પાર્ટીમાં પ્રિયંકા ચોપરાનાં હાથમાં જોવા મળી એન્ગેજમેન્ટ રિંગ, દેસી ગર્લે વિદેશી પ્રેમી સાથેની સગાઈની વાત સ્વીકારી?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ છેલ્લાં એક મહિનાથી પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસની સગાઈ ચર્ચાનો વિષય છે. પહેલાં નિક સાથે પ્રિયંકા ભારત આવી હતી અને માતા મધુ ચોપરા સાથે મુલાકાત કરાવી હતી. હાલમાં જ પ્રિયંકા તથા નિક સિંગાપોરમાં સાથે જોવા મળ્યાં હતાં. નિકે હાલમાં જ એક મેગેઝિન સાથેની વાતચીતમાં સગાઈ કરી હોવાનો આડકતરી રીતે સ્વીકાર કર્યો હતો. હાલમાં જ મનિષ મલ્હોત્રાની પાર્ટીમાં પ્રિયંકા ચોપરાએ પોતાની રિંગ ફિંગરમાં રિંગ હોય તે રીતની તસવીર પડાવી હતી. આ તસવીરથી એમ માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકાએ નિક સાથેની સગાઈનો સ્વીકાર કરી લીધો છે.


રવિના ટંડન સાથે લીધી છે સેલ્ફીઃ
મનિષ મલ્હોત્રાની પાર્ટીમાં રવિના ટંડન તથા પ્રિયંકા ચોપરાએ સેલ્ફી લીધી હતી. રવિનાએ આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શૅર કરી હતી. જેમાં પ્રિયંકાના હાથમાં એન્ગેજમેન્ટ રિંગ જોઈ શકાય છે. માનવામાં આવે છે કે પ્રિયંકા પોતાના ચાહકોને એન્ગજમેન્ટની વાત છુપાવીને રાખવા માંગતી નથી.


'ધ સ્કાઈ ઈઝ પિંક'માં વ્યસ્તઃ
પ્રિયંકા ચોપરા હાલમાં મુંબઈમાં 'ધ સ્કાઈ ઈઝ પિંક'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફરહાન અખ્તરની સાથે આ ફિલ્મમાં ઝાયરા વસીમ છે. પ્રિયંકાએ સલમાન ખાનની 'ભારત' હોલિવૂડ ફિલ્મને કારણે છોડી દીધી હતી.


18 ઓગસ્ટે નિક આવશે ભારતઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નિક જોનાસ 18 ઓગસ્ટે પરિવાર સાથે ભારત આવવાનો છે. આ સમયે પ્રિયંકા એક પાર્ટી આપવાની છે અને પાર્ટીમાં સગાઈની જાહેરાત કરે તેમ માનવામાં આવી રહ્યું છે.

 

 

માત્ર ફિલ્મ્સમાં જ નહીં પરંતુ Real Lifeમાં દેશભક્ત છે અક્ષય કુમાર, ખેડૂતોથી લઈ શહીદ સૈનિકોના પરિવારને કરી ચૂક્યો છે મદદ