તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Shahrukh Khan To Salman Khan, These Celebs Not Attend Priyanka Chopra Engagement Party

સલમાન-શાહરૂખથી લઈ શાહિદ કપૂર, પ્રિયંકા-નિક જોનાસની સગાઈમાં સામેલ નહીં થાય આ બોલિવૂડ સેલેબ્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ 18 ઓગસ્ટે સગાઈ કરશે તેવી ચર્ચા જોર-શોરથી બોલિવૂડમાં થઈ રહી છે. પ્રિયંકાનાં ઘરને પણ સજાવવામાં આવ્યું છે. પ્રિયંકા તથા નિક જોનાસ 18 ઓગસ્ટે હિંદુ રીત-રિવાજથી સગાઈ કરે તેમ માનવામાં આવે છે. નિક જોનાસ પોતાના માતા-પિતા સાથે 16 ઓગસ્ટે મોડી રાત્રે ભારત આવ્યો છે. પ્રિયંકા ચોપરા આ ત્રણેયને રીસિવ કરવા એરપોર્ટ પણ ગઈ હતી. સગાઈ બાદ પ્રિયંકા ચોપરા પોતાના ઘરે એક ગ્રાન્ડ પાર્ટી આપવાની છે. જોકે, આ ગ્રાન્ડ પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ-સલમાન, અક્ષય કુમાર, શાહિદ કપૂર તથા કેટરિના કૈફ સામેલ થશે નહીં.


શાહરૂખ ખાન
2011માં ફિલ્મ 'ડોન 2'ના શૂટિંગ દરમિયાન શાહરૂખ-પ્રિયંકા ચોપરા વચ્ચે અફેર હોવાની ચર્ચા થઈ હતી. આથી જ પત્ની ગૌરીએ પ્રિયંકા સાથે હવે પછી કોઈ ફિલ્મ ના કરવાની હિદાયત પણ આપી હતી. શાહરૂખ તથા પ્રિયંકા ત્યારબાદથી ક્યારેય જાહેરમાં મળતા નથી અને એકબીજાની સામે આવે તો પણ અવગણના કરતા રહેતા હોય છે. માનવામાં આવે છે કે શાહરૂખ ખાન આ પાર્ટીમાં નહીં આવે.


અક્ષય કુમારઃ
વર્ષ 2000ની આસપાસ પ્રિયંકા ચોપરા તથા અક્ષય કુમારે અનેક સાથે ફિલ્મ્સ કરી હતી. બંને છેલ્લે 2005માં ફિલ્મ 'વક્ત'માં જોવા મળ્યાં હતાં. ત્યારબાદ અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ પતિને પ્રિયંકા ચોપરા સાથે કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આથી જ અક્ષય કુમાર પણ આ સગાઈની પાર્ટીમાં સામેલ ના થાય તે સમજી શકાય તેવી વાત છે.


કેટરિના કૈફઃ
બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ હાલમાં ઈટાલી, માલ્ટામાં 'ભારત'નું શૂટિંગ કરી રહી છે. આથી કેટરિના પણ પ્રિયંકાની પાર્ટીમાં આવી શકશે નહીં. નોંધનીય છે કે પહેલાં સલમાન ખાનની 'ભારત'માં પહેલાં પ્રિયંકા ચોપરા કામ કરવાની હતી પરંતુ તેણે છેલ્લી ઘડીએ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.


શાહિદ કપૂરઃ
2009માં પ્રિયંકા તથા શાહિદે 'કમીને'માં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ 2012માં 'તેરી મેરી કહાની'ના સેટ પર તેમની વચ્ચે ગાઢ નિકટતા જોવા મળ્યાં હતાં. બંને વચ્ચે એક સમયે અફેર પણ હતું. જોકે, પછી આ સંબંધોનો અંત આવ્યો હતો. આથી શાહિદ કપૂર પણ પોતાની પૂર્વ પ્રેમિકાની સગાઈની પાર્ટીમાં સામેલ ના થાય તે સમજી શકાય તેવી બાબત છે.


સલમાન ખાનઃ
પ્રિયંકા ચોપરાએ છેલ્લી ઘડીએ ફિલ્મ 'ભારત'માં કામ કરવાની ના પાડી હતી. આ જ કારણથી સલમાન અને પ્રિયંકા વચ્ચેના સંબંધો ખરાબ થયા છે. હાલમાં સલમાન ખાન ઈટાલીના માલ્ટામાં શૂટિંગ કરી રહ્યો છે.

 

 

દિલ્હી આવતા જ પ્રિયંકા ચોપરાએ હાથમાંથી ઉતારીને પોકેટમાં મૂકી એન્ગેજમેન્ટ રિંગ, કેમેરામાં થયું રેકોર્ડ