નાઈટ ક્લબમાં દેસી ગર્લ પ્રિયંકા અને નિકનો રોમાન્સ પૂર બહારમાં ખીલ્યો, બંને વચ્ચે જોવા મળી ગાઢ નિકટતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસ હાલમાં સિંગાપોરમાં છે. બંને નાઈટક્લબમાં રોમાન્સ કરતા જોવા મળ્યાં હતાં. આ વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. સિંગાપુરની લાવો નાઈટ ક્લબમાં પ્રિયંકા તથા નિક ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા જોવા મળ્યાં હતાં. અહીંયા બંને એકબીજાની ઘણાં જ ક્લોઝ હતાં.


એક વ્યક્તિએ શૂટ કર્યો વીડિયોઃ
નાઈટ ક્લબમાં હાજર એક વ્યક્તિએ પ્રિયંકા તથા નિકની ક્લોઝનેસનો વીડિયો કેમેરામાં રેકોર્ડ કર્યો હતો અને પછી ઈન્ટરનેટ પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયો હાલમાં નેટ પર છવાઈ ગયો છે.

સપ્ટેમ્બરમાં લગ્ન કરી તેવી શક્યતાઃ
નિક જોનાસનો 16 સપ્ટેમ્બરના રોજ 26મો જન્મદિવસ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નિક પોતાના જન્મદિવસ પર લગ્ન કરીને આ દિવસને યાદગાર બનાવી શકે છે. જે રીતે પ્રિયંકાના 36માં જન્મદિવસ પર એટલે કે 18 જુલાઈના રોજ બંનેએ લંડનમાં સગાઈ કરી હતી. તે જ રીતે લગ્ન પણ નિકના જન્મદિવસ પર કરી શકે છે. જોકે, સગાઈને લઈને પ્રિયંકા કે નિકે અત્યાર સુધી કોઈ નિવેદન આપ્યું નથી.


સ્ટોર કરાવ્યો હતો બંધઃ
લંડન જતા પહેલાં નિકે ન્યૂયોર્કના ટિફની સ્ટોરમાંથી પ્રિયંકા માટે એન્ગેજમેન્ટ રિંગ ખરીદી હતી. રિંગ ખરીદતી વખતે નિકે થોડો સમય આ સ્ટોર પણ બંધ કરાવ્યો હતો.


મિત્રોએ કર્યો ખુલાસોઃ
ઈન્ટરનેશનલ મેગેઝીન પીપલના જણાવ્યા પ્રમાણે, ''નિકના મિત્રોએ દાવો કર્યો છે કે તેઓ હાલમાં ઘણાં જ ખુશ છે. નિકના પરિવાર તથા ફ્રેન્ડ્સે તેને આ પહેલાં ક્યારેય આટલો ખુશ જોયો નહોતો. નિક આ સંબંધને લઈને ઘણો જ ગંભીર છે.''


બે મહિનાથી કરતાં ડેટઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસ મે, 2018થી એકબીજાને ડેટ કરતાં હતાં. પ્રિયંકા તથા નિક શરૂઆતથી જ આ સંબંધોને લઈને ઘણાં જ ગંભીર હતાં. ઓક્ટોબર, 2017માં 'ક્વોન્ટિકો'નો કો-સ્ટારના ઘરે પ્રિયંકા તથા નિકની મુલાકાત થઈ હતી. એક અઠવાડિયા બાદ જ પ્રિયંકા તથા નિક મેટ ગાલા ઈવેન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં.

 

Confirm: પ્રિયંકા ચોપરા 10 વર્ષ નાના વિદેશી પ્રેમી નિક જોનાસ સાથે કરશે લગ્ન, ફોઈએ સ્વીકારી આ વાત