પત્ની સોનમ કપૂરનો વજનદાર દુપટ્ટો સંભાળતો જોવા મળ્યો પતિ આનંદ આહુજા

bollywood actress sonam kapoor came with anand ahuja in fashion event

divyabhaskar.com

Sep 09, 2018, 01:35 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર તથા આનંદ આહુજાની જોડી ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. સોનમ પોતાની ફેશન સેન્સ માટે લોકપ્રિય છે, તો આનંદ આહુજા પોતાની સાદગીને કારણે ચાહકોમાં ફેમસ છે. હાલમાં જ બંને દિલ્હીમાં આયોજીત એક ફેશન ઈવેન્ટમાં સાથે આવ્યા હતાં. અહીંયા આનંદ આહુજાએ પત્ની સોનમ કપૂરનો ભારે દુપટ્ટો પકડીને પત્નીને સાથ આપ્યો હતો.


જ્વેલરી લોન્ચિંગમાં આનંદ-સોનમઃ
દિલ્હીમાં આયોજીત એક જ્વેલરી બ્રાન્ડના એન્ડોર્સમેન્ટમાં સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે આવી હતી. સોનમ જેવી પતિ સાથએ એન્ટર થઈ ત્યારે લાંબો દુપટ્ટો નીચે પડી ગયો હતો. પહેલાં તો દુપટ્ટાને સોનમ કપૂરની સાથે આવેલી આસિસ્ટન્ટે સંભાળ્યો હતો પરંતુ પછી તરત જ આનંદે દુપટ્ટો પોતાના હાથમાં રાખ્યો હતો.


સતત રહ્યો પત્નીની સાથેઃ
આનંદ આહુજાએ પત્નીનો દુપટ્ટો ત્યાં સુધી પકડી રાખ્યો હતો જ્યાં સુધી તે સ્ટેજ પર ના પહોંચી. આનંદ આહુજાનું આ વર્તન જોઈને ત્યાં હાજર રહેલાં તમામ લોકો તેના દિવાના બની ગયા હતાં. આનંદ બ્લેક એન્ડ વ્હાઈટ લુકમાં હતો, જ્યારે સોનમે પર્પલ રંગનો લહેંગો પહેર્યો હતો.


આઠ મેએ કર્યાં લગ્નઃ
સોનમ તથા આનંદે આઠ મેના રોજ મુંબઈમાં પંજાબી વિધીથી લગ્ન કર્યાં હતાં. તે જ દિવસે રાત્રે રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં બોલિવૂડના અનેક સેલેબ્સ હાજર રહ્યાં હતાં.

અનિલ કપૂરે માત્ર 10 લોકોની હાજરીમાં કર્યાં હતાં સુનિતા સાથે લગ્ન, 10 વર્ષ કર્યું હતું એકબીજાને ડેટિંગ

X
bollywood actress sonam kapoor came with anand ahuja in fashion event
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી