તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

87ની ઉંમરમાં દીકરાઓ કરતાં ક્યાંય ફિટ હતાં કૃષ્ણા રાજ કપૂર, કરિના પણ હતી દાદીની ફિટનેસની ચાહક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ કપૂર પરિવારના મોભી કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની ઉંમરે પહેલી ઓક્ટોબરના રોજ નિધન થયું હતું. તેમની પૌત્રી કરિના કપૂર બોલિવૂડની સૌથી સુંદર એક્ટ્રેસિસમાંથી એક છે. જોકે, કરિના કપૂર પોતાની દાદીને સૌથી સુંદર મહિલા માનતી હતી. કરિનાને માને છે કે તે જ્યારે 80 વર્ષની થશે, ત્યારે તે દાદી જેવી જ દેખાય. કરિનાના મતે, તેની દાદી આ ઉંમરે પણ ફિટનેસને લઈ સજાગ રહેતા હતાં. 87ની ઉંમરમાં પણ કૃષ્ણા પોતાના ત્રણેય દીકરાઓ રણધિર, રિષી અને રાજીવ કરતાં વધુ ફિટ હતાં. દીકરાઓની જેમ તેમનું વજન વધ્યું નહોતું અને એવી કોઈ ગંભીર બીમારી પણ નહોતી. 2016માં વધતી ઉંમરને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં પરંતુ પછી થોડાં જ દિવસમાં રજા મળી ગઈ હતી.


દાદીમાંથી ફિટનેસની લીધી પ્રેરણાઃ
એક ઈન્ટરવ્યૂમાં કરિનાને જ્યારે પૂછવામાં આવ્યું કે તે પોતાની ફિટનેસનું ધ્યાન કેવી રીતે રાખે છે. તે ઘી ખાય છે કે નહીં? તો તેના જવાબમાં કરિનાએ કહ્યું હતું કે તે ખાવા-પીવાની બાબતમાં કપૂર જેવી છે. ભોજનમાં ઘી ઘણું જ જરૂરી છે. તેની દાદી આજની ઉંમરે પણ ઘી ભોજનમાં અચૂક લે છે. તેઓ જ્યારે પરણીને કપૂર પરિવારમાં આવ્યા ત્યારે તેની ઉંમર 20 વર્ષની હતી અને 80ની ઉંમરમાં પણ તેમના વજનમાં ખાસ ફેરફાર થયો નહોતો. તે 80ની ઉંમરમાં ફિટ  હતાં.


બેલેન્સ ડાયટઃ
કરિનાએ વધુમાં કહ્યું હતું કે તેની દાદીની સુંદરતાનું રહસ્ય બેલેન્સ્ડ ડાયટ છે. તે ઈચ્છે છે કે તે પણ 80ની ઉંમરમાં દાદીની જેવી જ સુંદર તથા ફિટ દેખાય.


ભાત છે કરિનાનાં ફિટનેસનું રહસ્યઃ
ફિટનેસ માટે કરિના દિવસભરમાં અનેક એક્ટિવિટી કરે છે. તેમાં વર્ક આઉટ તથા ડાયટ સામેલ છે. કરિનાની ડાયટિશિયન રૂજુતા દિવેકરની મદદથી કરિનાએ પ્રેગ્નેન્સી બાદનું વજન ઘટાડ્યું હતું. રૂજુતા એક્ટ્રેસને ભાત, બાજરીનો રોટલો, ઘી, માખણ ખાવાનું કહેતી હતી. કરિનાએ પણ એકવાર કહ્યું હતું કે બીજા દિવસે તેણે વહેલી સવારે શૂટિંગમાં જવાનું હોય ત્યારે તે રાત્રે માત્ર દાળ-ભાત કે પુલાવ-રાયતું જ ખાવાનું પસંદ કરે છે. આ સિવાય તેને ખિચડી પણ ઘણી જ પસંદ છે. લોકો ખોટું વિચારે છે કે ભાતથી વજન વધે છે.

 

માતાના નિધનથી ભાંગી પડ્યો હતો દીકરો રણધિર કપૂર, દીકરી કરિનાએ સતત આપ્યો સધિયારો