ન્યૂયોર્કમાં પ્રિયંકાએ પહેર્યો આટલો મોંઘો ડ્રેસ, આ કિંમતમાં મુંબઈથી બેંગકોક ફરીને આવી શકાય

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા હાલમાં જ ન્યૂયોર્ક ફેશન વીકમાં ડેલી ફ્રંટ રો મીડિયા ફેશન એવોર્ડ્સમાં હાજર રહી હતી.

divyabhaskar.com | Updated - Sep 09, 2018, 03:17 PM
bollywood priyanka chopra wore 61 thousand top and skirt

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા હાલમાં જ ન્યૂયોર્ક ફેશન વીકમાં ડેલી ફ્રંટ રો મીડિયા ફેશન એવોર્ડ્સમાં હાજર રહી હતી. આ એવોર્ડ્સની તસવીરો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં પ્રિયંકાનો ગોર્જિયસ અંદાજ જોવા મળે છે. પ્રિયંકાનો બ્લેક શોર્ટ ડ્રેસની ઘણી જ ચર્ચા થઈ રહી છે. પ્રિયંકાએ Dion Lee ક્રિએશનનું ટોપ-સ્કર્ટ પહેર્યું હતું. આ કિંમતમાં મુંબઈથી બેંગકોક ફરીને આવી શકાય.


આટલો મોંઘો છે ડ્રેસઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રિયંકાના ટોપની કિંમત 21 હજાર રૂપિયા છે. જ્યારે સ્કર્ટની કિંમત 40 હજાર રૂપિયા છે. એટલે કે આખો ડ્રેસ 61 હજાર રૂપિયાનો છે. જો મુંબઈથી બેંગકોકની ટ્રિપની વાત કરીએ તો એક ટ્રાવેલ વેબસાઈટ પ્રમાણે, એક વ્યક્તિ માટે પાંચ દિવસ, ચાર રાતનું પ્રીમિયર પેકેજ ડિસ્કાઉન્ટ બાદ 55 હજાર રૂપિયામાં પડે છે.


આ પહેલાં કરી રાલ્ફ લોરેન સાથે મુલાકાતઃ
ન્યૂયોર્ક ફેશન વીકમાં આયોજીત લક્ઝરી બ્રાન્ડ Ralph Laurenની 50મી એનિવર્સરીના સમયે નિક અને પ્રિયંકાએ Ralph Lauren સાથે મુલાકાત કરી હતી. આ ઈવેન્ટમાં પ્રિયંકા અને નિક કેન્ડિડ તસવીરો ઘણી ખાસ રહી હતી. આ વર્ષે ઓગસ્ટમાં રોકા સેરેમની બાદ પ્રિયંકા અને નિક જોનાસના સંબંધની પૃષ્ટિ થઈ હતી. હવે લોકો આ બંનેના લગ્નની તારીખની રાહ જોઈ રહ્યાં છે. નિકને એક શોમાં જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યું કે તેમનું કોઈ સેલિબ્રિટી નામ છે તો નિકે જણાવ્યું હતું કે,‘પ્રિયંકાને અમારુ ‘પ્રિક’ નામ ગમે છે.’ ફેન્સ આ જોડીને ‘નિક્યાંકા’ કહીને પણ બોલાવે છે.

બે જેઠાણી, એક દિયર અને બે ભત્રીજી સહિત હર્યુંભર્યું છે પ્રિયંકા ચોપરાનું વિદેશી સાસરું

X
bollywood priyanka chopra wore 61 thousand top and skirt
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App