તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટી બહેન પ્રિયંકા ચોપરાની સગાઈમાં પરિણીતીએ ના ખરીદ્યા કપડાં, પહેર્યો દોઢ વર્ષ જૂનો ડ્રેસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની રોકો સેરેમનીમાં સૌથી પહેલાં પરિણીતી આવી હતી. તે બહેનના ઘરે સવારે 10 વાગે આવી ગઈ હતી. આ સિવાય સાંજની પાર્ટીમાં પણ સૌ પહેલાં પરિણીતી જ આવી હતી. પાર્ટીમાં પરિણીતી ચોપરા બ્લેક રંગના શોર્ટ ડ્રેસમાં આવી હતી. નવાઈની વાત એ છે કે પરિણીતીએ બહેનની સગાઈ માટે કોઈ નવો ડ્રેસ ખરીદ્યો નહોતો. તેણે દોઢ વર્ષ જૂનો ડ્રેસ પહેર્યો હતો.


દુબઈ હોલિ-ડે માટે પરિણીતીએ ખરીદ્યો હતો આ ડ્રેસઃ
પરિણીતી જાન્યુઆરી, 2017માં દુબઈમાં વેકેશમ મનાવવા ગઈ હતી. ત્યારે તેણે ડિઝાઈનર હેમંત તથા નંદિતાનો આ ડ્રેસ ખરીદ્યો હતો. પરિણીતીએ દુબઈ હોલિડે મનાવતી તસવીરમાં આ ડ્રેસ પહેર્યો હતો અને તે શૅર પણ કરી હતી. જેમાં તે ઘણી જ સુંદર લાગતી હતી. બહેનની સગાઈની પાર્ટીમાં પરિણીતીએ આ જ ડ્રેસ પહેર્યો હતો.


આલિયાએ કરી જાહન્વીની નકલઃ
આલિયા ભટ્ટ એક્ટ્રેસ પ્રિયંકાની સગાઈમાં ડાર્ક બ્લૂ રંગનાં fuss-free ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસની કિંમત 348 ડોલર એટલે કે 24 હજાર રૂપિયા જ હતી. આશ્ચર્યની વાત એ છે કે આ ડ્રેસ જાહન્વી કપૂર પોતાના પહેલાં વોગ મેગેઝિનના ફોટોશૂટમાં પહેરી ચૂકી હતી. આલિયાએ જાહન્વીએ જ પહેરેલો ડ્રેસ પાર્ટીમાં રિપીટ કર્યો હતો.

 

 

પ્રિયંકા ચોપરાએ ભાવિ સસરાને કરી Kiss, સાસરિયાં સાથે જોવા મળ્યું જબરજસ્ત બોન્ડિંગ