કો-એક્ટરને કેન્સર થયું તો દીપિકા પાદુકોણે ફિલ્મમાં કામ કરવાની પાડી દીધી ના

દીપિકા પાદુકોણે ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની 'સપનાદીદી'ની સાઈનિંગ અમાઉન્ટ પાછી આપી દીધી

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 11:12 AM
in sapana didi irrfan khan is a main hero but he is in london for cancer treatment

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ 'ભારત' છોડીને ચર્ચામાં આવી છે. હવે, દીપિકા પાદુકોણે ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની 'સપનાદીદી'ની સાઈનિંગ અમાઉન્ટ પાછી આપી દીધી છે. જોકે, દીપિકાએ વિશાલને એમ કહીને પૈસા પરત આપ્યા છે કે જ્યારે ઈરફાન ઠીક થઈ જાય ત્યારે તે ફિલ્મ કરશે. જ્યાં સુધી ફિલ્મની કોઈ ડેટ સામે ના આવે ત્યાં સુધી દીપિકા પોતાની પાસે સાઈનિંગ અમાઉન્ટ રાખવા માંગતી નહોતી.


ઈરફાનની સાથે-સાથે પર્સનલ કમિન્ટમેન્ટ પણ છે કારણઃ
રિપોર્ટ્સ પ્રમાણે, દીપિકાએ સાઈનિંગ એમાઉન્ટ પરત આપી તેનું કારણ ઈરફાન ખાન તથા પર્સનલ કમિટમેન્ટ પણ છે. ઈરફાન લંડનમાં કેન્સરની સારવાર કરાવી રહ્યો છે અને હજી પૂરી રીતે ઠીક થવામાં ઘણો જ સમય લાગશે. બીજી બાજુ દીપિકા નવેમ્બરમાં લગ્ન કરે તેવી શક્યતા છે. આવામાં દીપિકા ફિલ્મને ટાઈમ આપે તે મુશ્કેલ છે.


20 નવેમ્બરે ઈટાલીમાં લગ્નઃ
દીપિકા તથા રણવિર 20 નવેમ્બરે ઈટાલીમાં લેક કોમોમાં લગ્ન કરે તેમ માનવામાં આવે છે. આ લગ્ન સિંધી રીત-રિવાજથી કરવામાં આવશે. લગ્નના 10 દિવસ પહેલાં દીપિકાના હોમ ટાઉન બેંગલુરૂમાં નંદી પૂજા કરવામાં આવશે.

20 નવેમ્બરે 'દુનિયાની સૌથી સુંદર જગ્યા'એ સાત ફેરા ફરશે દીપિકા-રણવિર, લગ્ન માટે એક કલાકના થાય છે 16 લાખ રૂપિયા સુધીનો ખર્ચ

X
in sapana didi irrfan khan is a main hero but he is in london for cancer treatment
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App