તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિયંકા ચોપરાની મોમે કર્યાં 25 વર્ષીય જમાઈના નિકના વખાણ, શાંત અને પ્રેમાળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસની સગાઈ થઈ ગઈ છે. બંનેએ 18 ઓગસ્ટના રોજ રોકા સેરેમની કરી હતી અને તે જ રાત્રે પાર્ટી આપી હતી. હાલમાં જ પ્રિયંકા ચોપરાની મોમ મધુ ચોપરાએ અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં જમાઈ નિકના વખાણ કર્યાં હતાં.


પ્રિયંકાએ કરી હતી સગાઈની વાતઃ
મધુ ચોપરાએ કહ્યું હતું દીકરી પ્રિયંકાએ તેમની આગળ આવીને તેને સગાઈ કરવી છે, તે વાત કરી હતી. ત્યારે તેમણે નિક તથા તેના પરિવારને પહેલાં મળવાની વાત કરી હતી.


જોનાસ પરિવાર છે સારોઃ
અમેરિકન પોપ સ્ટાર નિક પોતાના પેરેન્ટ્સ સાથે રોકા સેરેમની માટે આવ્યો હતો. પૂજાવિધિને નિક તથા તેના પેરેન્ટ્સે એન્જોય કરી હતી. નિક માટે આ બધું નવું જ હતું પરંતુ તેણે આ પૂજાને ગંભીરતાથી લીધી હતી. પંડિતજી જે પણ કહે તે કરતો હતો. આટલું જ નહીં સંસ્કૃત મંત્ર પણ સાચા ઉચ્ચારણો સાથે બોલતો હતો. નિકના પેરેન્ટ્સ પણ ઘણાં જ સારા છે, તેમ મધુ ચોપરાએ કહ્યું હતું.


ટ્રેડિશનલ વેડિંગઃ
પૂજા દરમિયાન મધુ ચોપરા પતિ અશોક ચોપરાને યાદ કરીને ભાવુક બની ગયા હતાં. અશોક ચોપરા હંમેશા દીકરી પ્રિયંકાને લગ્ન કરતી જોવા માંગતા હતાં. મધુ ચોપરાએ કહ્યું હતું કે પ્રિયંકાને ખ્યાલ હતો કે તે લગ્ન પહેલાં રોકો સેરેમની કરવા માંગે છે અને તેથી જ તેણે ક્યારેય ના પાડી નહોતી. તેઓ ક્યારેય પોતાના વિચારો દીકરી પર થોપતા નથી. તેઓ લગ્ન ભારતીય રીતે થાય તેમ ઈચ્છે છે. તેમણે રોકાની શરૂઆત પૂજાથી કરી હતી અને આ વાત તેમના માટે ઘણી જ મહત્વની છે. તેઓ મોર્ડન માતા છે પરંતુ દિલથી આજે પણ જૂનવાણી છે.


નિક શાંત અને પરિપક્વઃ
નિક જ્યારે પહેલી જ વાર ચોપરા પરિવારને મળવા માટે મુંબઈ આવ્યો હતો ત્યારે તેના વિશે કોઈ અભિપ્રાય આપવો બહુ વહેલો હતો. હવે તેમને પ્રિયંકાના જજમેન્ટ પર વિશ્વાસ છે. પ્રિયંકા લાગણીશીલ નથી. તે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ઘણો જ વિચાર કરે છે અને પછી જ નિર્ણય લે છે. તેમને વિશ્વાસ છે કે નિક સાથેના લગ્નનો નિર્ણય સાચો પુરવાર થશે. મધુ ચોપરાએ 25 વર્ષીય જમાઈ નિકના વખાણ કરતાં કહ્યું હતું કે તે ઘણો જ શાંત અને મેચ્યોર છે. પરિવારના દરેક સભ્યો તેને પ્રેમ કરે છે. તે ઘણો જ સભ્ય અને મોટા લોકોને આદર આપે છે.


લગ્નને હજી વારઃ
સગાઈની વાત બહાર આવતા જ પ્રિયંકા-નિકનાં લગ્નને લઈ ચર્ચા થવા લાગી છે. મધુ ચોપરાએ લગ્નને લઈને કહ્યું હતું કે હજી સુધી લગ્નની ડેટ ફાઈનલ થઈ નથી. બંને પોત-પોતાના કામમાં વ્યસ્ત છે. તેઓ પોતાના કમિટમેન્ટ્સ પૂર્ણ કર્યા બાદ કયા અને ક્યારે લગ્ન કરવા છે, તે અંગે વિચાર કરશે.

 

મોટી બહેન પ્રિયંકા ચોપરાની સગાઈમાં પરિણીતીએ ના ખરીદ્યા કપડાં, પહેર્યો દોઢ વર્ષ જૂનો ડ્રેસ