કાજોલ-અજયની 15 વર્ષીય દીકરી લાગે છે મોટી, લંડનમાં પરિવાર સાથે મનાવે છે વેકેશન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ હાલમાં લંડનમાં પરિવાર સાથે વેકેશન મનાવી રહી છે. તાજેતરમાં જ કાજોલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં દીકરી ન્યાસા સાથેની એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં ન્યાસા મોટી લાગે છે. તેની ડ્રેસિંગ સ્ટાઈલ તથા લુક પણ એકદમ અલગ જોવા મળ્યો છે.


15 વર્ષની છે ન્યાસાઃ
કાજોલે દીકરી સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું, ''જ્યારે મારી દીકરી હસે છે, તો આખી દુનિયા ખીલી ઉઠે છે.'' ન્યાસા હજી 15 વર્ષની છે અને તે સિંગાપોરમાં ભણે છે. ન્યાસાનો જન્મ 20 એપ્રિલ, 2003માં થયો હતો.


ફિલ્મ્સમાં કામ કરવામાં નથી રસઃ
ન્યાસાના જણાવ્યા અનુસાર તે ફિલ્મ્સમાં એક્ટિંગ કરવા નથી માગતી. તેનું સ્વપ્ન છે કે તે વર્લ્ડ ફેમસ શેફ બને. ન્યાસાની માતા કાજોલે પણ દીકરીના કુકિંગના શોખની વાત કરી હતી. કાજોલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,‘ન્યાસા હાલ બેંકિંગ સેક્ટરમાં હાથ અજમાવી રહી છે અને ન્યાસાને બેંકિંગ કરવું ઘણું ગમે છે.’ ઉલ્લેખનીય છે કે, ન્યાસા ભણવામાં હોશિયાર હોવાની સાથે-સાથે એક સારી સ્વિમર પણ છે.


સિંગલ મધરનો રોલ ભજવશેઃ
કાજોલ ફરી એકવાર સ્ક્રીન પર જોવા મળશે. કાજોલ ડિરેક્ટર પ્રદિપ સરકારની ફિલ્મ 'હેલિકોપ્ટર ઈલા'માં જોવા મળશે. આ ફિલ્મમાં કાજોલ સિંગલ મધરના રોલમાં છે. ફિલ્મમાં તેના પુત્રનો રોલ રિદ્ધી સેન પ્લે કરશે. બંગાલી ફિલ્મ માટે રિદ્ધિ સેનને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો છે.


દીકરીના જન્મ બાદ કાજોલે લીધો હતો બ્રેકઃ
દીકરી ન્યાસાનાં જન્મ બાદ કાજોલે ત્રણ વર્ષનો બ્રેક લીધો હતો. 2006માં કાજોલે 'ફના'થી કમબેક કર્યું હતું. કાજોલે 2010માં દીકરા યુગને જન્મ આપ્યો હતો. અજય દેવગણ હાલમાં 'ટોટલ ધમાલ' ફિલ્મમાં વ્યસ્ત છે. 'ધમાલ'ની આ સીરિઝ છે. આ ફિલ્મને ઈન્દરકુમાર ડિરેક્ટ કરે છે.

 

 

જે DONના રોલ કરી હિટ થયો હતો 'સિંઘમ', Real life આમ થયું હતું ડોનનું મોત