તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારમાં બેસવા જતા સમયે જાહન્વી કપૂરને ઘેરી વળી ભિખારી યુવતીઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂર હાલમાં જ બાંદ્રામાં સ્પોટ થઈ હતી. જાહન્વી કપૂરની કારને ભીખારી છોકરીઓએ ઘેરી લીધી હતી. જાહન્વી કપૂરે હાથ હલાવીને તેમનું અભિવાદન કર્યું હતું.


હાલમાં જ કરાવ્યું ફોટોશૂટઃ
જાહન્વી કપૂરે હાલમાં જ મનિષ મલ્હોત્રાના આઉટફિટ પહેરીને સ્વિઝ્ટરલેન્ડમાં બ્રાઈડ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં જાહન્વી કપૂર મોર્ડન બ્રાઈડ બની હતી અને તેમાં તે ઘણી જ સુંદર લાગતી હતી.


'ધડક' બાદ સાઈન કરી બે ફિલ્મ્સઃ
જાહન્વી કપૂરે ધર્મા પ્રોડક્શનની 'ધડક'થી ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર હતો. ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી છે. આ ફિલ્મ બાદ જાહન્વીએ ધર્મા પ્રોડક્શનની જ બે ફિલ્મ સાઈન કરી છે. 'તખ્ત' 2020માં રીલિઝ થવાની છે. આ પીરિયડ ડ્રામા ફિલ્મમાં આલિયા ભટ્ટ, કરિના કપૂર, રણવિર સિંહ, ભૂમિ પેડનેકર, અનિલ કપૂર તથા જાહન્વી છે. આ ફિલ્મ ઔરંગઝેબ તથા તેના ભાઈ વચ્ચેની વાત છે. આ સિવાય જાહન્વીએ મહિલા પાયલટ ગુંજન સક્સેનાની બાયોપિક સાઈન કરી છે, જેમાં તે લીડ રોલમાં જોવા મળશે.

 

1.37 લાખના બૂટ અને 33 હજારની ટીશર્ટમાં એરપોર્ટ પર જાહન્વી કપૂરનો મોંઘેરો અંદાજ