Divya Bhaskar

Home » Bollywood » Gossip » priyanka chopra first time kisses nick jonas publicly

What A Moment! 'દેસી ગર્લ' પ્રિયંકા ચોપરાએ અમેરિકામાં જાહેરમાં ફિયાન્સ નિકને કરી Kiss

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:21 PM

'દેસી ગર્લ' પ્રિયંકા ચોપરાના ફિયાન્સ નિક જોનાસનો 16 સપ્ટેમ્બરના રોજ 26મો જન્મદિવસ છે

  • priyanka chopra first time kisses nick jonas publicly

    મુંબઈઃ 'દેસી ગર્લ' પ્રિયંકા ચોપરાના ફિયાન્સ નિક જોનાસનો 16 સપ્ટેમ્બરના રોજ 26મો જન્મદિવસ છે. નિક તથા પ્રિયંકાએ કેલિફોર્નિયામાં જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આટલું જ નહીં પ્રિયંકાએ જાહેરમાં નિક જોનાસને પહેલી જ વાર કિસ કરી હતી. આ તસવીરો હાલમાં સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ છે.


    શૅર કરી તસવીરઃ
    જન્મદિવસના એક દિવસ પહેલાં પ્રિયંકા ચોપરાએ સોશ્યિલ મીડિયામાં પરિવાર, નિકટના ફ્રેન્ડ્સ સાથેની એક તસવીર શૅર કરી હતી અને લખ્યું હતું, ‘Birthday Hang’.


    સ્ટેડિયમમાં કાપી કેક ને પ્રિયંકાએ કરી કિસઃ
    નિક જોનાસની કોન્સર્ટ હતી. કોન્સર્ટ પૂર્ણ થયા બાદ નિકે સ્ટેજ પર કેક કાપી હતી. ત્યારબાદ પ્રિયંકાએ નિકને કિસ કરી હતી. આ સમયે પ્રિયંકા રેડ હોટ ડ્રેસમાં સેક્સી લાગતી હતી.


    નિક સાથે ક્વોલિટી ટાઈમ કરે છે સ્પેન્ડઃ
    છેલ્લાં કેટલાંક સમયથી પ્રિયંકા તથા નિક ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યાં છે. પહેલાં બંને મેક્સિકોમાં વેકેશન મનાવવા ગયા હતાં. ત્યારબાદ લોસ એન્જલ્સ સાથે રહ્યાં હતાં અને હવે, બંને કેલિફોર્નિયામાં જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યાં છે. આટલું જ નહીં થોડા દિવસો પહેલાં નિક તથા પ્રિયંકા ન્યૂયોર્ક ફેશન વીકમાં પણ સાથે જોવા મળ્યાં હતાં.


    18 ઓગસ્ટે કરી સગાઈઃ
    નિક જોનાસ પેરેન્ટ્સ સાથે ભારત આવ્યો હતો. 18 ઓગસ્ટના રોજ નિક તથા પ્રિયંકાની રોકા સેરેમની યોજાઈ હતી. ત્યારબાદ તે જ દિવસે રાત્રે બંનેએ સગાઈની પાર્ટી આપી હતી.


    'ભારત' છોડીને આવી વિવાદોમાં:
    પ્રિયંકા ચોપરાએ સલમાન ખાનની ફિલ્મ 'ભારત' છોડી દીધી હતી. પહેલાં એમ કહેવામાં આવતું હતું કે સગાઈને કારણે પ્રિયંકાએ ફિલ્મ છોડી છે પરંતુ ત્યારબાદ અસલી કારણ સામે આવ્યું હતું. આ પ્રમાણે, પ્રિયંકા ચોપરા પોતાના રોલને લઈ ખુશ નહોતી અને ઈન્ટરેશનલ ઈમેજ પ્રમાણે, તેને નહોતું લાગતું કે આ ફિલ્મ તેના માટે યોગ્ય છે. હાલમાં પ્રિયંકા એક્ટર ફરહાન અખ્તર સાથે 'સ્કાય ઈઝ પિંક'માં કામ કરી રહી છે.

    24 હજારનું પેન્ટ, 23 હજારની બેગ, સગાઈ બાદ કેલિફોર્નિયાના રસ્તા પર દેસી ગર્લ પ્રિયંકા ચોપરાનો Gorgeous Look

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending