ટ્રના લાતુરમાંથી 21 મહિનાની દીકરી નિશાને દત્તક લીધી હતી. સનીને સેરોગસીથી બે ટ્વિન્સ દીકરા Noah અને Asher છે.


મુંબઈમાં ખરીદ્યું નવું ઘરઃ
ગણેશ ચતુર્થીના દિવસે સની તથા ડેનિયલ મુંબઈના નવા ઘરમાં શિફ્ટ થયા છે. સનીએ નવા ઘરનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું, ''મને નિયમોની ખબર નથી અને શુ સાચું છે તે પણ ખ્યાલ નથી. જોકે, ડેનિયલ અને હું ગણેશ ચતુર્થીના દિવસે મુંબઈમાં અમારા નવા ઘરમાં શિફ્ટ થઈ રહ્યાં છીએ. તમામને ગણેશ ચતુર્થીની શુભકામના. ભગવાનની કૃપા તમામ પર રહે.''


11 પરિવારે નિશાને દત્તક લેવાનો કર્યો હતો ઈનકારઃ
ઘણાં ઓછા લોકોને ખ્યાલ છે કે સનીએ જે દીકરીને દત્તક લીધી છે, તેને 11 પરિવારે એડોપ્ટ કરવાનો ઈનકાર કર્યો હતો. નિશાનો રંગ કાળો હોવાથી કોઈ તેને દત્તક લેવા માંગતું નહોતું. બાળકોને દત્તક આપનારી સંસ્થા ચાઈલ્ડ એડોપ્શન રિસોર્સ એજન્સીના સીઈઓ લેફ. કર્નલ દિપક કુમારે આ વાતનો ખુલાસો કર્યો હતો.


9 મહિના બાદ મળી હતી દીકરીઃ
દિપક કુમારે કહ્યું હતું કે સનીએ પણ અન્ય પરિવારોની જેમ જ પોતાના ટર્નની રાહ જોઈ હતી. તેણે કોઈ પણ નિયમો તોડ્યા વગર તમામ ફોર્માલિટી પૂરી કરી હતી. સનીએ 30 સપ્ટેમ્બર, 2016ના રોજ અરજી કરી હતી. અરજીના નવ મહિના બાદ એટલે કે 21 જૂન, 2017ના રોજ આ દીકરી અંગે જણાવ્યું હતું અને નિશાને સની-ડેનિયલે એડોપ્ટ કરી હતી.

'બિગ બોસ'નું ઘર અંદરથી છે આવું કલરફૂલ, બેડરૂમથી લઈ સ્વિમિંગ એરિયા સુધીની ખાસ તસવીરો

X
sunny leone purchased new house in mumbai and shift on ganesh chaturthi
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App