કેન્સરગ્રસ્ત સોનાલી બેન્દ્રે પર દેખાય છે બીમારીની અસર, ત્રણ કિમો બાદ હવે લાગે છે કમજોર, આંખો નીચે જોવા મળ્યા ડાર્ક સર્કલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ કેન્સરગ્રસ્ત સોનાલી ન્યૂયોર્કમાં રહી પોતાની સારવાર કરાવી રહી છે. સમયાંતરે જાહેર થતી રહેતી તેની તસવીરો ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર સોનાલીની નવી તસવીરો સામે આવી છે. સોનાલી તાજેતરની તસવીરોમાં તે બાલ્ડ લુકમાં જોવા મળી રહી હતી. આ વખતે તે તસવીરોમાં ટોપી પહેરીને જોવા મળી. તસવીરમાં તે મિત્રો સુઝૈન ખાન અને ગાયત્રી ઓબેરૉય સાથે જોવા મળી રહી છે. સોનાલીને કેન્સર હોવાની વાત સામે આવી ત્યારથી બંને મિત્રોએ તેને સતત સાથ આપ્યો છે. સોનાલીની તસવીરોને ધ્યાનથી જોઈએ તે આંખો નીચે ડાર્ક સર્કલ જોઈ શકાય છે. એવુ લાગે છે બીમારીની અસર હવે તેના ચેહરા પર જોવા મળી રહી છે, આ ઉપરાંત ત્રણ કિમો બાદ તે ઘણી કમજોર પણ લાગી હતી. સુઝૈન ખાને સોનાલી સાથેની તસવીર સાથે એક ઈમોશનલ પોસ્ટ પણ કરી હતી.

 

અનુપમ પણ મળ્યા હતા સોનાલીને


- સુઝૈને લખ્યું હતું કે, તે જાણે છે કે ગમે તેવું મોટું તોફાન આવે તો પણ તેઓ બધા એકબીજા સાથે રહેશે અને કિનારા સુધી પહોંચી જશે. સોનાલી ઘણી સારી રીતે પોતાની બીમારીથી લડી રહી છે.
- ગતદિવસોમાં અનુપમ ખેરે સોનાલીની મુલાકાત લીધી હતી અને તેને પોતાની રિયલ હીરો ગણાવી હતી.
- અનુપમ ખેરે ટ્વિટ કરી લખ્યું હતું કે,"મે સોનાલી બેન્દ્રે સાથે ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું છે. તે ઘણી દયાળુ છે. ગત 15 દિવસોમાં સોનાલીની સાથે ન્યૂયોર્કમાં સમય પસાર કરવાની તક મળી. હું એટલું ચોક્કસ કહી શકું છું કે તે મારી હીરો છે."

 

અર્જુન કપૂર-પરિણીતી ચોપરાની 'નમસ્તે ઈંગ્લેન્ડ'માં જોવા મળ્યો ભારતનો ખોટો નકશો