ચણિયા-ચોળી પહેરીને બાપ્પાના આશીર્વાદ લેવા આવી કરિનાની ભાણી ઈનાયા, ખોળામાં સંભાળતી જોવા મળી સોહા અલી ખાન

કરિનાની નણંદ સોહા અલી ખાન અને તેનો પતિ કૃણાલ ખૈમૂ પણ ગણેશ ચતુર્થી સેલિબ્રેટ કરતા જોવા મળ્યા હતા.

divyabhaskar.com | Updated - Sep 14, 2018, 04:52 PM
Soha Ali Khan Daughter Innaya Celebrated Her First Ganesh Chaturthi

મુંબઈઃ બોલિવૂડ સેલિબ્રિટિઝ ગમેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી મનાવે છે. એક બાજુ સલમાને સંપૂર્ણ પરિવાર સાથે આ તહેવાર સેલિબ્રેટ કર્યો તો કપૂર સિસ્ટર્સ પણ આ મામલે આગળ રહી જોકે આ દરમિયાન તૈમૂર અલી ખાન ક્યાંય જોવા મળ્યો નથી. તૈમૂર ભલે જ ન જોવા મળ્યો પરંતુ તેની બહેન ઈનાયા જોવા મળી હતી. કરિનાની નણંદ સોહા અલી ખાન અને તેનો પતિ કૃણાલ ખૈમૂ પણ ગણેશ ચતુર્થી સેલિબ્રેટ કરતા જોવા મળ્યા હતા. વાસ્તવમાં સોહા અને કૃણાલ અર્પિતાના ઘરે ગણપતિ બાપ્પાના દર્શન માટે પહોંચ્યા હતા.

લહેંગામાં જોવા મળી ઈનિયા


- સોહા અને દીકરી ઈનાયાએ મેચિંગ યલો કલરનો ડ્રેસ પહેર્યો હતો. ઈનાયા પર યલો કલર ઘણો જામી રહ્યો હતો. અગાઉ રક્ષાબંધન પર પણ તેણે આ કલરનો જ ડ્રેસ પહેર્યો હતો.
- સોહા અલી ખાને આ સમયે યલો કલરનો પટિયાલા સૂટ પહેર્યો હતો તો કૃણાલે બ્લેક કુર્તા સાથે ઓફ વ્હાઈટ ધોતી પેન્ટ પહેરી હતી. સૌથી વધુ આકર્ષક ઈનાયા લાગી રહી હતી. યલો અને પિન્ક કલરના ડ્રેસમાં તે ઘણી ક્યૂટ લાગી રહી હતી.
- તાજેતરમાં જ સોહા અલી ખાન, કૃણાલ ખેમૂ અને ઈનાયા માલદીવમાં વેકેશન માણવા પહોંચ્યા હતા. આ સમયે કરીના, સૈફ અને તૈમૂર પણ તેમની સાથે જોવા મળ્યા હતા. સોહાએ તેમની એક પૂલ તસવીર શેર કરી હતી.

‘બિગ બોસ-12’નું લક્ઝૂરિયસ ઘર અંદરથી દેખાય છે આવું, સલમાનનો શો શરૂ પણ નથી થયો ને Leak થઈ Inside તસવીરો

X
Soha Ali Khan Daughter Innaya Celebrated Her First Ganesh Chaturthi
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App