પાર્ટીમાં રેખા એક્ટ્રેસની માતાને પગે લાગી, મનિષા કોઈરાલા પર કર્યો Kissનો વરસાદ અને લીધા ઓવરણાં

મનિષાની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા રેખા અને શાહરૂખ સહિતના સેલેબ્સ.
મનિષાની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા રેખા અને શાહરૂખ સહિતના સેલેબ્સ.
શાહરૂખ સાથે કેક કાપતી વેળા અને રેખા સાથે મનિષા કોઈરાલા.
શાહરૂખ સાથે કેક કાપતી વેળા અને રેખા સાથે મનિષા કોઈરાલા.
મનિષા અને સુષ્મા કોઈરાલા સાથે રેખા.
મનિષા અને સુષ્મા કોઈરાલા સાથે રેખા.
સુષ્મા કોઈરાલા, વિધુ વિનોદ ચોપડા, રેખા, મનિષા અને અન્ય.
સુષ્મા કોઈરાલા, વિધુ વિનોદ ચોપડા, રેખા, મનિષા અને અન્ય.
મનિષા માન્યતા દત્ત અને મનિષ મલ્હોત્રા સાથે.
મનિષા માન્યતા દત્ત અને મનિષ મલ્હોત્રા સાથે.
મનિષા, સંજય લીલા ભણસાલી અને અન્ય.
મનિષા, સંજય લીલા ભણસાલી અને અન્ય.

divyabhaskar.com

Aug 17, 2018, 02:13 PM IST

મુંબઈઃ મનિષા કોઈરાલાના 48મા જન્મદિવસે શાનદાર સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ખાસ રેખા મનિષાને પેંપર કરતી જોવા મળી હતી. વાસ્તવમાં પાર્ટીમાં સેક્રેટરી ફરઝાના સાથે પહોંચેલી રેખાએ સૌપ્રથમ મનિષાની માતા સુષ્મા કોઈરાલાને પગે લાગી આશીર્વાદ લીધા હતા. જે પછી બર્થડે ગર્લ મનિષાને હેપ્પી બર્થડે વિશ કરતા તેને ફૂલોની માળા પહેરાવી હતી. આ ઉપરાંત રેખાએ બર્થડે ગર્લ પર કિસનો વરસાદ કરી દીધો હતો.

પાર્ટીમાં અચાનક એન્ટ્રી કરી શાહરૂખે આપ્યું સરપ્રાઈઝ


- મનિષાની બર્થડે પાર્ટીમાં શાહરૂખ પણ પહોંચ્યો હતો. કિંગ ખાને અચાનક એન્ટ્રી કરી મનિષાને સરપ્રાઈઝ આપ્યું હતું. જે પછી મનિષાએ શાહરૂખ સાથે મળી કેક કટ કરી હતી.
- મનિષા અને શાહરૂખ ખાને માત્ર 2 ફિલ્મ્સમાં સાથે કામ કર્યું હતું, જેમાં ‘ગુડ્ડુ’ અને ‘દિલ સે’ સામેલ છે. આ બંને ફિલ્મ્સે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.
- ઉલ્લેખનીય છે કે, મનિષાની કમબેક ફિલ્મ ‘ડિયર માયા’ રીલિઝ થઈ ત્યારે તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,"શાહરૂખ એનર્જીથી ભરપુર છે. તેની સાથે કામ કરવું મોટી વાત છે. તે ઘણો કેરિંગ છે અને શૂટિંગ સમયે પણ મને સલાહ આપી હતી."

માન્યતા સહિત પહોંચ્યા આ સેલેબ્સ


- મનિષાની પાર્ટીમાં સંજય દત્તની પત્ની માન્યતા પણ પહોંચી હતી. આ ઉપરાંત સંજય લીલા ભણસાલી, મનિષ મલ્હોત્રા, ગોવિંદાની પત્ની સુનીતા, જેકી શ્રૉફ, ગુલશન ગ્રોવર સહિતના સેલેબ્સ પહોંચ્યા હતા.
- મનિષા કોઈરાલા 2018માં રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘સંજૂ’માં જોવા મળી હતી. તે આ ફિલ્મમાં નરગિસ દત્ત (સંજય દત્તની માતા)ના રોલમાં જોવા મળી હતી.

મનિષાનું ફિલ્મી કરિયર


- મનિષાએ ‘ધનવાન’ (1993), ‘મિલન’ (1994), ‘1942: અ લવ સ્ટોરી’ (1994), ‘બોમ્બે’ (1995), ‘અકેલે હમ અકેલે તુમ’ (1995), ‘અગ્નિસાક્ષી’ (1996), ‘ગુપ્ત’ (1997), ‘દિલ સે’ (1998), ‘મન’ (1999), ‘લજ્જા’ (2001) સહિતની ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું છે.

27 વર્ષના સચિને માત્ર 17 વર્ષની સુપ્રિયા સાથે કર્યાં હતાં લગ્ન, અમિતાભ બચ્ચન માને છે નાનો ભાઈ

X
મનિષાની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા રેખા અને શાહરૂખ સહિતના સેલેબ્સ.મનિષાની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા રેખા અને શાહરૂખ સહિતના સેલેબ્સ.
શાહરૂખ સાથે કેક કાપતી વેળા અને રેખા સાથે મનિષા કોઈરાલા.શાહરૂખ સાથે કેક કાપતી વેળા અને રેખા સાથે મનિષા કોઈરાલા.
મનિષા અને સુષ્મા કોઈરાલા સાથે રેખા.મનિષા અને સુષ્મા કોઈરાલા સાથે રેખા.
સુષ્મા કોઈરાલા, વિધુ વિનોદ ચોપડા, રેખા, મનિષા અને અન્ય.સુષ્મા કોઈરાલા, વિધુ વિનોદ ચોપડા, રેખા, મનિષા અને અન્ય.
મનિષા માન્યતા દત્ત અને મનિષ મલ્હોત્રા સાથે.મનિષા માન્યતા દત્ત અને મનિષ મલ્હોત્રા સાથે.
મનિષા, સંજય લીલા ભણસાલી અને અન્ય.મનિષા, સંજય લીલા ભણસાલી અને અન્ય.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી