તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વગર લગ્ને 90ના દાયકાની હિટ એક્ટ્રેસ ફરહીન રહેતી હતી ક્રિકેટર સાથે લિવ-ઈનમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ 90ના દાયકાની સુપરહિટ ફિલ્મ 'જાન તેરે નામ'ની એક્ટ્રેસ ફરહીન લાંબા સમયથી બોલિવૂડથી દૂર છે. ફરહીન હાલમાં દિલ્હીમાં પોતાના ક્રિકેટર પતિ મનોજ પ્રભાકર સાથે રહે છે. ફરહીન 1994માં અક્ષય કુમારની સાથે 'નજર કે સામને'માં રોમાન્સ કરતી જોવા મળી હતી. આની પહેલાં 'સૈનિક'માં અક્ષયની બહેન પણ બની હતી. જોકે, 1997માં ફરહીને ક્રિકેટર મનોજ પ્રભાકર સાથે સિક્રેટલી લગ્ન કર્યાં હતાં અને અચાનક બોલિવૂડ છોડીને દિલ્હી જતી રહી હતી.


કમબેકમાં ઓફર થયો હતો માતાનો રોલઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 'જાન તેરે નામ'ના ડિરેક્ટર દિપક બલરાજ વીજે આ જ ફિલ્મની સિક્વલ માટે એપ્રોચ કર્યો હતો પરંતુ ફરહીને એમ કહીને ના પાડી હતી કે તે માતા રોલ કરવા માંગતી નથી.


બાળકોની સાથે ચલાવે છે બિઝનેસઃ
1973માં ચેન્નાઈમાં ફરહીનનો જન્મ એક તમિલ મુસ્લિમ ફેમિલીમાં થયો હતો. ક્રિકેટર મનોજ પ્રભાકરે બીજીવાર ફરહીન સાથે લગ્ન કર્યાં હતાં. મનોજ-ફરહીનને બે સંતાનો રાહિલ તથા માનવંશ છે. મનોજને પહેલી પત્ની સંધ્યાથી એક પુત્ર રોહન છે. ફરહીન હાલમાં દિલ્હીમાં એક સફળ બિઝનેસવુમન છે.  તે હર્બલ સ્કિન કેર પ્રોડક્ટ્સનો બિઝનેસ કરે છે. નેચરેન્સ હર્બલ્સ નામની કંપનીની ડિરેક્ટર છે. આ કંપની ફરહીને પતિ મનોજ સાથે મળીને શરૂ કરી હતી. છેલ્લાં 18 વર્ષથી આ બિઝનેસ સંભાળી રહી છે. કંપનીનું ટર્ન ઓવર કરોડોમાં છે.


ફરહીનને કહેતા માધુરીની ડુપ્લીકેટઃ
90ના દાયકામાં ફરહીનનો ચહેરો જાણીતી એક્ટ્રેસ માધુરી સાથે ઘણો જ મળતો હતો. આ જ કારણથી ફરહીનની ફૅન ફોલોઈંગ ઝડપથી વધ્યું હતું.

 

અક્ષયની બહેન પણ બની અને રોમાન્સ પણ કર્યોઃ
1993માં આવેલી 'સૈનિક'માં ફરહીને અક્ષય કુમારની બહેનનો રોલ કર્યો હતો. જોકે, બીજા વર્ષે રીલિઝ થયેલી 'નજર કે સામને'માં ફરહીને અક્ષય કુમાર સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી.


ફરહીનને કારણે તૂટ્યાં હતાં પ્રભાકરના પહેલાં લગ્નઃ
મનોજ પ્રભાકરના પહેલાં લગ્ન 1986માં સંધ્યા સાથે થયા હતાં. સંધ્યાથી અલગ થઈને મનોજ-ફરહીન લિવ-ઈનમાં રહેતા હતાં. સંધ્યા-મનોજના લગ્ન તૂટવા પાછળ ફરહીન જવાબદાર હતી. મનોજ-ફરહીને સિક્રેટલી લગ્ન કરી લીધા હતાં.મનોજની પહેલી પત્ની સંધ્યાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મનોજ લગ્ન વગર છ વર્ષ સુધી ફરહીન સાથે એક જ ઘરમાં રહેતો હતો. આ સાથે જ સંધ્યાએ મનોજ પર માનસિક રીતે હેરાન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.


આ ફિલ્મમાં કામ કરી ચૂકી છે ફરહીનઃ
1992માં આવેલી 'જાન તેરે નામ'થી ડેબ્યૂ કરનાર ફરહીને સાઉથમાં પણ કામ કર્યું છે. તેણે કન્નડ ફિલ્મ 'હલ્લી મેશ્ત્રૂ', તમિલ ફિલ્મ 'કલઈગનન', બોલિવૂડ ફિલ્મ 'આગ કા તૂફાન', 'ફૌજ', 'અમાનત' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. ફરહીન છેલ્લે 1994માં 'સાજન કા ઘર'માં જોવા મળી હતી.

 

 

માત્ર ફિલ્મ્સમાં જ નહીં પરંતુ Real Lifeમાં દેશભક્ત છે અક્ષય કુમાર, ખેડૂતોથી લઈ શહીદ સૈનિકોના પરિવારને કરી ચૂક્યો છે મદદ